________________
જેટલો ધર્મ નહિ થાય તો હૈયામાં દુ:ખ થશે. ખોટા હોવા છતાં પણ સારા કહેવાઇએ એવી જ ઇચ્છા તે દંભ છે. ભાવના ન હોય તો પણ ધર્મ કરવાની મના નથી, પરંતુ પોતાના દોષન ઢાંક્વા માટે દંભથી ધર્મ કરવાની મના છે. દેખાવ માટેનો ધર્મ એ ધર્મ નથી પણ દંભ છે. વર્તનમાં ખામી રહેવી, એ અસંભવિત નથી. ખામી હોય, પણ દંભ નહિ જોઇએ. ગુણી તરીકે પૂજાવા માટે, ગુણી તરીકેનો સત્કાર પામવા માટે, ગુણીજનોમાં ખપવા માટે, પોતાના દોષોને ઢાંકવા અને અછતા ગુણોને કહેવા, એ ભયંકર દુર્ગુણ છે. દંભ દુસ્યજ છે એમ લાગે છે? અનુભવ કરવા માંડો તો લાગે; ઉત્તમ ક્રિયા સરળતાપૂર્વક, આડંબર વિના, સારૂં કહેવડાવવાની વૃત્તિ વિના કરવા માંડો અને તે પછી આત્માને પકડવા માંડો. દંભને કાઢ્યા વિના મોક્ષે
વાવાનું નથી, કારણ કે-દંભથી ધર્મ દૂષિત થાય છે. વિનયરત્નનો દંભ :
વિનયરત્નના દંભથી આચાર્ય છેતરાયા. એવો દંભી કે- સૌ કરતાં વધુ વિનયી લાગે. બાર બાર વર્ષ સુધી સંયમની ક્રિયાઓ એવી રીતિએ કરી કે-ગુરૂને અતિ વિશ્વાસ આવ્યો એના પરિણામે, વિનયરને રાજાને હણ્યા અને એથી આચાર્યને સ્વયં મરવું પડ્યું. આ સ્થળે કહેવાશે કે-એટલો વખત સંયમમાં તો રહો ને ? નહિ જ, માટે સમજો કે-દંભ સ્વ અને પર બન્નેને હણનારો છે. આજ ઘણાઓ એવો દંભ ધર્મમાં કરે છે કે-ન પૂછો વાત. અહીં કંઇ બોલે, બહાર જઇને કંઇ બોલે. સાધુ પાસે જાય તો વન્દન કરે અને પછી બહાર ગાળ પણ દે ! આત્મકલ્યાણના અભિલાષી આત્માઓએ, એ દંભને તજવામાં રા. પણ પ્રમાદી નહિ બનવું જોઇએ. સુકૃતને દૂષિત કરનારો આ છઠ્ઠો દોષ છે. બીજાના દોષ પચાવવા :
અનન્ત ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે-ધર્મ વિનાનું જીવન, એ વાસ્તવિક જીવન નથી. જીવનની કિમંત ધર્મથી છે. જીવનમાં ધર્મની જરૂર અનિવાર્ય છે. હવે જ્યારે જીવનમાં ધર્મ એ જરૂરી વસ્તુ છે, એના વિના ચાલે તેમ છે નહિ, ધર્મ વિનાના જીવનની કિમંત નથી, તો ધર્મ જીવનમાં આવે ક્યારે? આત્મામાં અમુક પ્રકારની દશા પ્રગટે તો ! વાસ્તવિક રીતિએ ધર્મ જીવનમાં આવે, એ માટે આત્મામાં અમુક પ્રકારની લાયકાત આવવી, એ પણ આવશ્યક છે. ધર્મ, એ એવી મામુલી વસ્તુ નથી કે-એકદમ, વગર યોગ્યતાએ આવી જાય. આરોગ્ય લાવવા માટે રોગ જવો જોઇએ ને ? રોગ જાય ક્યારે ? યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય તો ! ઔષધિ પણ કામ કયારે કરે ? જરૂરી મળ નીકળ્યા બાદ ! પહેલાં મળ કાઢવાની મહેનત થાય. મળ નીકળે, પટ સાફ થાય, યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય અને એથી રોગ જાય તો આરોગ્ય પ્રાપ્ત થાય : તેમ ધર્મ એ પણ આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરાવનારૂં અનન્તજ્ઞાનિઓએ દર્શાવેલું અનુપમ કોટિનું ઔષધ છે. એ ધર્મ રૂપ ઔષધ કામ કયારે કરે? આત્માને વળગેલો અમૂક મળ દૂર થાય ત્યારે ! જ્યાં સુધી આત્મામાં મળ વધુ પ્રમાણમાં બેઠો હોય છે, ત્યાં સુધી તે આત્માને માટે ધર્મ રૂપ ઔષધિ જોઇએ તેવી કાગત બનતી નથી. ધર્મને પામવાની લાયકાત આવવી, એનો જ અર્થ એ છે કે-અમૂક પ્રકારનો મળ દૂર થવો : આથી સ્પષ્ટ છે કે-જેણે ધર્મ રૂપ ઔષધિનું સેવન કરવા દ્વારા આત્માની સ્વાભાવિક નિર્મળ દશાને પ્રાપ્ત કરવી હોય, તેણે ધર્મને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં બેદરકાર બનવું ન જોઇએ. ધર્મને પામવાની લાયકાતને અંગે, પહેલાં આપણે ઘણી બાબતો વિચારી ગયા છીએ. જેનામાં ધર્મને પામવાની લાયકાત આવી છે, તેવો આત્મા, સામાન્ય રીતિએ પોતાના દોષોને જોવાની અને જાણવાની ઉપેક્ષાવાળો ન હોય : એટલું જ નહિ પણ પોતાના દોષને યથાશય સુધારવાની વૃત્તિવાળો પણ ન હોય એમ નહિ. એવો આત્મા પારકા દોષોને ઇરાદાપૂર્વક
Page 157 of 234