________________
ઉગ્રતાને અવિહિત કોટિમાં નથી મૂકી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીથી, સમુદાયને કેવલજ્ઞાની પોતાની સત્તામાં ન રાખે. ભગવાન અનેક આત્માઓને દીક્ષા આપે, પણ સ્થવિરને સોંપે કારણ ? આ તો વીતરાગ. અંદર કંઇકેય હોય તો જરૂરી પણ ઉગ્રતા આવે ને ? સમુદાયના હિતને માટે શિક્ષાય જરૂરી નથી એમ નહિ. સ્થવિરોને સોંપવામાં સાધુઓનું હિત જળવાય, એ હેતુ છે. વિહિત કોટિની ક્રિયામાં ગણાતો પ્રશસ્ત ક્રોધ ખમવાની જેનામાં તાકાત નથી, તે ધર્મ આરાધવાને લાયક નથી. જે ક્રોધ આત્મભાન ભૂલવે, શું બોલાય ને શું નહિ-એનો ખ્યાલ ન ટકવા દે, નહિ બોલવા લાયક બોલાવે, નહિ કરવા લાયક કરાવે, એ ક્રોધથી દૂર રહેવું જોઇએ. બાકી જે ક્રોધ સાબુની જેમ કર્મમળ દૂર કરવાના સાધન રૂપ છે, એને માટે આ વાત નથી. અપ્રશસ્ત ક્રોધ સકતને મલિન કરનારો છે, માટે એને ચોથા દોષ તરીકે જણાવાયો. અનુતાપ :
પાંચમો દોષ અનુતાપ. કોઇ પણ સારી ધર્મક્રિયા કર્યા પછીથી પશ્ચાતાપ કરવો કે-અધિક કરી નાખ્યું, અગર તો ખોટી ઉતાવળ થઇ ગઇ એમ થાય, એ પણ સુકૃતને મલિન કરનારો દોષ છે. નિયમ કરતાં શું કરી દીષો પણ પાછળથી જો એમ થાય કે- “આ સાલમાં બહુ ઝંપલાઇ ગયા. -તો એ નુકશાનકારક છે. કોઇ સાલમાં ધર્મમાર્ગે ધાર્યા કરતાં વધુ ખર્ચાઈ જાય, તો એમ થાય કે- ‘આ ઠીક ન થયું' –એ દોષસૂચક છે. અનુતાપ, એ પણ ભંડો દોષ છે. કેવોક ભંડો ? કરેલી બધી ઉત્તમ પણ ક્રિયાને કદાચ નિષ્ફલ કરનારો. જે ક્રિયા કર્યા પછીથી અનુમોદના થવી જોઇએ, એને બદલે પશ્ચાત્તાપ થાય, તો આત્માની નિર્મળતા નાશ પામે કે બીજું કાંઇ થાય ? ધર્મક્રિયા કર્યા પછીથી- “અધિક કરી તે ઠીક ન થયું” -એવો વિચાર કરવો તે લાભકારી નથી, પણ લાભને બદલે નુકશાન કરનાર છે. મુનિ આવ્યા, ભાવના વધી, વસ્તુ આપી દીધી, પછી એમ થાય કે- “ઓછી આપી હોત તો ઠીક થાત' -એ દોષ રૂપ છે. કોઇ ટીપ આવે, ભાવનાનો ઝરો ખૂલી જાય, ભાવનાનો વેગ વધી જાય, ઉલ્લાસમાં દેવાઇ જાય, પણ ઘેર ગયા પછીથી એમ થાય કે- “વઘારે મંડાઇ ગયા, આજે ન હોત તો ઠીક થાત' -એ વિચાર આવે, તો સમજવું કે-અનુતાપ નામનો દોષ સુકૃતને મલિન બનાવી રહ્યો છે. પણ આજે ભાવનાનો વેગ કેટલાને અને જ્યારે આવે છે ? પૂર્વકાળમાં એવાં દ્રષ્ટાન્તો ઘણાં. વાત વાતમાં, મુનિની ધર્મદેશના સાંભળી અને સેંકડો ધર્મના માર્ગે ચઢી ગયા. શ્રી આષાઢાભૂતિએ નાટક ભજવ્યું, તેમની સાથે પાંચસો રાજકુમારો પણ નીકળી પડયા. એ નાટકના યોગે સેંકડો સાધુઓ બની ગયા. પરિણામે કેટલાક લોકોએ એ નાટકને સળગાવી મૂકયું. આ કાળમાં જ માત્ર ધર્મ સામે વિરોધ છે એમ નહિ, પૂર્વકાળમાં પણ હતો. મૂળ વાત એ છે કે-એવો ઉમળકોય આવે છે? પશ્ચાતાપનો દોષ ઓછો શાથી? એવું થતું હોય તો પશ્ચાતાપ થાય ને ? આજે મોટે ભાગે એ દોષને મુખ્યત્વે ઉત્પન્ન કરનારી ક્રિયા નથી. ભાઇ નાચવા તૈયાર હોય પણ પગ જોઇએ ને ? પગ
ો ધુધરા જોઇએ ને ? વ્યવહારમાં ઉલ્લાસ આવે, બેના પાંચ થાય, પણ અહીં એવા ગંભીર કે-બેના સવા બે થાય નહિ ! બહુ આગ્રહ કરે તો કહે-ઉપર જૂઓ, એના વીસ તો મારા બે ! કોઇએ કોઇ સારૂં કામ હાથ ધર્યું હોય અને એની શરમે આપવું પડે તેમ હોય, તો આજના કેટલાક એમ પણ કહે કે- “જો, જો, ફસાવતા નહિ,' શાથી? અમુકથી અધિક જવાનું નથી, એમ પહેલેથી નક્કી કર્યું છે. આવી ઘણી રીતિએ પશ્ચાત્તાપ થાય એવું રાખ્યું જ નથી ને? ધર્મક્રિયામાં તો એ દશા જોઇએ કે-યથાશક્તિ જેમ વધુ થાય તેમ સારું. ધર્મક્રિયા વધુ થાય તો આનંદ થવો જોઇએ કે- “સારું થયું કે એવો સંયોગ આવ્યો કે જેથી ઉત્તમ ક્રિયા વધુ પ્રમાણમાં થઇ !' અનુમોદનાના સ્થાને પશ્ચાત્તાપ થાય, એ તો ઘણી જ હીન દશા કહેવાય. એ પાંચમો દોષ.
Page 153 of 234