________________
પણ આબાલગોપાલ સમજી શકે એમ નહિ. એ માટે, ખરી વાત એ છે કે-આપણે જ આપણા આત્માના પરીક્ષક બનવું જોઇએ. માત્ર ટીકાથી દોષ ન જાય : સામામાં યોગ્યતા પણ જોઇએ. આત્મામાં ઉચિત વિવેક આવ્યા વિના, છતી સામગ્રીએ પણ, પોતે પોતાના દોષોને પરખી શકે નહિ. દોષોની ખોજ થતી રહે તો :
આજે આત્મનિરીક્ષણ લગભગ નષ્ટ થવા પામ્યું છે, એમ જ્હીએ તો ચાલે. શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ધર્મને માને, મોક્ષમાર્ગને માને, આત્માને માને, પરલોકને માને, પુણ્યપાપને માને અને તે છતાં પોતાની આત્મદશા કદિ જૂએ નહિ, જોવાનો વિચાર કરે નહિ, એ ઓછા દુઃખની વાત છે? રોજ નિયમિત દોષોની ખોજ થયા કરે તો દોષો બેસી રહે ?
સભા. જાય.
કારમાં રોગ ઉપર પણ આયુષ્યાદિ હોય તો, ઔષધ કામ કરે છે તો આ રીતિએ દોષ તપાસી દોષ કાઢવા ધર્મ થાય, એ કામ ન કરે? કેટલાકોને તો અમારામાં આ દોષો છે એનું ભાન પણ નથી. અમૂને દોષ કહેવાય એનોય ખ્યાલ કેટલાને નથી. આ દોષોનો આ પૂર્વે ખ્યાલ કેટલાને હતો ? વ્યવહારમાં તો ઝટ ખ્યાલ આવે છેને? હવે દોષો જાણ્યા પછી દોષ રાખવાના કે મૂકવાના? દોષો જાણવા માટે જ છે કે જાણીને મૂકવા માટે છે ? જો એ દોષો મૂક્યા હશે તો આપણામાં એ કેટલા પ્રમાણમાં છે એ જોવું પડશે ને ? એ દોષો કયી રીતિએ કાઢવા, એનો વિચાર પણ કરવો પડશેને ? દોષ અને દરિદ્રતા કર્મજન્ય છતાં તે ટાળવા પ્રયત્ન અને દોષો કર્મજન્ય માની બેસી રહેવું ?
સભા. દોષો તો કર્મથી હોય ને ?
દોષો કર્મથી છે એમ માની અગર જ્હી બેસી રહેવાનું ન હોય. દોષ કાઢવાને માટે પ્રયત્ન કરવાનો હોય. જોઇ લીધું કે-દુશ્મને મારવાનો પાસો ફેંક્યો છે, તો બચવાની કાળજી રાખવી. દોષ ઘટે અને ગુણ વધે, એમ કરતાં દોષ સર્વથા જાય અને ગુણમય દશા પ્રાપ્ત થાય એટલે બેડો પાર. દોષ, એ કર્મજન્ય છે જ્યારે ગુણ એ ક્ષયોપશમાદિજન્ય છે. કોઇ પણગણ પહેલાં ઉપશમથી કે ક્ષયોપશમથી આવે. ક્ષયોપશમ વિના ક્ષાયિક નહિ. ક્ષાયિક સમ્યકત્વ પામવા પહેલાં આત્મા ક્ષાયોપથમિક સમ્યકત્વ પામેલો જ હોય. એ વિના સીધું સાયિક સમ્યકત્વ આવે જ નહિ. ક્ષાયિક ગુણ પામવાને માટે સાધન ક્ષયોપશમ છે. દોષો ટળે ત્યારે ગુણ આવે ને ? માટે દોષોને સર્વથા ટાળવા માટે સાધન ક્ષયોપશમ. દુનિયાની શુભાશુભ બન્ને પૌગલિક સામગ્રી નુકશાનકારી છે, માટે ગુણસાધક ક્ષયોપશમ આદિની જરૂર છે. દોષ કર્મન્ય છે, એમ માની અટકતા નહિ : કારણ કે-ટાળવાના ઉપાય છે. રોગ આવે ત્યારે શું કરો છો ? વૈદ્યને ત્યાં જાવ છોને ? દરિદ્રતા ટાળવા મહેનત કરો છો કે નહિ? ત્યાં કર્મ સમજી બેસી રહેતા નથી ને ? દુનિયાના રોગ અને આત્માના દોષ, એ બેય કર્મન્ય છે : છતાં રોગ અને દરિદ્રતા ફેડવાનો પ્રયત્ન ચાલુ, ઉધો કે છત્તો પણ ચાલુ અને દોષ ટાળવાનો વિચાર પણ જોઇએ તેવો નહિ ! કર્મન્યતા તો ત્યાં સમજવાની જરૂર ખાસ છે. સમભાવે અશુભ કે શુભ વેદતાં શીખાય તો મહાલાભ થાય. ઉદય નિર્જરા માટે બને. બીજા પણ અનેક કર્મ નિજરે. જો સમભાવ ગુમાવે તો ઉદયમાં આવેલું જાય પણ બીજાં નવાં ઘણાં બંધાય. એ માટે આત્મનિરીક્ષણ કરતા થવાની જરૂર છે. વિધિની અપેક્ષા :
સકતને મલિન કરનારા તેર દોષોમાં સાતમો દોષ અવિધિ છે જે ધર્મને આચરવો છે, તે ધર્મના
Page 164 of 234