________________
ક્રિયા પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ આદિમાં અપૂર્વ સહાયક છે : બલ્ક જે વિશેષતા ક્રિયામાં છે તે જ્ઞાનમાં પ્રાપ્ત થવી અશક્ય છે. જ્ઞાન એ માનસિક ક્રિયા છે, જ્યારે યિા એ શારીરિક અને વાચિક ક્રિયા છે. અભ્યાસદશાપન્ન (શરૂના અભ્યાસી) પુરૂષોને માટે કેવળ માનસિક ક્રિયા ઉપર ભાર દઇ દેવો, એ તેને આગળ વધારવા માટે નથી, ન્તિ પાછળ પાડવા માટે છે. અતિશય ચંચળ મનને વશ કરવા માટે એકલી માનસિક ક્રિયા કમ આવી શકતી નથી. સાધન વિના જેમ સાધ્યસિદ્ધિ નથી તથા ઉપાય વિના જેમ ઉપેયપ્રાપ્તિ નથી, તેમ શારીરિક અને વાચિક ક્રિયાને પણ યોગ્ય માર્ગે જોડ્યા વિના મન સ્વાયત્ત બનતું નથી : એટલું જ નહિ પણ અયોગ્ય માર્ગે પ્રવર્તેલા વચન અને કાયાવાળાની પ્રયોજેલી માનસિક ક્રિયા પણ એળે જાય છે.
સંતમ લોહપિs પર પડેલા પાણીના બિન્દુઓની જેટલી સ્થિતિ છે, તેટલી જ સ્થિતિ અયોગ્ય માર્ગે વપરાઇ રહેલા વચન અને કાયા ઉપર જ્ઞાનના બિન્દુઓની છે. એ તુરત જ સુકાઇ જાય છે અર્થાત્ એનું કાર્ય કર્યા પહેલાં જ એની હયાતિ નાશ પામે છે. જે માનસિક ક્રિયાનો શારીરિક કે વાચિક ક્રિયા ઉપર અંકુશ નથી આવ્યો, તે માનસિક ક્રિયાની હાલત રંક છે. એ કારણે શરીર અને વચનને પણ કેળવવા એ તેટલા જ જરૂરી બને છે. સારી રીતે કેળવાયેલા અને યોગ્ય માર્ગે પ્રવર્તેલા શરીર અને વચન ઉપર જ્ઞાનની અસર બહુ સુંદર અને દીર્ધકાળ સુધી ટકી શકે તેવી પડે છે : તેથી જ્ઞાનની મૂખ્યતાના ઓઠા નીચે સમ્યકત્વ અને વૈરાગ્યની પોષક સન્ક્રિયાઓને એક અંશે પણ અવગણી શકાય તેમ નથી.
શ્રી વીતરાગદેવને વન્દન, પૂન, નમસ્કાર આદિ ક્રિયાઓ અદભુત રીતે વૈરાગ્યને પોષે છે અને સમ્યકત્વને દ્રઢ કરે છે. ગુરૂવન્દનાદિ ક્રિયાઓ અને સાધર્મિક ભકિત આદિ કાર્યો પણ સમકિતની દ્રઢતા અને વૈરાગ્યની પુષ્ટિ માટે તેટલાં જ જરૂરી છે. એજ કારણે શ્રી નિશાસનમાં ત્રિકાળ જિનપૂજા, નિયમિત ગુરૂવન્દન, ઉભયકાળ આવશ્યક, નિરન્તર સગુરૂમુખે શ્રી જિનવચનશ્રવણ, સામાયિક, પૌષધ, સુપાત્રદાન આદિ કર્તવ્યો વિહિત કરેલા છે. એ તારક ક્રિયાઓના અભાવે જ આજે જ્ઞાન હજુ પણ જોવામાં આવે છે, કિન્ત શ્રદ્ધાનો લગભગ વિનાશ થતો દખાય છે. જો જ્ઞાન એજ સમ્યકત્વની દ્રઢતાનો એક ઉપાય હોત, તો શ્રદ્ધાવાન કરતાં પણ અધિક જ્ઞાનને ધારણ કરનાર, દેવ અને ગુરૂના સ્વરૂપોનું લંબાણથી વિવેચન કરી શકનાર તથા વૈરાગ્યના પ્રાણભૂત અનિત્યસ્વાદિ દ્વાદશ ભાવના તથા સમ્યક્ત્વના પ્રાણભૂત મૈત્રાદિ ચાર ભાવનાઓ ઉપર પૃષ્ઠો ભરી ભરીને વિવેચન કરી શકનાર પણ શ્રદ્ધાશૂન્ય દેખાય છે, તે કેવી રીતે શક્ય બને ?
ક્રિયા પ્રત્યે અનાદરભાવને પામેલા જ્ઞાનીઓ જ આજે પોતાની શ્રદ્ધા ગુમાવી બેઠા છે, એટલું જ નહિ પણ બીજાઓની શ્રદ્ધાના મૂળમાં પણ તેઓ જ પ્રહાર કરતાં નજરે પડે છે. એવાઓ સુદેવ, સુગર અને સુધર્મ એજ જગતમાં સારભૂત છે, એમ સિદ્ધ કર્યા પછી પણ કુદેવ, કુગુરૂ અને કુધર્મનું બહુમાન કરવા ગર્ભિત રીતે સૂચવે છે. એવાઓને કુદેવ, કુગુરૂ અને કુધર્મની આશાતનાનો જેટલો ભય લાગે છે, તેટલો ભય સુદેવ, સુગુરૂ અને સુધર્મની આશાતનાનો રહ્યો નથી. આંશિક સત્યને સંપૂર્ણ સત્ય માની લઇ ઉભા થયેલા એકાન્ત દર્શનોમાં તેઓ જેટલો સત્યનો પક્ષપાત જોઇ શકે છે, તેટલો સત્યનો પક્ષપાત સંપૂર્ણ સત્યને જ સત્ય તરીકે સ્વીકારવાનો ઉપદેશ કરનાર આગમોમાં જોઈ શકતા નથી. અસત્ય વાતને પણ અસત્ય તરીકે જાહેર કરવામાં તેઓને કોમીવાદનું પોષણ દેખાય છે અને સત્યનું છડેચોક ખંડન કરનાર પણ ક્ષમાશીલ છે, એવો તેમને ભાસ થાય છે. અનુપેક્ષણીય દોષપાત્ર એવા પણ પરની ટીકામાં પાપ દેખનારા અને સર્વમાં ગુણ જ જોવાની વાતો કરનારા પોતાની રૂચિથી પ્રતિકૂળ ગુણવાનોની નિન્દા
Page 178 of 234