________________
જ્ઞાન ઉપકારી છે અને એમાં વિપર્યાસ કરાવનાર જ્ઞાન એ તેટલુંજ અપકારી છે. એ કારણે સમ્યગ્દર્શનના વિષયમાં માત્ર જ્ઞાનને જ પ્રધાનતા આપી, અલ્પ જ્ઞાનીમાં સમ્યગદર્શન ન સંભવે એવો નિર્ણય કરનાર સાચો નિર્ણય કરનાર નથી.
અધિક યા અલ્પ પણ શ્રી જિનવચન પ્રત્યેની રૂચિમાં સહાય કરનારું જ્ઞાન એ આદેય છે. એ સિવાયનું જ્ઞાન એ આદેય નથી ન્તિ ત્યાજ્ય છે. આટલી વાત સમજાયા પછી એ સમજવું મુશ્કેલ નથી કે-થોડાં પણ સમ્યગજ્ઞાન પૂર્વક થયેલ વૈરાગ્ય સાચો હોઇ શકે છે અને ઘણાં પણ મિથ્યાજ્ઞાનથી ઉદભવેલો વૈરાગ્ય સાચો હોઇ શકતો નથી. શ્રી જિનવચનાનુસાર જ્ઞાન, એ સમ્યગુજ્ઞાન છે અને એથી વિપરીત મિથ્યાજ્ઞાન છે. અહીં સમ્યગુજ્ઞાન એટલે પદાર્થનો સાચો અવબોધ કરાવનાર જ્ઞાન અને મિથ્યાજ્ઞાન એટલે પદાર્થના સ્વરૂપથી વિપરીત પ્રતિપત્તિ કરાવનાર બોધ. શ્રી જિનવચન સંસારનો જે બોધ કરાવે છે તે યથાર્થ છે, જ્યારે ઇતરનાં વચનો સંસારને વિપરીત આકારમાં રજુ કરે છે. સંસારને તેના યથાર્થ આકારમાં સમજ્યા વિના તેના પ્રત્યે થયેલો વૈરાગ્ય લાંબો વખત ટકી શકે એ બનવું સંભવિત નથી અને કદાચ ટકે તો પણ તે સર્વથા નિર્દભ હોવો તે કદી પણ શક્ય નથી.
વૈરાગ્યનો પર્યાય શબ્દ છે રાગનો અભાવ : અને એ રાગ સંસારી આત્માઓને કોઇને કોઇ રીતે વળગેલો હોય જ છે. સંસારી આત્માઓના દુ:ખનું મૂળ પણ તે રાગ જ છે, કારણ કે-જ્યાં રાગ હોય છે ત્યાં તેથી વિરૂદ્ધ વસ્તુ ઉપર દ્વેષ બેઠેલો જ હોય છે : અને રાગ-દ્વેષ બે જ્યાં બેઠા હોય છે ત્યાં ભય, શોક, અરતિ આદિ ન હોય એમ બનતું જ નથી. ભય, શોક, અરતિ આદિ મનોવિકારોની આધીનતા એજ દુ:ખ છે. એ કારણે દુ:ખથી મુકિત મેળવવાના અર્થીિ આત્માઓએ “રાગ' થી મુકિત મેળવ્યા સિવાય બીજો ઉપાય જ નથી. એ રાગથી મુકિત થવી વૈરાગ્યને આધીન છે અને વૈરાગ્ય સંસારના સ્વરૂપને તે છે તે રીતે સમજવા ઉપર આધાર રાખે છે. સંસારને તેના યથાર્થ સ્વરૂપમાં સમજાવનાર શ્રી જિનવચન સિવાય બીજું કોઇ નથી. એ કારણે વૈરાગ્યના માર્ગમાં શ્રી જિનવચનની ઉપયોગિતા સૌથી અધિક છે, એ સ્વત: સિદ્ધ થાય છે.
એ શ્રી જિનવચનની પણ ભાવરહિત પ્રાપ્તિ નિરર્થક છે. ભાવરહિત અને ભાવસહિત જ્ઞાન વચ્ચે સૂર્ય અને ખદ્યોત જેટલું અંતર છે. ખદ્યોતનો પ્રકાશ અકિચિકર છે, સૂર્યનો પ્રકાશ કાર્યસાધક છે : તેમ ભાવસહિત જ્ઞાન એજ વૈરાગ્યના માર્ગમાં કાર્યનું સાધન છે. ભાવરહિત જ્ઞાન શ્રી જિનવચનાનુસાર હોવા છતાં પણ સમ્યગુજ્ઞાનની કોટિને પ્રાપ્ત કરી શકતું નથી. શ્રી જિનવચનાનુસારિ જ્ઞાન પણ અભવ્ય યા દુર્ભવ્યોને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે, કિન્તુ તે સઘળું ભાવશૂન્ય હોવાથી નિર્દભ વૈરાગ્યનું સાધક બની શકતું નથી. નિર્દન્મ વૈરાગ્યનું સાધક જ્ઞાન જેમ શ્રી જિનવચનને અનુસરનારું હોવું જોઇએ, તેમ તે હૃદયની રૂચિ, ભાવ યા શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઇએ. હૃદયની રૂચિ એ મૂખ્ય ચીજ છે અને તે નિઃકેવળ જ્ઞાન દ્વારા લભ્ય નથી. એમાં હિતકારિતાદિના જ્ઞાનની આવશ્યકતા છે અને તેથી પણ અધિક વિનય, ભકિત, આદરાદિ બાહા ક્રિયાની પણ આવશ્યકતા છે. કોઇ પણ પદાર્થ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા માટે અને ઉત્પન્ન થયેલ પ્રેમને ટકાવવા કે વધારવા માટે એકલું જ્ઞાન કારગત થઇ શકતું નથી, ન્તિ જ્ઞાન સાથે ક્રિયાની સંપૂર્ણ આવશ્યકતા છે.
જ્ઞાન એ જેમ પ્રેમોત્પાદક છે, તેમ ક્રિયા એ પણ પ્રેમોત્પાદક છે. જ્ઞાન એ પ્રેમોત્પાદક છે, પરન્ત ક્રિયા એ પ્રેમોત્પાદક નથી એમ કહેવું એ ભૂલભરેલું છે. જ્ઞાનાભ્યાસ માત્રથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને થરતાદિની આશા રાખનાર જરૂર નાસીપાસ થનાર છે. જ્ઞાનાભ્યાસ એ જેમ સહાયક છે, તેમ વિનયાદિ
Page 177 of 234