SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિને જાણવાની કાળજી ન કરવી, એ ધર્મના વિધિનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નહિ, ધર્મમાં થતો અવિધિ ખટકે નહિ, ધર્મના વિધિ પ્રત્યે બીલકુલ બહુમાન નહિ, એ ધર્મને માટેની લાયકાત છે ? ધર્મવિધિ મુજબ કરવાની વૃત્તિ જોઇએ. દુનિયામાં પણ ક્યી વસ્તુ વિધિ વિના જ થાય છે અને ફળવી જોઇએ તેટલી ફળે છે ? દાળ, ભાત, રોટલી, શાક કરવાને માટે પણ વિધિ જોઇએ કે નહિ ? વગર પાણીએ અનાજ ઓરી દે તો ? બળે. એજ રીતે બીજો અવિધિ થાય તો દુણાય, ખાવા લાયક ન રહે, ભાન બગડે અને મહેનત માથે પડે. ભાનમાં રીતસર ઓરવાને બદલે ચૂલામાં ઓરે તો ? ક્યાં નખાય, કેમ નખાય, કેમ ઉપાડી લેવાય, ક્યારે ઉપાડી લેવાય, એમાંય વિધિ. રોટલી કરવાને માટે ઘઉં પાણીમાં ઓરાય ? દુનિયામાં પણ દરેક વસ્તુ વિધિની અપેક્ષા રાખે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-ધર્મક્રિયા પણ વિધિ મુજબ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ મોટો ભાગ એવો છે કે-એ જેટલી જેટલી ક્રિયાઓ કરે છે, તે બધી જ ક્રિયાઓના વિધિનો યથાસ્થિત ખ્યાલ પણ નથી. ઘણા કહે છે કે-કરીએ છીએ પણ વિધિની ખબર નથી. આજે ઘણાઓને વસ્તુત: ધર્મ કરવો નથી અને ધર્મ કર્યો એમ માનવું છે. વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના અવિધિ સેવાય તો : અવિધિ એટલે ? અહીં ફરમાવે છે કે- ‘વિધિશ્વ શાસ્ત્રોમર્યાવા પ્રવર્તન, તદ્દમાવોઽવિધિ: ।' શાસ્ત્ર કહેલી મર્યાદા મુજબ પ્રવર્તન કરવું એ વિધિ અને એનો અભાવ એ અવિધિ. શાસ્ત્ર કરવા લાયક ક્રિયાને જે રીતિએ કરવાની હી તે મુજ્બ નહિ કરતાં, ફાવતી રીતિએ, ગમે તેમ કરવી, એ અવિધિ છે, વસ્તુનો ખ્યાલ હોવા છતાં પણ,વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના જ અવિધિ સેવાય, તો એ માર્યા વિના રહે નહિ. અવિધિ થઇ જાય એ વાત જૂદી છે અને અવિધિ કરવી એ વાત જૂદી છે. વિધિ જાણવા છતાં વિધિની ઉપેક્ષા કરે, કોઇ વિધિ બતાવે તો ક્લેશે - ‘બહુ સારૂં, આમ પણ થાય' અને અવિધિનું એમ સ્થાપન કરે, તો માર્યો જા. અવિધિ જાણ્યા પછી પણ એમાં રસ રહે, વિધિ મુજબ કરવાની વૃત્તિ જન્મે નહિ, અવિધિ ડંખે નહિ, તો સારી પણ ક્રિયા મારે. શાસ્ત્રના પ્રણેતાઓને દુનિયાને ધર્મી બનાવવાની ઘણી કાળજી હતી. આના અવિધિપંથિઓની એ પુણ્યપુરૂષો કરતાં ઉપકારબુદ્ધિ વધી હશે, માટે વિધિના બહુમાન વિનાના અવિધિને પોષતા હશે કેમ ? જેઓ શાસ્ત્રકાર પરમષિઓએ કરેલા નિષેધને ન માનતાં, મનસ્વિપણે શાસ્રના નામે વાતો કે છે, તેઓ શાસ્ત્રનો દ્રોહ કરનારા છે. ચીજ સારી પણ : આજે અવિધિના શાસ્રમર્યાદા મુજબ થતા ખંડનથી પણ ઘણાઓ મુંઝાય છે. ઘણાના હૈયામાં એ વાત ઘર કરી ગઇ છે કે-ગાડું ઘેલું પણ સારૂં કરવામાં વાંધો શો ? વાત એ છે કે-વિધિ થોડો થાય, અવિધિ ઘણો થાય. એના કરતાં વિધિનું બહુમાન નહિ અને અવિધિનો ત્રાસ નહિ, અ બહુ ભયંકર છે. સારી પણ ચીજ યોગ્યતા વિના ખવાય તો નુકશાન થાય. ઘેર લગ્ન હોય, મિષ્ટાન્ન કર્યું હોય, એ વખતે છોકરાને પેટમાં શુળ ઉપડ્યું હોય તો ? બીજાને આગ્રહથી પીરસો, જાતેય ખાવ, પણ છોકરો માગે તો ? એ ન ખાઇ શકે એ માટે તમને કદાચ રડવું આવે, પણ આપો ખરા ? સભા. નાજી. શાથી ? ચીજ ખરાબ હતી ? સભા. હોજરી જોવી પડે. Page 165 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy