SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ રીતિએ પણ શ્રી જિનવચનને ભણવું અને ભણાવવું નથી લાગ્યું. એટલા જ માટે જ્ઞાનીઓનું કહેવું છે કે-વૈરાગ્યના માર્ગમાં જ્ઞાનનું પ્રાબલ્ય નથી, ન્તિ શ્રદ્ધા સહિત જ્ઞાનનું છે. શ્રવાહીન જ્ઞાની કેવળ અનર્થો અને ઉપદ્રવો મચાવવા સિવાય કાંઇ પણ સારું કાર્ય કરી શકતો નથી, જ્યારે વિશેષ જ્ઞાનથી રહિત એવો પણ શ્રદ્ધાળુ કોઇને પણ ઉપદ્રવ રૂપ બન્યા સિવાય પોતાના ક્ષયોપશમાનુસારે આરાધનાના માર્ગ તરફ જ જીવનપર્યત ઝૂક્યો રહે છે. એ શ્રદ્ધા સક્રિયાથી સંપ્રાપ્ય છે : તેથી શ્રી જિનપ્રરૂપિત સક્રિયાઓ પ્રત્યે આદર, એ વૈરાગ્યના માર્ગમાં મૂખ્ય વસ્તુ છે. અહીં એક પ્રશ્ન ઉભો થવાનો જરૂર અવકાશ છે : અને તે પ્રશ્ન છે કે-સક્યિાઓને નિરન્તર આચરનારાઓ તથા સુદેવ અને સુગુરૂની ભકિત કરવામાં આગેવાની લેનારાઓ તથા જીવનપર્યત ધર્મક્રિયાઓમાં રકત રહેનારાઓના જીવનમાં પણ ધ્યેયશૂન્યતા, આદરશૂન્યતા કે વિપરીત ચેષ્ટાઓ તેટલી જ અનુભવાય છે : તો પછી એવો નિયમ કયાં રહો કે-શ્રી વીતરાગદેવ, શ્રી નિર્ચન્થ ગુરૂઓ અને તેઓએ બતાવેલા અનુષ્ઠાનોને આચરનારાઓ તો પોતાના જીવનને ઉત્તમ બનાવી જ શકે છે? આ પ્રશ્નનો ઉત્તર તદન સ્પષ્ટ છે. જીવનપર્યત શ્રી વીતરાગદેવની પૂજા, શ્રી નિર્ગસ્થ ગુરૂઓની ભકિત અને શ્રી જિનશાસનની પ્રભાવનાના કાર્યોમાં રકત રહેનારા પણ પોતાના જીવનને સુંદર ન બનાવી શકતા હોય, તો તે દોષ તેમનો પોતાનો છે, નહિ કે તે ધર્માનુષ્ઠાનોનો. અગર જો તે આત્માઓના જીવનમાં ધર્માનુષ્ઠાનોન આચરણ પણ ન જ હોત, તો તેઓ આજે જેટલા સારા દેખાય છે તેટલા પણ સારા રહી શકયા હોત કે કેમ ? એ એક સવાલ છે. તેઓને વધુ પાપી થતા અટકાવનાર એ ધર્માનુષ્ઠાનો જ છે. તેઓમાં પ્રવેશેલી દાંભિક વૃત્તિ, જડતા, આગળ વધવાના ઉત્સાહનો અભાવ, ગતાનુગતિકતા, સ્વાર્થ સાધવાની જ એક વૃત્તિ, એ વિગેરે દોષો એ એમની વિષક્રિયાઓ, ગરલક્રિયાઓ અને સમૃધ્ધિમક્રિયાઓનાં ફળ છે. શ્રી જૈનશાસને એ ક્રિયાઓને કદાપિ વિહિત કોટિની ગણેલી નથી. અવિહિત રીતિએ ક્રિયાઓને આચરનારાઓના દોષનો ટોપલો વિહિત રીતિએ ક્લિા આચરવાનો ઉપદેશ આપનારાઓ ઉપર ઓઢાડી દેવા પ્રયાસ કરવો, એ સર્વથા ન્યાયવિરૂદ્ધ છે. ક્રિયા પ્રત્યે આદર ગુમાવી બેઠેલા કહેવાતા ભણેલાઓએ એ જાતની નીતિ અખત્યાર કરવી, એ તેમના ભણતરને કલંક લગાડનાર છે. એવી ઉંધી નીતિ અંગીકાર કરવાના બદલે શરૂથી જ જો તેઓએ સર્જિયામાં પ્રવેશતી અવિધિનો જ માત્ર સામનો કર્યો હોત, શુદ્ધ વિધિપૂર્વક થતી ક્રિયાઓને હૃદયથી પ્રશંસી હોત અને ગતમાં તેનો જ મહિમા ગાયો હોત, તો વિપરીત રીતિએ અનુષ્ઠાન કરનાર કે તેઓની આટલી કફોડી દશા થવા પામત નહિ. માર્ગથી ચુત થવાનું કે બીજાઓને કરવાનું મુખ્ય કારણ તેઓની આ અયોગ્ય નીતિ જ છે. શ્રી નિભાષિત લોત્તર અનુષ્ઠાનો, એ શ્રદ્ધા અને વૈરાગ્યને પોષક છે. એનો અનુભવ આજ ન થતો હોય તો તેનો દોષ વિપરીત ઇરાદે કે અન્ય અવિધિના આસેવનપૂર્વક અનુષ્ઠાનો આચરનારાઓનો છે : અને તેથી પણ વધુ દોષ એ અવિધિની નિન્દાનો માર્ગ છોડી દઇ અનુષ્ઠાનોને જ નિન્દી છોડી દેનારા કે છોડી દેવાનો ઉપદેશ આપનારાઓનો છે. એ બંને માર્ગ ત્યાજ્ય છે. તેવા અયોગ્ય માર્ગોનો હજુ પણ ત્યાગ કરી દેવામાં આવે, તો તેવા આત્માઓને લોકોત્તર અનુષ્ઠાનોના મહિમાનો સ્વયં સાક્ષાત્કાર થયા સિવાય રહે નહિ અથવા શુદ્ધ વિધિપૂર્વક લોકોત્તર અનુષ્ઠાનો આચરવાની દુષ્કરતાનો પણ ખ્યાલ આવ્યા સિવાય રહે નહિ. અવિધિથી ઉભયકાળ આવશ્યક કરનારની ટીકા કરનારાઓ એક વખત તેવી પદ્ધતિનો ત્યાગ કરી દઇ સ્વયં તે ક્રિયા આચરવા પ્રયાસ કરે, તો પોતે જે વસ્તુની ટીકા કરે છે તે વસ્તુ એકદમ ત્યાગ થઇ જવી Page 180 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy