________________
આખું કુંટુંબ શ્રી જિનવાણીનું શ્રવણ કર્યા વિના રહે નહિ એવી યોજના કરવી જોઇએ. બચ્ચાં રોજ નિયમિત સાંભળે તો તો એમના ઉપર પ્રાય: સુન્દર છાયા પડ્યા વિના રહે નહિ.
સ. તો તો ભારે પડે ને ?
ત્યારે જ્હો કે-ધર્મ કરવો છે પણ સંસારને લીલોછમ રાખવો છે ! દેહરે જવું છે, ઉપાશ્રયે જવું છે, પણ ઘરને ભૂલવું નથી ! નીતિની વાત કરવી છે પણ લાભ ચુક્યો નથી; પછી ભલેને નીતિને નેવે મૂક્વી પડે ! આજ તો એવા પણ છે, કે જે બચ્ચાંને શિખામણ દે છે કે-જમવા જઇએ તો માલ ઉપર હાથ મારીએ ! એવું કહ્યું કે-ખાવાનું સારું હોય તો પણ એમાં લપાઇએ નહિ ? આજ તો શીખવે કે-લઇ આવજો પણ આપી આવજો નહિ: પારકું ખાજો પણ તમારું ખવડાવશો નહિ! આજે ઉત્તમ ગુણો, જે ધર્મ પામ્યા પહેલાં પણ ઉત્તમ કુળમાં સ્ટેજ આવે, તે સ્થિતિ નાશ પામી : કારણ કે-મોટે ભાગે કુળ બગડ્યું ! એ ગુણોને કેળવવા હોય તો રોજ શ્રી નિવાણી કુટુંબના દરેકને સંભળાવવાનું નક્કી કરો ! રોજ એક ક્લાનું શ્રવણ પણ બાકીના ત્રેવીસ કલાકમાં પોતાની અસર કર્યા કરશે. બાકીના સમયમાં આ કલાક ધર્મને સાવ ભૂલવા નહિ દે. પાપ કરતાં પણ આત્મા ડંખવા માંડશે. જૈનના સહવાસમાં આવેલો જીંદગીભર એની ઉત્તમતાને ભૂલે નહિ, એવું જીવન બનાવવું જોઇએ. ઇતરને પણ એમ થાય કે- “શ્રી વીતરાગ પરમાત્માનો ભક્ત, નિર્ગસ્થ સાધુનો સેવક અને ધર્મનો કરનાર, ખરેખર. જ્ઞાનિઓ કહે છે તેમ ઉત્તમ જ હોય !” આવું જીવન આજે કેટલાનું ? સાધર્મિકવાત્સલ્યમાં :
આજે જે ગુણો જોઇએ તે ગુણો તે રૂપે દેખાતા નથી, એમ લાગે છે ? ગુણો નથી એનું દુ:ખેય છે? ગુણો મેળવવાનો પ્રયત્નય છે? અને અમૂક ગુણો તો જોઇએ જ. એનો ખ્યાલેય નથી એનો પશ્ચાતાપ પણ થાય છે ? ભાણે બેઠા તો આપ્યા વિના ખાવું ભાવે છે ? આ ગુણ દીન-દુ:ખી અને સાધર્મિક માટે ગયો એટલે આગળ પણ જાય. આ ગુણ પરંપરાથી ખીલે છે નવો આવવો મુશ્કેલ છે. ભલે, આપણે માટે ઓછું રહે, પણ આપણે સાધુની અને સાધમિકની ભકિત કરવી જોઇએ, એમ થાય છે ? સાધર્મિક વાત્સલ્ય હોય, તમે જમવા બેઠા હો, તમારી બધી વસ્તુઓ આવી ગઇ હોય, પાસેનાં ભાણાંને ન આવી હોય, તો તમે શું કરો ? ખાવા માંડો કે રાહ જૂઓ? આજે તો એવા કે-ઉધું જોઇ ખાવા માંડે. બહુ થાય તો ખાતો જાય અને રાડ પાડતો જાય કે- “એ અહીં આવ્યું નથી.” પેલાને બતાવે કે-તમારે નથી આવ્યું તેની મને ચિન્તા છે ! પણ પોતાના ભાણામાંથી એક ટુકડોય પાડોશીના ભાણામાં મૂકે નહિ. એ જો બૂમ ન પાડતાં પોતાની થાળીમાંની વસ્તુ મૂકી દે, તો પેલો પણ સમજ કે-બૂમ ન પડાય. ભલા આદમી, પેલાએ મોટું સાધમિક વાત્સલ્ય કર્યું તો તું આટલું તો કર ! “આટલું પણ ન થાય.” આ કેવો દુર્ગુણ છે? સામાન્ય રીતિએ તો આજુબાજુ બધે પીરસાયા વિના જમવું ન જોઇએ. પારકાના દોષો રસપૂર્વક સંભળાય છે :
આજે ઘણી ઘણી રીતિએ સ્થિતિ બગડી છે. કેટલાકો માટે મુશ્કેલી તો એ છે કે-એ સાચી ને હિતકર પણવાત સાંભળી શકતા નથી. સાચી હિતકારી ટીકાથી પણ એમને દુઃખ થાય છે. ઉપદેશ જાતને લાગે એ માટે સાંભળવાનો છે. જે દિ' પોતાની ખામી ન લાગે, જે દિ' ઉપદેશની અસર ન થાય, તે દિ' દુઃખ થવું જોઇએ. રોજ નોંધ કરી જાવ છો ક-ઉપદેશ સાંભળતાં આજે મને મારી આટલી ખામીઓ જણાઇ? આજે તો મોટે ભાગે પારકો દોષ જોવાની, સાંભળવાની અને બોલવાની કુટેવ પડી છે. પોતાનો દોષ જોવાની આજે મોટે ભાગે યોગ્યતા નથી, અરે, પોતાનો દોષ કોઇ ઉપકારી કહે તોય સાંભળવાની
Page 161 of 234