________________
અભવ્યાદિકોને ભવની વૃદ્ધિ કરાવનારાં નિવડ્યાં હતાં.
એનું ખરું કારણ એ છે કે-ભાવસતિ થોડું પણ સમ્યજ્ઞાન વિશેષ જ્ઞાનની પ્રાપ્તિમાં બાધક નથી કિન્તુ સાધક છે. જે આત્માઓ પોતાને પ્રાપ્ત થયેલા થોડા પણ જ્ઞાનમાં સંતોષિત બની જઇને અધિક જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવાનું જ માંડી વાળે છે, તે આત્માઓને તે કહેવાતું થોડું સમ્યગજ્ઞાન ભાવથી પ્રાપ્ત થયેલું છે એમ કહી શકાય જ નહિ. ભાવથી પ્રાપ્ત થયેલા સમ્યજ્ઞાનનો અર્થ એ છે કે તે જ્ઞાન તેને અતિશય રૂચિ ગયેલું છે : અને જે વસ્તુની તીવ્ર રૂચિ આત્મામાં એક વખત જાગ્રત થઇ ગયેલી છે, તે વસ્તુની અધિક પ્રાપ્તિ માટે તે આત્મા છતી શકિતએ ઉદ્યમ ન કરે એ બનવાજોગ જ નથી.
અહીં કોઇ શંકા કરશે કે-સંક્ષિપ્ત બોધથી તીવ્ર રૂચિ પેદા કેમ થાય ? કોઇ પણ વસ્તુ પ્રત્યે પ્રેમ સંપાદન કરવાની રીત જ એ છે કે-તેના ગુણોનું પ્રથમ સારી રીતે જ્ઞાન મેળવવું. એ જ્ઞાનમાંથી જેટલી કચાશ તેટલી પ્રેમમાં પણ કચાશ જ રહેવાની. એ વાત સત્ય હોવા છતાં પણ સારી રીતે જ્ઞાન મેળવવાનો અર્થ “સર્વ વિશેષો સહિત' એવો કોઇ કરતું હોય તો તે સાચું નથી. અહીં “સારી રીતે' નો અર્થ “તીવ્ર રૂચિ પેદા કરાવે' તેવો અને તેટલોજ ગ્રહણ કરવાનો હોય છે. “તીવ્ર રૂચિ પેદા કરાવે' તેટલું જ્ઞાન પેદા કરવા માટે સર્વ વિશેષોના જ્ઞાનની આવશ્યકતા છે, એમ કહેવું એ ખોટું છે. બાળકને માતા પ્રત્યે તીવ્ર રૂચિ હોય છે, તેનું કારણ તે માતાના સ્વરૂપને સર્વ રીતે ઓળખનાર હોય છે તે નથી, ન્તિ માતા મારી હિતસ્વિની છે તેનો જ માત્ર ખ્યાલ તેને હોય છે. માતાની કોઇ પણ ચેષ્ટા કે પ્રવૃત્તિ બાળકના અહિત માટે હોતી નથી, એ જાણીને જ બાળક માતા પ્રત્યે પ્રેમવાનું બનેલ હોય છે. એટલે માતા પ્રત્યે બાળકના પ્રેમનું કારણ માતાના સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકારિતા માત્રનું જ્ઞાન છે.
રૂચિ અગર પ્રેમનો આધાર જ્ઞાન છે એ વાત સત્ય હોવા છતાં, તે જ્ઞાન જે પદાર્થ પ્રત્યે રૂચિ અગર પ્રેમ ઉત્પન્ન કરવો છે, તે પદાર્થની ‘હિતકારિતા' સિવાય બીજી બાબતનું નહિ જ, એ બરાબર સમજી રાખવું જોઇએ. પદાર્થની ‘હિતકારિતા' ઉપરાન્ત તેના બીજા ધર્મોનું જ્ઞાન હોય તો હરકત નથી, કિન્તુ તે પણ સાધક હોવું જોઇએ બ્ધિ બાધક નહિ. માબાપ બાળકના હિતચિન્તક હોવા છતાં, તેવા પ્રકારના ઉલ્લેઠ બાળકોની સોબતથી રખડેલ બનેલ બાળકને- “રમતગમત ઉપર અંકુશ મૂનાર માતાપિતા મારા સુખમાં અંતરાય કરનાર છે.” -એવી જાતિનું જ્ઞાન માબાપ પ્રત્યેની ભકિત યા પ્રેમમાં સાધક નથી કિન્તુ બાધક છે. તે જ રીતે શ્રી નિવચન અને તેણે ફરમાવેલા માર્ગ પ્રત્યે રૂચિ યા ભકિતનું કારણ શ્રી જિનવચન યા તેણે દર્શાવેલા માર્ગના સર્વ વિશષોનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકરતાનું જ માત્ર જ્ઞાન છે. ઓને તેની હિતકરતા નિસર્ગથી યા ઉપદેશથી સમજાય છે, તેઓનો તેના પ્રત્યે અખંડ પ્રેમ જાગી શકે છે.
શ્રી જૈનશાસનની પરિભાષા પ્રમાણે ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ કોઇ પણ ગતિમાં કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્મા કરી શકે છે. પછી તેનું જ્ઞાન એક પદનું હોય, યાવત્ ચૌદ પૂર્વનું હોય. સર્વનો ફલિતાર્થ એ છે કે-સમ્યગદર્શન પ્રાપ્ત થવા માટે જ્ઞાન એ કારણ છે. પરન્તુ તે સાધારણ કારણ છે, કારણ કે-તેટલું જ્ઞાન તો સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત કોઇ પણ આત્મામાં હોઇ શકે છે. અસાધારણ કારણ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ છે. તેવા ક્ષયોપશમવાળો આત્મા અધિગમાદિ બાહા નિમિત્તો વિના પણ શ્રી જિનવચનની રૂચિ પામી શકે છે અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વિનાનો આત્મા અધિગમાદિ બાહ્ય નિમિત્તો મેળવે, તો પણ સમ્યગ્દર્શનને પામી શકતો નથી.
દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થવામાં જ્ઞાન એ સહકારિ કારણ છે, પરન્તુ તે જ્ઞાનનો વિસ્તાર કેટલો હોવો જોઇએ એનો નિયમ નથી. નિયમ માત્ર “હિતકારિતા' ની પીછાનનો છે. એ પીછાન કરાવનાર
Page 176 of 234