________________
કરનારા શુદ્ધ દેવ-ગુરૂની આજ્ઞાના પાલન ખાતર કોઇને પણ નારાજ કરવામાં હિસા જૂએ છે. અહિસા વિના કોઇનો પણ ઉધાર નથી, એમ ઉચ્ચાર્યા પછી સ્વાર્થ અને સ્વાદ માટે મત્સાદિ પંચેન્દ્રિય પ્રાણીઓની હત્યા કરનારાઓ પણ અહિસંક રહી શકે છે, એમ બોલતા સંભળાય છે. સંપૂર્ણ સંયમ એ ધર્મ છે, એમ કહા પછી પ્રજોત્પત્તિ માટે સેવવામાં આવતું મૈથન એ અધર્મ નથી એમ પ્રતિપાદન કરનાર, પૂર્વાપર અવિરૂદ્ધ બોલનાર છે એ કોઇ પણ રીતે સાબીત થઇ શકે એમ નથી. એ રીતે પૂર્વાપર વિરૂદ્ધ વાક્યોનો વિચાર કરવા જતાં શ્રી જિનમતને છોડી સર્વત્ર તેના ઢગના ઢગ ખડકાયેલા પડ્યા છે. શ્રી નિમતમાં એક પણ વચન તેવું નીકળી શકે એમ નથી કે-પોતાના જ કથનથી તે હણાતું હોય.
અહિસાનું વિધાન કરનાર શ્રી જિનમત, શ્રી જિનપૂજા નિમિત્તે થતી પૃથ્વીકાયાદિની હિસાને હિસા તરીકેનું ફળ આપનાર તરીકે માનવાની ના પાડે છે, તેનું કારણ તે પૂજા અહિસાની જ વૃદ્ધિ કરનાર છે તે છે, નહિ કે શ્રી નિપૂજા માટે થતી હિસાથી મરનારની સગતિ થાય છે તે છે : અને એજ કારણે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જીવોની હિસાથી વિરામ પામેલા આત્માઓ માટે શ્રી જિનપૂજા માટે થતી સ્થાવરોની હિસા પણ નહિ કરવાનું વિધાન શ્રી જૈનશાસનમાં છે. ત્રસ અને સ્થાવરની હિસાથી વિરામ નહિ પામેલા આત્માઓને પણ સ્થાવરોની થતી અનિવાર્ય હિસાનો જ માત્ર અનિષેધ કરે છે અને મંદિરાદિ ચણાવતી વખતે થઇ જતી ત્રસજીવોની હિસા માટે પણ સંપૂર્ણ યતના રાખવાનું વિધાન કરે છે. શ્રી જૈનશાસને દર્શાવેલા કોઇ પણ અપવાદો અહિસાદિ ઉત્સર્ગ માર્ગોની રક્ષા માટે જ દર્શાવેલા હોય છે, તેથી તેના કથનમાં કોઇ પણ જાતનો પૂર્વાપર વિરોધ આવી શકતો નથી. પૂર્વાપર વિરોધનું મૂળ અસર્વજ્ઞતા છે અને અસર્વજ્ઞતાનું મૂળ રાગદ્વેષ-સહિતતા છે. શ્રી જિનેશ્વરદેવમાં ઉભયનો અભાવ છે અને તે અત્યારે પણ શ્રી જિનમતનાં શાસ્ત્રો દ્વારાએ સિધ્ધ થઇ શકે એમ છે.
એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યતના પ્રાણીઓનું નિશ્ચિત વર્ણન, એ તેના કથનારની સર્વજ્ઞતાની સાબીતી માટે પર્યાપ્ત છે. એકેંદ્રિયમાં પણ નિગોદનું સ્વરૂપ તથા પૃથ્વીાયાદિમાં રહેલ અસંખ્યાત જીવોનું વર્ણન કોઇ પણ અસર્વજ્ઞના શાસનમાં શોધ્યું જડે તેમ નથી. વિલેંદ્રિયોની બે-ત્રણ-ચાર આદિ ઇન્દ્રિયોના પ્રત્યક્ષ પ્રમાણથી અવિરૂદ્ધપણે મળતાં વર્ણનો તથા પંચેદ્રિયોમાં પણ સન્ની (મનવાળા) તથા અસંજ્ઞી (મન વિનાના) પ્રાણીઓનાં વર્ણનો, જળચર, સ્થળચર અને ખેચરોના અવિરૂદ્ધ વર્ણનો તથા દેવ અને નરકગતિનાં વિસ્તૃત વર્ણનો જ્યાં મળે છે, તે મત સર્વજ્ઞ સિવાય બીજાનો પ્રકાશિત છે, એમ કોઇ પણ રીતે પૂરવાર થઇ શકે તેમ નથી. અસર્વજ્ઞ પ્રરૂપિત મતોમાં તેનો સહસ્ત્રાંશ મળવો પણ અશકય છે. જીવ છે એમ બધા કહે છે, પણ તે કેટલા અને કયાં કયાં રહેલાં છે, તેનું સવિસ્તર વર્ણન સિવાય સર્વજ્ઞશાસન અન્યત્ર કયાં છે ? કર્મ છે એમ બધા જ કહે છે, પણ તે કર્મ કેવાં છે, કયાં રહેલાં છે, ક્વી રીતે આત્માને વળગે છે તથા વળગ્યા પછી શું શું સ્થિતિઓ થાય છે, તેનું વૈજ્ઞાનિક વર્ણન શ્રી જૈનશાસન સિવાય બીજે કયાં છે ? મુકિત છે એમ બધા કહે છે, પણ તે ક્યાં છે, કેવી છે, કેટલો કાળ રહેવાવાળી છે અને તેને કોણ કોણ પ્રાપ્ત કરી શકે છે, તેનું બુદ્ધિમાં ઉતરે તેવું વિવેચન અન્યત્ર ક્યાં છે? જીવ, કર્મ, મુકિત આદિ પદાર્થોનું કોઇ પણ જાતિનો સંદેહ ન રહી જાય તેવું વર્ણન જે શાસ્ત્રોમાં મળી આવે છે, તે શાસ્ત્રોને શ્રી સર્વજ્ઞપ્રરૂપિત માનતાં જેઓને આંચકો આવે છે, તેઓ મધ્યસ્થ બુદ્ધિ ધરાવનારા છે એમ માનવું અને મનાવવું એ લાજમ નથી. પોતાને ગુણરાગી, મધ્યસ્થ અને પરીક્ષક હેવડાવનાર આત્મા સર્વજ્ઞની પ્રતીતિ કરાવનાર આટલાં બધાં પ્રમાણો વિદ્યમાન છતાં, શ્રી જિનમતના પ્રણેતાઓને સર્વજ્ઞ ન માની શકે, તેમનો કહેલો મત એજ એક સાચો છે એમ ન સ્વીકારી શકે, તો માનવું જ રહ્યાં કે-નથી તો તે ગુણરાગી, નથી
Page 186 of 234