________________
રસ્તા છે. ક્યારે? પકડેલી ખોટી પણ માન્યતાને મૂકતાં માન સે એ વૃત્તિ ન હોય ત્યારે. આપણું ખોટું દેખાશે, એ ચિત્તા ન જોઇએ. ખોટું લાગે છે પણ મારું ખોટું હતું એમ કહીશ તો મને કોઇ માનશે નહિ, મારે માટે કોઇ ખરાબ વિચાર બાંધશે, એ જાતિના વિચાર ન જોઇએ. એવી માન્યતાના યોગે, ખોટું લાગવા છતાં પણ ખોટું પકડી રાખે તો પરિણામે સમ્યક્ત્વ જાય અને મિથ્યાત્વ આવે. કયું ? આભિનિવેશિક. નિલવોને થયું ને ? કમલપ્રભાચાર્ય, જેમનું નામ પાછળથી સાવદ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયું, તે શાથી ભૂલ્યા? પોતે જાણે છે કે ખોટું તો થયું, પણ જો ખોટું કર્યું તો નામના ચાલી જાય. પાટ ઉપર બેઠા છે, ત્યાં સાચું કહેવું કે નામના જાળવવી, એ વિચારોનું યુદ્ધ ચાલે છે. નામનાનું પલ્લું નમી જાય છે. શ્રી તીર્થંકર-નામકર્મનાં એકઠાં થયેલાં દળીયાં વિખરાઇ જાય છે. એમની નામના એક સમર્થ આચાર્ય તરીકેની હતી. ચૈત્યવાસિઓને એ હંફાવનારા હતા. ચૈત્યવાસિઓ એમનાથી થરથરતા. એ આવે તો પગમાં પડતા અને વિનંતિ કરતા કે-આપ અમારૂં ન બોલતા : કારણ ? ખાત્રી કે-અવસરે બોલ્યા વિના નહિ રહે. એવા પણ સમર્થ, કે જેમણે પહેલાં મોટી શાસનપ્રભાવના કરી છે, તે નામનાના પલ્લામાં નમ્યા, વિપરીત બોલ્યા તો ગબડ્યા અને અનંત સંસારમાં રૂલ્યા.
સ. ખાનગી પ્રાયશ્ચિત લે તો ?
પણ પહેલાં પોતે ઉંઘી પ્રરૂપણા કરી એથી હજારો ઉન્માર્ગે ચઢ્યા તેનું શું ? પોતે તો પ્રાયશ્ચિત લીધું, પણ એની ઉંધી પ્રરૂપણાના યોગે જે ઉન્માર્ગે ચઢ્યા તેનું શું છે ને કે-જે વાત ખોટી લાગે તે પકડવી નહિ? આજે જો આ કદાગ્રહ નીકળી જાય તો માટા ભાગના ઝઘડા નીકળી જાય. કદાગ્રહિઓ પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા સત્તરસો બાનાં લાવે. પોતાના જ કથનમાં પરસ્પર વિરોધ આવે, એટલે ઉલ્ટી રીતે કહેશે-આ તો મેં અમુક હેતુથી કહ્યું હતું અને તે ફલાણી અપેક્ષાએ કહ્યું હતું. અરે, ભલા આદમી ! ભૂલ કરી હોય તો સીધું કહી દેને કે-પ્રમાદથી ભૂલ થઇ. ભૂલને જાણ્યા પછી, એ છૂપાવવાને માટે ખોટા હેતુઓ આપવા, ખોટી દલીલો, કરવી, સાચી વાતોને ઉંધા રૂપે કહેવી, એ ભયંકર દોષ ખરો ને ? એ બધું શાથી બને ? કદાચહથી. જે સાચી વાતોને, જ્ઞાનને પચાવી જાણે છે, તે આત્માઓ કદાગ્રહ રૂપ ભયંકર દોષોથી દૂર રહે છે. ક્રોધ :
હવે ચોથો દોષ ક્યો? ક્રોધ. સારી પણ ક્રિયા, નહિ કરવા યોગ્ય ક્રોધ કરવાથી કાળી થઇ જાય છે. કોઇ ઉત્તમ ધર્મક્રિયા જોઇને નવા આવનારને એમ થાય કે-આ આત્મા ઉત્તમ છે પણ એને અયોગ્ય ક્રોધ કરતો ભાળે તો સદ્ભાવ ઉડી જાય. જે ભૂમિકા મુજબ જરૂરી છે એની વાત જુદી છે. પ્રશસ્ત કષાય તો કષાયની જડને ઉખેડવામાં સહાયક થનારા હોય છે, પણ એ વાત અવસરે સુધારવા માટે જરૂરી શબ્દોમાં કહેવું જરૂરી રીતિથી કહેવું, એ ક્રોધમાં ન જાય. એ ક્રોધ અવશ્ય નહિ કરવો જોઇએ. કે જેમાં આત્મા ભાન ભૂલે : પોતે કયી ભૂમિકામાં વર્તે છે, એનો ખ્યાલ ન રહે : બોલતી વખતે કાયા છે અને ન બોલવાજોનું પણ બોલાઇ જાય. જ્યારે હિતબુદ્ધિના પ્રતાપે જોરથી બોલાય એ બને, પણ જે બોલાય તેનો ખ્યાલ હોય. આપણામાં જરાય દુર્ભાવ હોય નહિ, યોગ્ય રીતિએ યોગ્ય શબ્દોમાં કહ્યું હોય, છતાં સામાને ક્રોધ થાય તો એ એની નાલાયકાત છે : પરંતુ બીજાઓને નાલાયક કહેતાં પહેલાં જોયું કે-મેં તો ભૂલ નથી કરી ને ? શિક્ષા એનું નામ કે-શિક્ષા આપતાં હૈયું હાથમાં રહે અને કાયા ધજે નહિ. બીજા ક્રોધમાં તો વિકરાળતા આવે, કાયા ધુજ અને લોહી ગરમ થાય. શિક્ષામાં એમ નહિ. શિક્ષા અમુક સ્થિતિ સુધી જરૂરી. બીજો ક્રોધ જરૂરી નહિ. સ્વભાનને ન ભૂલાવે, આત્મા ભાન ભૂલે નહિ અને કામ થાય, એવી
Page 152 of 234