________________
આજે મોટે ભાગે યોગ્યતા નથી અને જ્યાં પોતાનો દોષ ઉપકારી હે તોય સાંભળવાની યોગ્યતા ન હોય, ત્યાં ઉપકારિની પાસે જઇને પોતાના દોષને બૂલ કરવાની યોગ્યતા ક્યાંથી હોય ? આ બધી યોગ્યતાઓ કેળવવાની જરૂર છે. આજે પારકાના દોષને રસથી સંભળાય છે, તેને બદલે પોતાના દોષને રસથી સાંભળવાની ટેવ પાડવી જોઇએ. પારકાની ધૃણા કરવાને બદલે પોતાની ધૃણા કરો. ઉપકારિની પાસેથી દોષોને જાણવાની અને સાંભળવાની આશા રાખો. પોતાની જાતને લાગે એવો ઉપદેશ આવે ત્યારે ખૂશ થાઓ. એ વૃત્તિ આવશે તો આત્માને સુધરતાં વાર નહિ લાગે. ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બનો રહે એ માટે
દોષોથી દૂર રહેવાનો પ્રયત્ન :
અહીં સુકૃતને મલિન કરનારા દોષોનું વર્ણન ચાલુ છે. દોષ, એ એવી વસ્તુ છે કે-કાં તો સુકૃતને થવા ન દે. ભાવના થાય કે-કરૂં, પણ દોષના યોગે કરવાને માટે જોઇતી ઉજ્જ્ઞાલતા આવે નહિ. ત્યારે દોષ કાં તો સુકૃતને થવા ન દ અને કાં તો સુકૃતની ક્રિયા ચાલુ હોય તે વખતે એને મલિન બનાવી દે અગર તો ક્રિયા થયા પછી પણ એને દૂષિત કરે. જે દોષ કાં તો ઉત્તમ પ્રવૃત્તિને આચરવા ન દે. આચરવા માંડી હોય ને બગાડે અને કાં તો પછી પણ દૂષિત કરે, એવા દોષથી ધર્મના અથિએ ખૂબ ખૂબ સાવધ રહેવું જાઇએ. આ દોષોનું વર્ણન સાંભળીને પણબીજાના અનિષ્ટ બુદ્ધિથી દોષો જોવાને પ્રેરાતા નહિ, પણ પોતાનામાં એ દોષો કેટલા પ્રમાણમાં છે તે જોજો. દોષો સાંભળીને પોતાના આત્માનું નિરીક્ષણ કરવું જોઇએ. મને કયો દોષ અને તે ક્યાં તથા કેટલો મુંઝવી રહ્યો છે, એ જોવું જોઇએ. એ જોયા પછી એ દોષને કાઢવાનો પ્રયત્ન કરવો જોઇએ : કારણ કે-પોતાનું સુકૃત દૂષિત થાય, એ વાસ્તવિક રીતિએ કોઇ પણ આત્માને પસંદ હોય નહિ. શાસ્ત્રકાર પરમષિઓએ આ દોષો દર્શાવવા દ્વારા એજ સૂચવ્યું છે કે-જેઓ પોતાના સુકૃતને દૂષિત બનાવવાને ન ઇચ્છતા હોય, તેઆએ આ દોષોથી પર બનવું જોઇએ. ધર્મની જરૂર છે, તો ધર્મક્રિયાને દૂષિત કરનારા દોષોથી પણ બચવું જોઇએ ને ? ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બની રહે, એ માટે દોષોને ટાળવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે અને માટે જ અહીં સુકૃતને મલિન કરનારા દોષોને લગતી વસ્તુ લેવામાં આવી છે. સુકૃતને મલિન કરનારા તેર દોષો ક્યા ક્યા ? યાદ નથી. આવા ઠોઠ નિશાળીયા ક્યા ક્લાસમાં હોય ? દુનિયામાં કોઇ આવો ક્લાસ છે ? માસ્તર વર્ગમાં પહેલા આવે અને વિદ્યાર્થી પછી આવે. માસ્તર યાદ રાખે પણ વિદ્યાર્થીને યાદ રાખવાનું નહિ, માસ્તરે નિયમિત રહેવાનું પણ વિદ્યાર્થીને ગમે ત્યારે આવવા-જવાની છૂટ, આવો ક્લાસ તો દુનિયામાં આ એક જ છે ને ? એનું કારણ ? લાગે છે કે-જરૂર કાળજી નથી ! ગરજ હોય તો વસ્તુને યાદ રાખવાની મહેનત હોય, યાદ ન રહે તો દુ:ખ હોય, જ્યારે અહીં યાદ રાખવાની ચિન્તા નહિ અને યાદ ન રહે એનું દુ:ખેય નહિ. આ દશા હોવાથી, શ્રવણની જે અસર થવી જોઇએ તે થતી નથી. આવી દશાના યોગે શ્રવણથી જે પરિણામ આવવું જોઇએ તે આવતું નથી. આવી દશાના યોગે જ્વા લાયક દોષ જ્તા નથી, આવવા લાયક ગુણ આવતા નથી, ગુણ વધવાને બદલે ઘટે છે અને દોષ ઘટવાને બદલે વધે છે. જેણે પોતાના શ્રવણને વાસ્તવિક રીતિએ સફળ બનાવવું હોય તેણે કાળજીવાળા બનવું જોઇએ અને નિયમિતતા તથા યાદ રાખવાની વૃત્તિ કેળવવી જોઇએ.
શ્રી જિનવાણીના શ્રવણથી થતા લાભ-અહીં શાન્તિ,
પરલોક સુધરે અને મોક્ષ મળે :
શ્રી જિનવાણીને જો આખું કુટુંબ સાંભળે તો તેમને જૈનકુળ મળ્યું તે સાર્થક થાય. મોક્ષમાર્ગની
Page 162 of 234