________________
કદાગ્રહને છોડ્યો નહિ, એટલે એમને સંઘે બાર સંભોગથી બાહ્ય ર્યા.
આટલું આટલું કર્યું છતાં ન માન્યું એટલે શું કરે ? આ પ્રસંગ વિચારો તો સમજાશે કે-શાસનને પામેલા સાધુઓમાં કેટલી સમાધાનવૃત્તિ હોયછે. આચાર્ય મહારાજ્ની શિક્ષા, સાધુઓનું વર્તન, નવા આચાર્ય શ્રી દુર્બલિકાપુષ્પનો પ્રયત્ન, અન્ય ગચ્છના બહુશ્રુતોની મહેનત, સંઘની મહેનત, એ બધું શું સૂચવે છે ? ત્યારે સમાધાનવૃત્તિ નહિ હતી એમ નહિ, પણ સિદ્ધાન્ત બાબત વિપરીતભાષિતાને સમાધાન ખાતર નિભાવી લેવાય નહિ. એવાને સુધારવાને માટે અમૂક વખત પ્રયત્ન થાય, સમાધાન કરાય, પણ એ સુધરે નહિ અને સિદ્ધાન્તનો અપલાપ ર્યા કરે તો તે સહી લેવાય નહિ.
આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે
આચરેલી અને સર્વસામાન્ય વિધાનથી વિપરીત
લાગતી પ્રવૃત્તિનો દાખલો ન લેવાય :
વિધિ એટલે શાસ્રમર્યાદા મુજ્બ વર્તવું તે. શાસ્રમર્યાદાનું લંઘન કરવું એ અવિધિ. આપણે માટે આધારભૂત આ શાસ્ત્ર છે. આના વિના જેમને ચાલી શકે એવા એક પણ મહાપુરૂષ અત્યારે વિદ્યમાન નથી. એવો કાળ હતો, કે જે કાળમાં એવા પણ મહાપુરૂષો હતા, કે જેઓ શાસ્ત્રને અનુસર્યા વિના પણ જ્ઞાનબળે પ્રાપ્ત થએલી શક્તિના યોગે વર્તી શક્તા. એવા મહાપુરૂષો શાસ્રને માન નહિ આપતા એમ નહિ, શાસ્રને માનતા, પણ તેઓમાં એવી શક્તિ પેદા થઇ હતી, કે જેના યોગે તેઓ પોતે સર્વસામાન્ય માટે શાસ્ત્રાજ્ઞા ન હોય એવુંય ઉચિત લાગે તો કરી લેતા. એમના એવા પ્રસંગના દાખલા આજ્નાઓથી ન લેવાય. એ સ્થિતિ શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજા પછીથી પ્રાય:બંધ થઇ છે.
શાસથી નિરપેક્ષપણે પણ વર્તવાનો અધિકાર કોને ? છને. કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વી. આ છ આગમવ્યવહારી કહેવાય છે. આ છ મહાપુરૂષો સર્વસામાન્ય શાસ્ત્રાજ્ઞાથી વિપરીત વર્ત્યા છે એમ લાગે તો પણ ન એની ટીકા થઇ શકે કે ન તો એ ક્રિયાને દ્રષ્ટાન્તભૂત બનાવી શાસ્ત્રાજ્ઞાથી વિપરીતપણે વર્તવા મંડાય ! એ મહાપુરૂષોમાં એવી તાકાત આવી હતી માટે એમ વર્ત્યા. આજે એ તાકાત છે ? વિધાનથી વિપરીત વાતો પુષ્ટ કરવાને માટે એ મહાપુરૂષોની પ્રવૃત્તિઓને દ્રષ્ટાન્તભૂત બનાવનારાઓ સ્વયં ઉન્માગ ચઢે છે અને બીજાઓને ઉન્માર્ગે દોરે છે.
જો એમ નહિ, તો શ્રી સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં ચોમાસું રહ્યા, તે ક્યા શાસ્ત્રના આધારે ? ગુરૂએ શ્રી સ્થૂલભદ્રજીને વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની આજ્ઞા કરી, તે ક્યા શાસ્રના આધારે ? આજે કોઇ એવી આજ્ઞા આપી શકે ? શાસ્ત્રમાં સ્ત્રી, પંડક, પશુથી વર્જિત સ્થાનની આજ્ઞા, જ્યારે આ સ્થાન વેશ્યાનું ! શય્યાતરના આહારનો શાસ્ત્રમાં નિષેધ અને એમને શય્યાતરનો આહાર લેવાનો ! આહારમાં પણ અમૂક રીતની આજ્ઞા જ્યારે એમને પડ઼સભોજન ! રહેવાનું ચિત્રશાળામાં ! નાચ-ગાન-તાનની પણ મના નહિ ! વેશ્યા સાથે એકાન્ત ! આ બધું કેમ સભવે ?
શ્રી સ્થૂલભદ્રજી આગમવ્યવહારી નહોતા, પણ એમના ગુરૂદેવ આગમવ્યવહારી હતા. એમણે આજ્ઞા આપી એનું કારણ ? આજે એનું અનુકરણ કોઇ કરે તો ? એના એજ ગુરૂએ સિહગુફાવાસી મુનિને ના પાડીને ? સિંહની ગુફામાં ચાતુર્માસ રહીને સંયમની સાધના કરનારને પણ ના કેમ ? ગુરૂ યોગ્યતા જોઇ શકતા હતા. પરિણામને જાણી શક્તા હતા. જ્ઞાનના બળે એ પરમષિમાં અતિશય પ્રગટેલો. આવા વિશિષ્ટજ્ઞાનિએ આચરેલી પ્રવૃત્તિના અનુકરણ માટે ચર્ચા કરીએ તો ?
આ ઓછું કર્યું છે ? પણ એ કરનાર આગમવ્યવહારી હતા એમ આવે, એટલે ચૂપ થઇ જ્વે
Page 169 of 234