________________
શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાને ગોષ્ઠામાહિલ નામના પણ એક શિષ્ય હતા. જમ્બર વિદ્વાન : વાદમાં મહાવાદિઓને પણ જીતી આવે એવા સમર્થ પણ તેમનામાં અમૂક યોગ્યતા નહિ હોવાથી, શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ શ્રી દુર્બલિકાપુષ્પ નામના મુનિવરને સ્વપદે સંસ્થાપિત ક્ય.
એ વખતે એ સુરિવરે શ્રી દુર્બલિકાપુષ્પ નામના નવા સૂરિવરને હિતશિક્ષા આપતાં કહ્યું છે કે“સૂરિપદને પામીને તું લેશ પણ અહંકારને પામીશ નહિ : જેમ હું ગોષ્ઠામાહિલ અને ફલ્યુરક્ષિત પર સમભાવે વર્યો છું, તેમ તારે પણ એજ રીતિએ સમચિત્તે વર્તવું : શિક્ષામાં કોઇ સ્થળે તે ઉપેક્ષા કરીશ અને કોઇ સ્થળે તું દ્રઢતા કરીશ, તો તું સરિ હોવા છતાં પણ તારી આદેયવાકયતા નહિ ટકે : એક મુનિનો અપરાધ રાગથી સહન કર્યો, તો બીજો તેનું અવલંબન લેશે એટલે શિક્ષા કરવાનું શક્ય નહિ બને : જે સૂરિ સુશિષ્યોને જાતવાન ઘોડાઓની જેમ અને બીજાઓને દુષ્ટ ઘોડાઓની જેમ સમ્યક પ્રકારે શિક્ષા કરે છે, તે સૂરિનો ગણ વિનીત થાય છે.” આ વિગેરે ઘણી હિતશિક્ષા આપી છે.
મૂળ વાત એ છે કે-શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના પદે સ્થાપિત કરવાને માટે શ્રી દુર્બલિકાપુષ્પને યોગ્ય ધાર્યા, જ્યારે સાધુઓની સ્વજનપણાના યોગે ગોષ્ઠામાહિલને અને ફલ્યુરક્ષિતને એ પદ મળે એવી ઇચ્છા હતી. એ જાણીને શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના ગચ્છની એકતા ટકાવવાને માટે ઘડાનું નિદર્શન કર્યું. શ્રી ફલ્યુરક્ષિતને તેલના ઘડા જેવા જણાવ્યા, ગોષ્ઠામાહિલને ઘીના ઘડાની ઉપમા આપી અને શ્રી દુર્બલિકાપુષ્પ વાલના ઘડા જેવા છે, એમ જ્હીને શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ પોતાના પદે શ્રી દુર્બલિકાપુષ્પને સ્થાપિત કર્યા. એ વખતે ગોષ્ઠામાહિલ ત્યાં હાજર નહોતા. એમને આચાર્ય મહારાજાએ એક વાદિને જીતવાને માટે મોકલ્યા હતા. છતાં પોતે પોતાના શિષ્યની યોગ્યાયોગ્યતા તો જાણે ને ? શ્રી દુર્બલિકાપુષ્પ યોગ્ય હોવાથી તેમને પોતાના પદ સ્થાપિત કર્યા, પણ કહ્યું કે- “જેમ ગોષ્ઠામાહિલ અને ફલ્ગરક્ષિત ઉપર હું સમચિત્તે વર્યો છું, તેમ તારે પણ વર્તવું.” આ સમાધાનવૃત્તિ છે કે બીજું છે?
હવે ગોષ્ઠામાહિલને એ વૃત્તાંત જાણતાં ક્રોધ ચઢે છે. ઇર્ષાથી એ પૃથક રહે છે. એક વાર એ ઉપાશ્રયે આવે છે એટલે બધા સાધુઓ ઉભા થઇ જાય છે, નમે છે અને કહે છે કે- “આપ અહીં કેમ રહેતા નથી ?' પણ ગોષ્ઠામાહિલ માનના યોગે ત્યાં રહેતા નથી, બહાર રહે છે અને ગુરૂનો અપવાદ કરતા તે મુનિઓને વ્યગ્રાહિત કરવાનો પ્રયત્ન કરે છે, પણતે મુનિઓને વ્યગ્રાહિત કરવાને સમર્થ થઇ શકતા નથી. તેઓ અભિમાનથી ગુરૂની વ્યાખ્યાને પણ સાંભળતા નથી.
એક વાર કર્મ અને પચ્ચખ્ખાણ સંબંધી હકીકતમાં અભિનિવેશથી તે ગોષ્ઠામાહિલ સિદ્વાન્તથી વિરૂદ્ધ બોલે છે. ગુરૂ સત્ય પક્ષ કહેવડાવે છે, પણ ગાઢ માનથી ગોષ્ઠામાહિલ માનતા નથી એટલે એમને રૂબરૂ બોલાવીને યુકિતપૂર્વક સમજાવે છે.
આચાર્ય મહારાજાએ યુકિતપૂર્વક સમજાવવા છતાં પણ જ્યારે ગોષ્ઠામાહિલ માનતા નથી, એટલે અન્ય ગચ્છના બહુશ્રુતોએ એમને યુતિપૂર્વક સત્ય જણાવ્યું : પણ ગોષ્ઠામાહિલ ઘમંડમાં એવા ભાનભૂલા બન્યા છે અને અભિનિવેશમાં એવા લેપાયા છે કે- બધા બહુશ્રુતોને પણ કહી દે છે કે- “તમે તો બધા મૂર્ખાઓ છો : તમે જાણો છો શું? જિનોએ જે જેમ પ્રરૂપ્યું તેને તેમ જાણનાર હું જ છું.'
હવે જ્યારે અહંકારાદિથી ગોષ્ઠામાહિલ કોઇનુંય માનતા નથી, એટલે સંઘ ભકતદેવતાના આહ્વાન માટે કાયોત્સર્ગ કરે છે. દેવતા આવે છે અને મહાવિદેહમાં જઇ ભગવાનને પૂછી આવી કહે છે કે- “શ્રી ક્લેિશ્વરદેવે કહ્યા છે કે આ ગોષ્ઠામાહિલ એ સાતમો નિહનવ છે.” છતાં ગોષ્ઠામાહિલે પોતાના
Page 168 of 234