________________
એ સખ્ય દ્રષ્ટિની પણ કરણી છે ને?
સ. જોઇએ તેવી કિમત લાગી નથી.
માટે તો વિચાર કરવાની જરૂર છે ! સુકૃતને દૂષિત કરનારો, શિથિલતા, એ પહેલો દોષ છે. માત્સર્ય :
બીજો દોષ માત્સર્ય. માત્સર્ય એટલે પારકા ગુણને સહન ન કરવા તે. બીજાના ઉત્તમ પણ ગુણોને આનંદપૂર્વક જોઇ ન શકાય, તે મત્સરતા છે. માત્સર્ય એટલે પારકા ગુણને સહન કરવાની તાકાતનો અભાવ. આ દુર્ગણ, કોઇ પણ ઉત્તમ ક્રિયાને પ્રાય: સીધી થવા દે નહિ. આ દુર્ગણ બીજાના ઉત્તમ ગુણોને જોઇ પ્રમોદ ન થવા દે, પણ સામાને હલકો પાડવાને ય પ્રેરે. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ અમુક એવા છે કે-પાછળના આગળનાની અને આગળના પાછળનાની ટીકા કરે છે. કોઇ ટીપ આવે તો શું થાય છે? એ દશા શાથી? એવાઓ કોઇ કોઇના ગુણને આજે સહન કરવાને તૈયાર નથી; શૈથિલ્ય દોષની જેમ માત્સર્ય દોષનું પણ સામ્રાજ્ય મોટા પ્રમાણમાં છે ને ? આજના કેટલાકો પોતાનાથી સુખીને જોઇ શકતા નથી; પોતાનાથી આગળ વધેલાને જોઇ શકતા નથી; કોઇને સારો ધર્મી બનેલો જોઇ શકતા નથી. કોઇની ઉત્તમતા જોઇને કોઇ કોઇને ઉત્તમ કહે, તો કેટલાકને ઉલ્લાસ જાગતો નથી, પણ એને બદલે હશે!” એમ કહેવાનું મન થઇ જાય છે. આ દોષ જેનામાં હોય તેનો ધર્મ દીપે ? શિથિલતા, એ પહેલો દોષ. શું કરનારો ? ધર્મને શુદ્ધ નહિ થવા દેનારો અગર તો ધર્મને દૂષિત કરનારો ! બીજો દોષ માત્સર્ય. આ બેય દોષ ટાળવા જેવા છે એમ લાગે છે ને ? જેણે પોતાના સકૃતને દૂષિત ન થવા દેવું હોય, તેણે આ દોષોથી પરામ્ખ બનવું જોઇએ. એ દોષો જાય એ માટે બનતા બધા પ્રયત્નો કરવા જોઇએ. કદાગ્રહ : - ત્રીજો દોષ કદાગ્રહ. કદાચ એટલે અસહની દ્રઢતા. કોઇ ક્રિયા કરતા હોઇએ, એને સમજીએ ખોટી જ્હી, પોતાને ખોટી લાગી, છતાં એને પકડી રાખવાની નહિ મૂકવાની જે દશા તે પણ કદાગ્રહ છે. સાચી વસ્તુ ન છોડવી એ વાત જુદી છે. જ્ઞાનિએ કહ્યા મુજબ સાચી વાતને પકડી રાખવી, એ કદાગ્રહ નથી.
સ. પોતે કદાગ્રહ નહિ પણ સત્યાગ્રહ માનતો હોય તો ?
પોતાને સાચી લાગે છે, એમ કહેનારો સમજવાની તૈયારી અને તાકાતવાળો જોઇએ. બુદ્ધિનો બારદાન હોય તે ઓછું જ ચાલે ? પણ અંતરથી કબૂલ થાય કે-દલીલમાં હું રીતસર ટકી શકતો નથી, મારા કહેવામાં કાંઇક ખોટું છે એમ લાગે છે, છતાં પણ એ પોતાનું પકડી રાખે અને છોડે નહિ, એ કદાગ્રહ છે. જ્ઞાનીની નિશ્રાને અંગેની વાત જ જૂદી છે, પણ જ્યાં સ્વતંત્ર માન્યતામાં આવી દશા હોય ત્યાં શું થાય
સ. ન સમજાય તો ?
તો મૌન રહેતાં આવડે કે નહિ ? ન સમજાતું હોય તો કહેવું કે-સમજાતું નથી, પણ આગ્રહમાં સમજ્યા વિના પડવું નહિ. સાચું સમજાય તે છોડવું નહિ. સમજ્યા તૈયાર રહેવું અને ન સમજાય તો આગ્રહમાં પડવું નહિ. ન સમજ્વા છતાં પણ ખોટું પકડવું, એ પાપ છે. બધાને કાંઇ બધી જ વાતો સમજાય અને સત્યનો નિર્ણય કરી શકે, એમ ન બને. શાસ્ત્રની એવી વાતો હોય કે-વિદ્વાનો પણ ન સમજે એ બને. સમર્થ જ્ઞાતાઓએ પણ જ્યાં નિર્ણય ન કરી શકયા ત્યાં લખી દીધું કે-આ આમ કહે છે. તે આમ કહે છે, તત્ત્વજ્ઞાની જાણે. જે વાત સમજાઇ તે બરાબર નિર્ણયાત્મક રીતિએ લખી. કદાગ્રહથી બચવાના ઘણા
Page 151 of 234