________________
દંભની મૈત્રી કરીને આત્માની વિડંબના કરે છે, તેઓને એ મહાપુરૂષ મૂર્ખશિરોમણી ક્લે છે. અર્થાત્ જેઓમાં એ પ્રકારની વૃત્તિ હોય, તેઓએ પોતાના વ્રત-નિયમ-તપ આદિને સફલ બનાવવાને માટે, એ વૃત્તિને ત્યાગી દેવી જોઇએ, જેથી સ્વપર-અનિષ્ટકારકતાથી બચાય.
સ. ધીમે ધીમે વ્રતાભ્યાસથી દંભ ન જાય ?
જાય, પણ કાઢવાની વૃત્તિ તો હોવી જોઇએ ને ? બાકી તો એ મહાપુરૂષ ફરમાવે છે કે-દંભથી થતું વ્રતપાલન, એ અસતીના શીલ જેવું છે. અસતી શીલ પાળે તોય શીલની વૃદ્ધિ માટે નહિ ! અસતી શીલ ક્યારે પાળે ? સંયોગ ન હોય, દુનિયામાં ઉભા રહેવાય તેમ ન હોય, પરિવારાદિનો અટકાવ હોય, એ વિગેરે કારણ હોય તો ને ? કહે છે કે-એ શીલ તીવ્ર મૈથુનાભિલાષની વૃદ્વિનૈ માટે થાય છે. તે જ રીતિએ દંભથી દોષાચ્છાદન સ્વભાવથી, વ્રતપાલન પણ અવિરતિની વૃદ્ધિને માટે થાય છે. દંભ, એ કેટલો ભયંકર દોષ છે, એનો ખ્યાલ આવે છે ? દંભથી એટલે પોતાના દોષ ઢાંક્વાના સ્વભાવથી વ્રત પણ અવ્રતની વૃદ્ધિને માટે થાય છે એમ કહે છે !
‘દંભ આવો ભયંકર હોવા છતાં પણ, લોક કેમ દંભ કરતા હશે ?' આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ એ મહાપુરૂષ ફરમાવે છે કે- ‘દંભના આ મહિમાને જાણવા છતાં ય, એટલે માયાચારની ચેષ્ટાએ આપેલી વિડમ્બનાને પોતાની બુદ્ધિથી જાણતા હાવા છતાં પણ, દુનિયામાં મૂર્ખશેખરોને દંભ ઉપર એવો વિશ્વાસ જામે છે કે-એ સુખ આપનારો છે.' આજે ઘણાને એમ થાય છે ને કે-દંભ રાખીશું તો ફાવીશું ? એના યોગે દોષ ઢંકાય છે અને ખોટા પણ ગુણ બહાર લવાય છે ! કેટલાક મૂર્ખ માને છે કે-આ દંભ ન આવડ્યો હોત તો બૂરી હાલત થાત ! વ્હેશે કે-એ તો કરવો પડે; એ વિના ન ચાલે. એમ કરતાં દંભ ઉપર વિશ્વાસ થઇ જાય કે-એનાથી ફવાય છે. એવાઓ પગલે પગલે અપમાનાદિથી તિરસ્કારને પામે છે.
આ પછી એ જ ‘મહાપુરૂષ' ફરમાવે છે કે-અહો, મોહનો પ્રભાવ કેવો છે ? કે-કાજળના કુચડાથી જેમ ચિત્રનું સત્યાનાશ વળે તેમ દંભથી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી ભાગવતી દીક્ષાનું મૂર્ખાઓ સત્યાનાશ કાઢી નાખે છે : માટે ધર્મમાં વિનાશના હેતુભૂત એવો ઉપદ્રવ તે દંભ છે. જેમ કમળને માટે હિમ વિનાશહેતુ છે, જેમ શરીરને માટે રાગ વિનાશહેતુ છે, જેમ વનને માટે અગ્નિ વિનાશહેતુ છે, જેમ દિવસને માટે રાત્રિ વિનાશહેતુ છે, જેમ શાસ્રને માટે જડતા વિનાશહેતુ છે અને સુખને માટે જેમ લહ વિનાશહેતુ છે, તેમ ધર્મને માટે દંભ એ વિનાશહેતુ છે.
હવે આગળ વધીને એ મહાપુરૂષ ફરમાવે છે કે-માનો કે-સંયમ લીધું. એ પછીથી પાંચ મહાવ્રત રૂપ મૂલગુણો અને એ મૂલગુણોની વૃદ્ઘિન કરનારા પિšવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો, એ ગુણોનું પાલન કરવાને જે સમર્થ ન હોય તેણે શુદ્ધ શ્રાવક બનવું એ યોગ્ય છે, પરન્તુ પોતાના દોષો દંભથી આચ્છાદિત કરી રહેવું તે યુક્ત નથી : કારણ કે-દંભથી ધર્મ નથી થતો, એવો શાસ્રનો સિદ્ધાન્ત છે.
ગુણ લીધા, પછી નથી પળતા, નથી સચવાતા ને બહાર કહેવાય નહિ, એ માટે દોષ ચાલુ રાખવા ? અશકિતના યોગે ઉત્તરગુણના પાલનમાં ન્યૂનતા આવે એ વાત જૂદી છે, પણ નહિ પાળવા છતાં પાળીએ છીએ-એવો દંભ ન જોઇએ. સાધુ અને શ્રાવક સિવાયનો પણ એક માર્ગ છે. ક્યો ? સંવિજ્ઞ પાક્ષિક્નો. એ વિષે ક્યે છે કે-સાધુપણું મળે નહિ અને શાસનમાં દ્રઢ રાગ હોય તેમ મુનિવેષ તરફ બહુ ભક્તિ હોય એથી પ્રખ્યાતિથી શાસનાપભ્રાજ્ઞાની ભીતિથી મુનિવેષને છોડવાને જે અશકત હોય, તે મુનિ શું કરે ? વિશિષ્ટ સંયમી સાધુનો સેવક બની રહે. સંવિજ્ઞપાક્ષિક બને. જે લજ્જાથી કે શાસનની અપભ્રાજ્ઞાની ભીતિથી મુનિવેષના ત્યાગ કરવાને સમર્થ ન હોય, તેણે સાધુઓને સ્વસ્વરૂપના નિવેદનપૂર્વક
Page 155 of 234