________________
આ અણસમજુની વાત નથી પણ દોઢડાહ્યાની વાત છે. અણસમજુ પણ સરલ હોય તો આવે અને વસ્તુ રજૂ કરીએ એટલે ઝટ સમજે, જ્યારે દોઢડાહા સમજે કાંઇ નહિ અને ડોળે બધુ. શાસ્ત્રની નીતિરીતિ, શાસ્ત્રના સિદ્ધાન્ત જાળવવાની લડાઇ ચાલતી આવી છે અને ચાલે છે, જેથી સત્યના અર્થી એકપક્ષીય કથન વાંચી કે સાંભળી મુંઝાય નહિ અને આ તરવાનું સાધન ડોળાય નહિ. આના પ્રત્યે જ્યાં સુધી મારાપણું નહિ આવે, આ ન સચવાયું હોત તો શું થાત, એ નહિ સમજાય, ત્યાં સુધી આ વાતો સમજાવી મુશ્કેલ
શાસનને પામેલાની સમાધાનવૃત્તિશ્રી આર્યમહાગિરિજી ને શ્રી આર્યસુહસ્તિજીનો પ્રસંગઆજની કેટલીક સ્થિતિ :
આ શાસનને પામેલાઓ સમાધાનવૃત્તિવાળા નથી હોતા એમ નહિ. સમાધાનવૃત્તિવાળા જરૂર હોય છે, પણ સિદ્ધાન્ત મૂકીને સમાધાન કરવાની વૃત્તિવાળા નથી હોતા. ગમે તેની ભૂલ થઇ જાય એ બને, પણ ભૂલને ભૂલરૂપે સમજી સુધારવાને બદલે, એક ખોટી વાત કહેવાઇ તે સાચી પૂરવાર કરવા અનેક ખોટી વાતો કહેવાય, ત્યારે એની સામે બોલ્યા વિના ન ચાલે
શ્રી આર્યસહસ્તિજી મહારાજ અને શ્રી આર્યમહાગિરિજી મહારાજ એ બે આચાર્ય-ભગવાનો વચ્ચે એક પ્રસંગ બન્યો છે. શ્રી આર્યસુહસ્તિજી મહારાજે એક વાર ભૂલ કરી છે. એ માટે શ્રી આર્યમહાગિરિજી મહારાજે એમને ઠપકો આપ્યો. એનો ઉત્તર આપતાં શ્રી આર્યસુહસ્તિજી મહારાજે માયા સેવી. એના યોગે કુપિત થયેલા શ્રી આર્યમાગિરિજી મહારાજાએ કહ્યું કે-શાન્તમ્ પાપમ ! હેવ આપણો સંબંધ નહિ નભે. સમાન સામાચારીવાળાસાધુઓની સાથે રહેવું એ યોગ્ય છે, પણ સામાચારીથી વિભિન્ન સાથે નહિ. આટલું કહાં એટલે તો શ્રી આર્યસુહસ્તિજી મહારાજે પોતાના અપરાધની માફી માગી. જ્યાં એ મહાપુરૂષ ભૂલ કબૂલ કરી અને માફી માગી, એટલે શ્રી આર્યમહાગિરિજી મહારાજે વાત પતાવી દીધી. જો ભૂલ કબૂલ ન કરી હોત તો એ વાત આમ પતત નહિ.
ત્યારે પૂર્વના આચાર્ય મહારાજાઓ સમાધાન વૃત્તિવાળા હતા નહિ એમ નહિ, પણ એ કહેતા કે-સિદ્ધાન્તને વેગળો મૂકીને કે આગમસિદ્ધ પ્રવૃત્તિનો વિલોપ થાય એ રીતિએ સમાધાન ન થાય. શાસનમાં સિદ્ધાન્ત માટેની લડાઇ શા માટે જરૂરી ? શાસનની મર્યાદાઓ બરાબર જળવાઈ રહે એ માટે ! વાત એ છે કે-એમાં બીજી વૃત્તિ આવવી ન જોઇએ. બીજી વૃત્તિ આવે એટલે માર્ગ ચૂકતાં વાર લાગે નહિ. જો જિજ્ઞાસુતા જીવતી હોય, ઘમંડ ન હોય, ભૂલ સુધારવાની કે સુધરાવવાની સાચી વૃત્તિ હોય, તો માણસ ઉન્માર્ગથી બચી જાય છે, પણ આના કેટલાક તો પોતાના ખોટાને સાચું સિદ્ધ કરવાનું સાધન નહિ એટલે આડ-અવળું લખી અજ્ઞાનોને મુંઝવ્યા કરે છે, માટે સમતાં શીખો. સાતમા નિર્નવ ગોષ્ઠામાહિલનો પ્રસંગસુધારવાને સમાધાન હોય પણ સિદ્ધાન્તનો અપલાપ સહાય નહિ :
શ્રી જૈનદર્શનને પામેલામાં સમાધાનવૃત્તિ નથી અગર નહોતી, એમ કહેવ એ અજ્ઞાન છે. સમાધાનવૃત્તિ જરૂર છે અને હતી, પણ સિદ્ધાન્ત તરફ બેદરકારી નહોતી અને આજે પણ ન હોવી જોઇએ. સમાધાનવૃત્તિ ન હોત તો ગોષ્ઠામાહિલને માર્ગમાં ટકાવવાને માટે અને સાચું સમજાવવાને માટે જે મહેનત થઇ તે થાત ? એ તો જ્યારે નજ માન્યા અને ઉન્માદી બન્યા ત્યારે બહાર મકયા, પણ તે પહેલાં ?
Page 167 of 234