________________
કરવાની એક પણ તને જતી કરતા નથી. હિસાને પાપ માનનારા અને રાજ્યકારી ક્ષેત્રમાં પણ અહિસાની હિમાયત કરનારા, જીવનપર્યત અહિસાવતને આચરનારા સ્વગુરૂઓની સાચી યા ખોટી નિન્દા કરવામાં અભિમાન લે છે. શસ્ત્રસજ્જ રાજ્ય સામે નિર્બળોના પ્રાણ લુટાવી દેવાની વાતો કરનારા તેમને અસત્ય ઝનુન ફેલાવનારા નથી લાગતા, ન્તિ શ્રી જિનમતના સાચા અને વિશ્વોપકારક સિદ્ધાન્તોના સંરક્ષણાર્થે સર્વસ્વ સમર્પિત કરી દેવાના ઉપદેશો તેમને ધર્મઝનુન ફેલાવનારા લાગે છે. શ્રી જિનમત એ સત્ય હોવા છતાં તેને નહિ સ્વીકારનારા અને તેનો વિરોધ કરનારા આત્માઓમાં પણ ગુણ જ જોવા અને પ્રશંસવાની વાતો કરનારા, શ્રી જિનમતને આકીનપૂર્વક સ્વીકારનારા અને કમતનો મિથ્યાત્વના કારણે વિરોધ (ખંડન) કરનારાના સઘળા ગુણો છૂપાવી દઇ દોષોને જ આગળ કરે છે, ત્યારે તેવા આત્માઓની શ્રદ્ધાની પરીક્ષા થઇ જાય છે. શ્રી નિમતમાં પ્રકાશિત ભૌગોલિક વાતોમાં કે દેવ, નારકી આદિના વર્ણનોમાં જેમની તેમ શ્રદ્ધા રાખવામાં તેમને જેટલી અંધશ્રદ્ધાની ગંધ આવે છે, તેટલી અંધશ્રદ્ધાની ગંધ વર્તમાનની વૈજ્ઞાનિક આંધોને આપવચન તુલ્ય જેમની તેમ માની લેવામાં આવતી નથી. શ્રાવકકુળના અહિંસક આચારો અને રાત્રીભોજન, અભક્ષ્યભક્ષણાદિના ત્યાગો તેઓને જેટલા પસંદ આવતા નથી, તે કરતાં કેઇગુણી પસંદગી તેઓની રાજ્યસત્તાને મહાત કરવા માટે અને લોકના ઐહિક સ્વાર્થોની રક્ષા માટે ઉપજાવી કાઢેલી કહેવાતી પદ્ધતિમાં સમાયેલા ત્યાગ ઉપર ઉતરે છે. અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગળ છે અને સર્વ ધર્મોનું પરમ રહસ્ય છે, એવી વાતો કર્યા પછી જે અહિસામાં સંયમ અને તપ ઉભયનો વિનાશ છે, એ અહિસા પણ પરમ ધર્મ છે, એમ કહેતાં તેઓની જીભ થોભતી નથી. કર્મવિનાશના અમોધ ઉપાય રૂપે પ્રદર્શિત કરેલ શ્રી નિદર્શિત અત્યંતર તપની મહત્તા આંકયા પછી લૌકિક ઇરાદે થતી ધ્યેયશન્ય સમાજસેવાદિ લૌકિક કાર્યોને અત્યંતર તપની કોટિ અપિ દેવા સુધીની બાલિશ ચેષ્ટા કરતાં પણ તેઓના હૈયા કે ક્લમ કંપતા નથી. આ બધાને સમ્યકયિા વિનાના આદરશૂન્ય જ્ઞાનના વિલસિત સિવાય બીજું શું કહી શકાય તેમ છે ? અહીં પ્રશ્ન આદરનો છે : લોક્લજ્જા કે કુળમર્યાદાથી થતી ક્રિયાનો નથી. જે આદર અને અન્તરંગ પ્રેમ સમ્યકત્વપોષક સન્ક્રિયાઓ પ્રત્યે જોઇએ, તે નાશ પામવાથી જ અને તેને નાશ પામવામાં અભિમાન લેવાથી જ આ સ્થિતિ ઉભી થઇ છે, એમ કહેવામાં જરા પણ ખોટું નથી. અનીતિ આદિ નાના પાપોને પણ ભયંકર માનવાનું કહેનારા મોજથી અને વિલાસથી મિથ્યાસેવનમાં રકત બને, એમાં અભિમાન ધારણ કરે અને પોતાના જ્ઞાનની સાફલ્યતા સમજે, એ જ્ઞાનીઓને મન અતિશય કરૂણાનો વિષય છે. મિથ્યાત્વ એ મહાપાપ છે, બીજા સત્તર પાપોથી પણ તે ચઢીયાતું છે, અનન્ત ન્મ-મરણનો પરમ્પરાને વધારનારા છે, એમ સમજ્યા અને સમજાવ્યા પછી વાત-વાતમાં એ પાપના સેવનમાં રસ લેવાય, તેના જેવો દેખતો અંધાપો બીજો એક પણ ન હોઇ શકે, તેવાઓએ સમ્યગદ્રષ્ટિ આત્માઓની ધર્મક્રિયાઓને જાહેરમાં હલકી પાડવા જેટલો પ્રયાસ કર્યો છે, તેટલો પ્રયાસ દેશભકિતના નામે પ્રવર્તતા સ્વચ્છંદને અટકાવવા કર્યો હોય, તેવું જાણવામાં કે દેખવામાં કદી આવતું નથી. તેઓને શ્રદ્ધાપૂર્વક શ્રી જિનભકિત અને તીર્થયાત્રાદિ કરવામાં જેટલો લાભ નથી દેખાયો, તેટલો લાભ તેમને મનુષ્યભકિત અને જલયાત્રાએ જ્વામાં યા વિદેશગમન કરવામાં જણાયો છે, એ સમ્યકત્વનું ફળ છે કે મિથ્યાત્વનું, એનો નિર્ણય શાન્ત ચિત્તે તેઓ જ કરે તો વધારે સારું. ક્ષયોપશમની મંદતા કે ધર્મરૂચિના અભાવના કારણે આવશ્યાદિ ક્રિયામાં અવિધિ આચરનારા તેમને જેટલા દોષપાત્ર દેખાયા છે, તેટલા દોષપાત્ર હજારોના ખર્ચે અને તે પણ પારકા પૈસે ભણી-ગણીને વિદ્વાન બનેલાના સ્વચ્છંદી અને અનિયંત્રિત જીવનો નથી લાગ્યા. પંચેન્દ્રિયોની હત્યા કરીને પણ ભણવું કે ભણાવવું તેમને જેટલું પ્યારું લાગ્યું છે, તેટલું પ્યારું નિર્દોષ
Page 179 of 234