________________
દંભ એવો ભયંકર દોષ કે-આત્માની એકેય
વસ્તુને સુધરવા ન દે :
હવે સુકૃતને મલિન કરનારો છઠ્ઠો દોષ. આ બહુ જ ભયંકર છે. વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજ કહે છે કે-દંભ, એ બહુ જ ખરાબ હોય છે. આત્માને ઘણું ઘણું નુકશાન કરનારો એ દોષ છે. એ દોષ આત્માની એક પણ વસ્તુને સુધરવા દેતો નથી. વાચક્શેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાએ દંભના દોષ સંબંધમાં જે કહ્યું છે, તે પણ તમને ક્હી દઉં. તે ઉપકારી ફરમાવે છે કે-દંભ, એ મહા અનર્થને કરનારો છે. દંભ, એ મુક્તિ રૂપ વેલડી, કે જે સર્વ સુખને આપનારી છે, તેને બાળવામાં અગ્નિ સમાન છે. દભ, એ ધર્મક્રિયા રૂપ ચંદ્રને મલિન કરનારા રાહુ જેવો છે. દંભ, એ સર્વજ્નોને જે દુર્ભાગ્ય ગમતું નથી તેના કારણ રૂપ છે. દંભી સર્વના અનિષ્ટનું કારણ બને છે. દંભ, એ આત્મિક સુખની આડે આવનાર અર્ગલા રૂપ છે. દંભ, એ જ્ઞાન રૂપ પહાડને ભેદનાર વજ્ર રૂપ છે. ભણીને ઘણી વિદ્વત્તા મેળવી હોય, પણ જો દંભ રૂપ હોય, તો એ દોષ એને ભેદનાર વજ્ર સમાન છે. દંભ, એ કામ રૂપ જે અગ્નિ-તેમાં હોમવાની વસ્તુ જેવો છે. દંભ. એ સર્વ કષ્ટોની ઉત્પત્તિનું કારણ હોવાથી, કષ્ટોના મિત્ર રૂપ છે. તેમજ દંભ, એ મહાવ્રત આદિ જે વ્રતો-તે રૂપ લક્ષ્મીને ચોરી લેનારો છે.
આ પ્રમાણે દંભનો મહિમા ગાયા બાદ, દંભનુ સ્વરૂપ દર્શાવ્યા બાદ, એ જ વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે-દંભથી વ્રત લઇને, જે મુક્તિને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તે અન્ન છે. દંભથી વ્રત લઇને મુક્તિની ઇચ્છા રાખવી, એ લોઢાની નૌકામાં બેસીને સમુદ્રના પેલા કાંઠે જ્વાની ઇચ્છા રાખવા જેવું છે. અર્થાત્-એ શક્ય નથી.
જ્યાં સુધી મહીં દંભ બેઠો છે, ત્યાં સુધી વ્રત-તપ-જપ વિગેરે મિંત વિનાનાં છે. હે છે કે-હૃદય રૂપ ઘરમાંથી જેણે દંભને કાઢ્યો નથી, તેના તે વ્રતથી તેને ક્યો ગુણ મળવાનો ? કોઇ જ નહિ. અથવા એવા તપથી પણ શું મળે ? કાંઇ જ નહિ. એ સમજાવવા માટે દ્રષ્ટાન્ત આપે છે. જેમની આંખોનું આંધળાપણું નથી ગયું, જે આંધળા છે, તેમને માટે દીવાઓ કે દર્પણ શા કામનાં ? જેમ આંધળાઓને માટે દીવા અને દર્પણ નકામાં છે. તેમ જો દંભથી થાય તો વ્રત-નિયમ-તપ નકામાં છે.
દંભ કોને કહેવાય ? પોતાના દોષને છૂપાવવા માટે હૈયે કંઇ અને હાઠે કંઇ, મહીં કંઇ અને દેખાવ કંઇ, એ દંભ છે. લોચ કરે, ભૂશયન કરે, નવ પ્રકારે વિશુદ્ધ આહાર ગ્રહણ કરે, બ્રહ્મચર્ય પાળે, નિષ્પરિગ્રહતા રાખે, અને પરિષહ-ઉપસર્ગ આદિ સહે, એટલી બધી કષ્ટક્રિયા કરે, છતાં એક દંભ હોય તો વાંધો શો ? હે છે કે-એ બધા મોક્ષસાધક ધર્મો દંભના યોગે દૂષિત થાય છે, નિષ્ફલ બને છે. એ ક્રિયાનું ફલ મળતું નથી.
આ પછી, વાચશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે- દંભ, એ દુસ્ત્યજ છે. રસાસક્તિ તત્ત્વી એ સહેલું છે, દેવભૂષણ છોડવું એ સહેલું છે, કામભોગ તજ્વા એ સહેલું છે, પણ દંભસેવન એ દુસ્ત્યજ છે. દંભસેવનનો ત્યાગ કરવો એ બહુ મુશ્કેલ છે.
હવે કહે છે કે- તુચ્છ બુદ્ધિના આત્માઓ શું ધારીને દંભ કરતા
હશે ? એનો ખૂલાસો કરતાં એ જ પરમર્ષિ ફરમાવે છે કે એવા લોક્નો એવો સ્વભાવ હોય છે કે-પોતાના દોષ ઢાંક્વા પોતાના દોષોનો અપલાપ કરવો-દોષોને છૂપાવવા. તેઓ ધારે છે કે-જો મારી ગુણી તરીકેની ખ્યાતિ થાય તો હું પૂજાઉં ! કારણ કે-પૂજા ગુણવાનની જ થાય. પૂજા સત્કાર પ્રતિષ્ઠા માટે મૂર્ખશિરોમણિઓ આત્માની કદર્શના કરે છે. મારી પૂજા થાય, મારો સત્કાર થાય, હું મહાપુરૂષોમાં ગણાઉં, એવો ગ્રહ વળગવાના યોગે જેઓ
Page 154 of 234