________________
સૌ કોઇ શક્ય રીતિએ આરાધના કરી શકે. એનાથી ઘરની પણ કેટલીય ઉપાધિ ટળે. કારણ ? બજાર છે, લાખ મળેય ખરા અને જાય પણ ખરા. કુટુંબ ધર્મને નહિ પામેલું હોય, તો જ્યારે ફાવશો ત્યારે તો માન આપશે, પણ બજારમાં મૂકીને આવ્યા હશો અને તમે ચીડાશો તો એ સામે ચીડાશે. કુટુંબ ધર્મ પામ્યું હશે, તો એવા વખતે તમે ચિન્તામાં હશો તો તમને આશ્વાસન આપશે. ધર્મહીન કુટુંબમાં બજારમાં ન ફાવ્યા તો ઘરે ફીટકાર મળશે. ધર્મના સંસ્કાર જો મળ્યા હશે, તો તમારે અને કુટુંબન દુર્ધ્યાન નહિ કરવું પડે, દુર્ધ્યાનથી બચાશે. ધર્મ પામેલ બાઇ હશે તો દુ:ખના અવસરે દાગીના તમારા હાથમાં મૂકશે નહિ તો ડબ્બા ઉપર પોતાની છાપ મારશે. આ સંસ્કાર હશે તો મળશે તો દૂધ પીશે, દૂધ નહિ મળે તો છાશ પીશે, પણ બહાર વાત નહિ કરે. નહિ તો શે-શું કામ પરણ્યા ? શાથી ? સંસ્કાર ગયા. દુર્ધ્યાનથી બચવું હોય, ઉપાધિથી બચવું હોય, તો શ્રી વીતરાગના ધર્મની વાસનાથી હૃદયને અને ઘરને સુવાસિત કરો. એમાં ધ્યેય સંસારસુખનું ના રાખતા. સંસારસુખ, એ તો પ્રાસંગિક ફળ છે. ધર્મની બુદ્ધિએ જો બધાં નિયમિત શ્રવણ કરતાં થશે, તો લાગશે કે- ઘરમાં પણ આત્માને થોડી શાન્તિ મળે તેમ છે ! રોજ નિયમિત સંભળાય અને રોજ ભેગા મળી ‘શું સાંભળ્યું ?' ની ચર્ચા થાય, તો અશુભના ઉદયે કદાચ પાયમાલીનો ટાઇમ આવેતોય શાન્તિ ટકે. ઘર ન છૂટતું હોય તો ઘરમાં પણ અમીરીથી જીવી યથાશક્ય ધર્મની આરાધના કરવાનો આ રસ્તો છે. એ કુટુંબ અવસરે લુખ્ખા રોટલા મળે તો લુખ્ખા રોટલા પણ પ્રેમથી ખાય ! ‘તમને ક્યાંથી પરણ્યાં કે-ખાવાને ઘી પણ નહિ !' -એમ એ નહિ બોલે. ધર્મી કુટુંબ તો બોલે કે- ‘સબ પુદ્ગલકી બાજી.' એ ક્યારે બને ? ધર્મના સંસ્કાર હોય તો ! પુદ્ગલની બાજીને આધીન ન થવું, એ ધર્મના સંસ્કાર મળ્યા વિના શક્ય નથી. શ્રી જિનવાણીનું નિયમિત શ્રવણ, એ સંસ્કારને આપનારૂં છે. આ ભવમાં શાન્તિ આપે, પરલોક્ને સુધારે અને છેવટ મોક્ષે પણ લઇ જાય, એવી આની તાકાત છે. આ તો સમ્યદ્રષ્ટિની કરણી છે, છતાં એ તરફ પણ ઉપેક્ષાનો પાર નથી, એ શું ? જૈન કુળ પુણ્યશાલી પામે એ શાથી ?
અમક જીવો તમારા ઘરમાં જન્મ્યા, તમારા કુળમાં આવ્યા, એનું એમને ફળ શું ? દેવતાઓ પણ જૈન કુળોને ઇચ્છે છે. કારણ ? પાસેના તીર્થંચ જીવો પણ ધર્મ પામી જાય, એવાં એ ઘર હોય. આ કુળને પામેલાને નવતત્વ એમ ને એમ આવડે, એવા સંસ્કાર આ કુળોના હોય. એ સંસ્કારના યોગે દેવતાઆ આ કુળોની ઇચ્છા કરે છે. શસ્ત્ર કહે છે કે-જે પુણ્યશાલી હોય તે આ કુળને પામે ! શાથી ? સામાન્ય રીતિએ હરેક કાળમાં અને હરેક સંયોગમાં ધર્મ આરાધવાને મળે ! જૈન કહેવડાવો છો પણ જૈન તરીકે જીવવાની લાલસા નથી. જેઓમાં એ લાલસા છે, તે પુણ્યશાલી છે. એમની વાત નથી. જેમનામાં એ લાલસા નથી તેની આ વાત છે. જૈનત્વ કેળવવાને માટે બહુ પ્રયત્ન કરવા પડશે. ધર્મ વિના ધર્મી કહેવડાવવાની લાલસા ન હોવી જોઇએ. ધર્મ વિના દોષ ઢાંક્વા માટે ધર્મી હેવડાવવું, એ પણ અપેક્ષાએ દંભ છે. જેનામાં એ હોય તેણે એ તત્ત્વો જોઇએ.
આપણે આપણા પરીક્ષક બનવું :
સુકૃતને મલિન કરનારા તેર દોષો પૈકી કેટલાક દોષો એવા પણ છે, કે જે સામાન્ય રીતિએ બીજાની નજરે ન ચડે. કેટલાક દોષો બીજાની આંખે ન પણપડે એ બને. આ તો આપણે આપણી જાતના પરીક્ષક બનવું જોઇએ. આપણે આપણી જાતના પરીક્ષક ન બનીએ, તો એ દોષોની વાસ્તવિક ખોડ જ્ઞાની સિવાય કોણ કાઢી શકે ? સામો વિચક્ષણ હોય અને એથી અમૂક અંશે સમજી જાય એ બને, દુર્ગુણોને ઢાંક્વાનો દંભથી પ્રયત્ન કરવામાં આવે છતાં સામો વિચક્ષણ સામાન્ય રીતિએ સમજી જાય,
Page 163 of 234