________________
? એ કેવળ બાહ્ય ઋદ્ધિ દ્વારાએ કળી શક્યું મુશ્કેલ થઇ પડે છે. એનો નિર્ણય તો અંતરંગ અતિશયોની પ્રતીતિથી જ થઇ શકે છે. અંતરંગ અનન્ત અતિશયોમાં કેવળજ્ઞાન એ મૂખ્ય અતિશય છે અને તેને ઓળખવાનું લિગ અવિસંવાદી ઉપદેશ છે. અર્થાત્ શ્રી નિનાં સાક્ષાત્ કાળમાં પણ શ્રી નિને ઓળખી શ્રી નિના પ્રત્યે નિશ્ચળ શ્રદ્વાસંપન્ન બનવા માટે શ્રી જિનના ઉપદેશ સિવાય અન્ય કોઇ અવ્યભિચારી માર્ગ નથી. એ ઉપદેશ આજે હયાતિ ધરાવતો નથી, એમ સિધ્ધ કરવા માટે કોઇ પ્રમાણ નથી. હયાતિ ધરાવે છે, એ સિદ્વ કરવા માટે સેંકડો પ્રમાણો છે. જેઓને સેંકડો પ્રમાણોથી સિદ્ધ વાતોને પણ અવગણવી છે, તેઓની પ્રમાણમાર્ગમાં ફૂટી કોડીની પણ મિંત નથી. પ્રમાણમાર્ગમાં તેઓની જ સ્મિત છે, કે જેઓ પ્રમાણસિદ્વ વાતોને સ્વીકારવા તૈયાર હોય. બીજાઓનું ક્શન પ્રામાણિક ગૃતમાં આઠેય વચનવાળું કદી પણ બની શકે નહિ.
અવિસંવાદી ઉપદેશ એ શ્રી જ્મિની હયાતિ યા બીનહ્યાતિમાં શ્રી નિને ઓળખવાનું અસાધારણ લિગ છે. એ નક્કી થયા પછી જેનો ઉપદેશ અવિસંવાદિ સિદ્ધ થાય, તેને જ શ્રી જિન તરીકે સ્વીકારવા અને બીજાઓને શ્રી નિ તરીકે નહિ સ્વીકારવા માટે કોઇ પણ સજ્જનને વાંધો હોઇ શકે નહિ. અવિસંવાદિ ઉપદેશને ઓળખવાનું કામ કહેવાતા પુસ્તકીયા પંડિતો ક્યે છે તેટલું મુશ્કેલ નથી. સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ શ્રી જિનના ઉપદેશમાં રહેલી સંવાદિતા અને અનિોના ઉપદશમાં રહેલી વિસંવાદિતાને સહમાં કળી શકે તેમ છે. શરત માત્ર આગ્રહરહિતપણાની છે. જ્યાં બુદ્ધિ હોય ત્યાં યુક્તિને નહિ ખેંચી જતાં, જ્યાં યુક્તિ હોય ત્યાં બુદ્ધિને દોરી જ્વી, એ આગ્રહરહિતપણાની નિશાની છે. શ્રી નિનો ઉપદેશ અવિસંવાદી છે એ ઓળખવા માટે બુદ્ધિમાનો માટે અનેક માર્ગો છે, તો પણ સામાન્ય બુદ્ધિવાળાઓ માટે તે બધા માર્ગોમાંથી સરળમાં સરળ અને સૌથી સમજી શકાય એવા ત્રણ માર્ગો આપણે અહીં દર્શાવવા છે. એ ત્રણમાં પણ મૂખ્ય છે- ‘પૂર્વાપર અવિરૂદ્ધ વચન.' શ્રી નિમત સિવાય સર્વનાં ક્થનો પૂર્વાપર વિરોધયુક્ત છે અર્થાત્ પૂર્વભાગનાં વચનથી ઉત્તરભાગનાં વચન બાધિત થાય છે અને ઉત્તરભાગનાં વચનથી પૂર્વભાગનાં વચન બાધિત થાય છે. અસ્સિામાં ધર્મ કહ્યા પછી યજ્ઞાદિક માટે કરાતી સિામાં દોષ નથી. અસત્ય અને ચોરી એ પાપ છે, એમ કહ્યા પછી બ્રાહ્મણ માટે બોલાતું અસત્ય કે કરાતી ચોરી એ પાપ નથી. મૈથુન એ પાપયુક્ત ક્રિયા છે, એમ સિદ્ઘ ર્યા પછી ક્યાદાનાદિ પણ પરમ ધર્મ છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે, તો પણ ધર્માર્થે કંચનાદિનો પરિગ્રહ ધારણ કરવો એ પાપ નથી. એ વિગેરે વાક્યોને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો એ સર્વજ્ઞોનાં હેલાં નથી એ સિદ્દ થાય છે.
વર્તમાનમાં પણ અહિસા એ જ સર્વ ઉન્નતિનું મૂળ છે, એમ કહ્યા પછી પણ મનુષ્યો માટે થતી ઘોર પ્રાણીહિસા એ અધર્મ નથી, એમ વ્હેનારા અસંવાદી નથી. મરતા મનુષ્યની સારવાર કરવાથી મહાન ધર્મ થાય છે, એમ કહેનાર પણ મરતા પશુને બચાવવા પ્રયત્ન કરવાથી અધર્મ થાય છે એમ કહે, ત્યારે તે અવિસંવાદી નથી. કુતરાને રોટલો ન નાખવો એ પાપ છે અને નાંખવો એ એથી પણ ઘોર પાપ છે, એવું સમજાવનારા અવિસંવાદી સિદ્ધ થઇ શકે એમ નથી. ‘હિંસા પરમો ધર્મ : ।' -એ જાતિના ચાંદ લગાડનારા પણ કુતરા અને ઉંદરડાઓના નાશ કરવા માટે ઠરાવો ઘડનારી, ગ્રાન્ટો મંજુર કરનારી તથા ક્તલખાનાઓ ચલાવનારી મ્યુનિસીપાલીટીઆના પ્રમુખ અને મેમ્બરો બનવામાં સમાજ્ઞેવા અને પ્રાણીદયાનું મહાન કાર્ય કરવાનું અભિમાન લેતાં કે દર્શાવતાં શરમાતા ન હોય, તો તેઓ શું અવિસંવાદિ છે ? અહિસાની ખાતર શસ્ત્રસજ્જ સરકાર સામે નિ:શસ્ર પ્રજાના પ્રાણ સુદ્ધાં હોમી દેવાની હિમાયત
Page 185 of 234