SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યસ્થ કે નથી પરીક્ષક, પરીક્ષક આત્મા ગુણની પરીક્ષા જરૂર કરે, પણ એ પરીક્ષામાં ગુણવાન તરીકે સિદ્ધ થયેલ વસ્તુને તે સ્વરૂપે સ્વીકારવાની ના પાડે તો તે મધ્યસ્થ તરીકે ટકી શકતો નથી : એટલું જ નહિ ન્તિ ગુણનો જ Àષી છે, એમ આપોઆપ સિદ્ધ થઇ જાય છે. શ્રી ક્લેિશ્વરદેવની સર્વજ્ઞ તરીકેની પ્રતીતિ માટે જેમ અનેક સાધનો તેમનાં કથન કરેલાં શાસ્ત્રોમાંથી ઉપલબ્ધ થાય છે, તેમ રાગ-દ્વેષાદિ સંપૂર્ણ દોષોથી રહિતતાની પ્રતીતિ માટે પણ તે જ શાસ્ત્રોમાંથી જોઇએ તેટલા પ્રમાણો મળે તેમ છે. શ્રી જિનેશ્વરદેવોનાં જીવનચરિત્રો જ તે માટે બસ છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ માટે તથા સર્વે કર્મોનો વિનાશ કરવા માટે જે જાતિનું જીવન જીવવું જોઇએ, તે જાતિનું અખંડિત જીવન શ્રી જિનેશ્વરદેવો જીવે છે અને કેવળજ્ઞાન તથા મુકિત ઉપાર્જન કરે છે. તેમાં અસત. કલ્પનાઓ કે અસંભવિત ઘટનાઓને લેશ માત્ર સ્થાન નથી. અસતુ લ્પનાઓ અને અસંભવિત ઘટનાઓથી ભરેલા ઇતર દેવોના ચરિત્રો ઉપર વિશ્વાસ ધારણ કરીને આસ્તિકતાનું અભિમાન રાખનારા આત્માઓ પણ જ્યારે શ્રી જિનેશ્વરદેવના સુઘટિત ઘટનાઓથી ઘટિત કર્મનાશના અમોધ ઉપાયોથી ભરપૂર શ્રી જિનેશ્વરદેવના ચરિત્ર ઉપર શ્રદ્ધા ધારણ ન કરે, ત્યારે તે મહામોહના ઉદયથી મૂચ્છિત થયેલો છે, એમ માન્યા સિવાય બીજો કોઇ ઉપાય જ નથી. રાગાદિ આંતર રિપુઓનાં સવિસ્તર વર્ણન, તેને જીતવાના ઉપાયો, તેન જીતેલા કે જીતવાનો પ્રયત્ન કરનારાઓને જ પૂજવાનાં વિધાનો, એ વિગેરે ઉઘાડી આંખે દેખવા છતાં શ્રી જિનમત પ્રત્યે શ્રદ્ધાના અંકુરા પ્રગટ ન થાય, તો તેવા હૃદય ચૈતન્યહીન પાષાાણનાં ઘડેલાં છે, એમ માનવું શું ખોટું છે ? થોડી પણ સમવાળો ચૈતન્યવાન આત્મા તો જે કોઇ જગ્યાએ આ જાતિના સર્વથા અવિરૂદ્ધ અને અવિસંવાદી વચનો પ્રાપ્ત થતાં હોય, તે મતની પ્રાપ્તિથી પોતાના આત્માને ધન્ય માન્યા સિવાય રહે નહિ અને જગતનો કોઇ પણ આત્મા એ સિવાયના મતોને ત્યજી દઇ શ્રી જિનમતને અંગીકાર કરનારો બને, એ રીતના નીતિસંપન્ન પ્રયત્નો પોતાના સર્વસ્વના ભોગે (સર્વ શકિતનો સદવ્યય કરીને) કર્યા સિવાય રહે નહિ. શ્રી જિનમતના પ્રણેતા સર્વજ્ઞ અને વીતરાગ છે, એ પ્રતીતિ થઇ ગયા પછી એમની આજ્ઞાનું પાલન, એ જ એક હિતનો પરમ ઉપાય છે એવી સન્મતિ અંતરમાં પ્રગટ્યા સિવાય રહી શકતી નથી. એ સન્મતિનું નામ જ સુશ્રદ્ધા છે. એ સુશ્રદ્વા જે આત્માઓને પ્રાપ્ત થઇ ગઇ તે આત્મા ભલે પછી અલ્પ જ્ઞાની હો કે અતિશય જ્ઞાની હો, તેનું કલ્યાણ હાથવેંતમાં છે. તે અલ્પ જ્ઞાની હશે તો અતિશય જ્ઞાની બનવા પ્રયત્ન કરશે અને તે એક ભવમાં શક્ય નહિ હોયતો તેના પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવનારો બનશે. તે અતિશય જ્ઞાની હશે તો અલ્પ જ્ઞાનીને અતિશય જ્ઞાની બનાવવા પ્રયત્ન કરશે અને પોતે સંપૂર્ણ જ્ઞાનીના શરણે રહેશે. કોઇ પણ સ્થિતિમાં શ્રી વીતરાગ માર્ગ પ્રત્યે સુદ્રઢ શ્રદ્વા એ ચિન્તામણીથી પણ ચઢીયાતી છે. કામધેનુ, કામકુક્ષ્મ કે કલ્પતરૂ તે ફળને આપવા સમર્થ નથી, કે જે ફળ શ્રી જિનમત પ્રત્યેની નિશ્ચળ શ્રદ્વા આપવા સમર્થ છે. શ્રી નિમત પ્રત્યે અવિચળ શ્રદ્વાળું બનેલા આત્માને દેવગતિનાં સુખ દૂર નથી, ન્તિ મુકિતનાં સુખ પણ તેની હથેલીમાં રમે છે. એ શ્રદ્વા આ કાળમાં પણ શકય છે. સુયોગ્ય પ્રયત્નો દ્વારાએ તેની પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલનું સંરક્ષણ, રક્ષણ કરેલનું સંવર્ધન આદિ આ કાળમાં પણ સુયોગ્ય આત્માઓ કરી રહ્યા છે, બીજાઓને કરાવી રહ્યા છે અને અને કોને માર્ગની સન્મુખ બનાવી રહ્યા છે. ઘણાઓ એથી વિપરીત કારવાઈ પણ કરી રહ્યા છે, પરન્તુ તેવી વિપરીત કારવાઈ કરનાર આત્માઓ સ્વપરના આત્માના સંહારનું અધમાધમ કૃત્ય આચરી રહ્યા છે, એ કહેવાની જરૂર નથી. શ્રી નિવચન એજ એક અખંડિત સત્ય હોવા છતાં ગુરૂકર્મી યા દુરાગ્રહી આત્માઓને તેમાં સંદેહ Page 187 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy