________________
તો પામી જ શકે છે, એટલે લોકપ્રિયતા ગુણ પામવાને માટે ઉપકારી મહાપુરૂષોએ ફરમાવેલા માર્ગનું આસેવન કોઇ પણ રીતિએ નિષ્કલ તો નિવડતું જ નથી. આ કારણે લોકપ્રિયતા ગણને પામવાના ઉપકારિઓએ ફરમાવેલા માર્ગને સેવનારાઓએ- ‘હું લોકપ્રિય બન્યો કે નહિ ? અને બન્યો તો કેટલો લોકપ્રિય બન્યો ?’ -એ વિગેરે તરફ લક્ષ્ય નહિ રાખતાં ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના સેવનમાં જ રત બન્યા રહેવું જોઇએ. બેશક, ‘શિષ્ટનોને હજુ પણ હું અપ્રિય છું, માટે મારામાં ખામી હોવી જ જોઇએ' -એવી રીતિએ ખામી હોય તો તેને શોધીને દૂર કરવા માટેનો વિચાર કરી શકાય છે અને કોઇ ખામી ન દેખાય તો પૂર્વના દુષ્કર્મની ખામી માની આગળ વધી શકાય છે. સામાન્ય રીતિએ તો એમ જ હેવાય કે-સદાચારોથી સુવિશુદ્ધ જીવનને જીવનારો આત્મા આ લોક્માં કીર્તીિ અને યશને પામવા દ્વારા સર્વજ્ઞવલ્લભ બને છે અને પરલોક્માં પણ શુભ ગતિનો ભાગી બને છે. આમ છતાં. તમારૂં એ વાત તરફ ધ્યાન ખેચવામાં આવ્યું કે-કોઇ તેવા પ્રકારના પૂર્વના દુષ્કર્મના પ્રતાપે આ લોક્માં કીર્તિ અને યશ આદિ ન મળે એ સંભવિત છે : જો કે-આવું ક્વચિત્ જ બને, પણ બને એ શક્ય છે : પરન્તુ પરલોક્ના ફળમાં તેમજ આ લોક્ના સમાધિસુખમાં તો વાંધો આવે જ નહિ, એ નિશ્ચિત વાત છે : એટલે લોકપ્રિયતા ન મળે તો ય મુંઝાયા વિના જ ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના આસેવનમાં દત્તચિત્ત બન્યા રહેવું, એ જ શ્રેયસ્કર છે.
આંખના પાંચ ગુણો :
આંખમાં પાંચ ગુણ છે. એ ગુણ જીવનમાં કેળવવા જેવા છે. એ પાંચ ગુણવાળો ધર્મ પામેલો હોય અગર ધર્મને પામવાની તૈયારીવાળો હોય. પાંચ ગુણ ક્યા ?
પહેલો ગુણ એ કે-એ પોતાનામાં દોષને આવવા ન દે. દોષ આવતો અટકી જાય, એની આંખ સતત્ કાળજી રાખે છે. આવતા દોષની અસર ન થઇ જાય, એ માટે ઝટ બીડાઇ જાય છે. ત્યારે પહેલો ગુણ એ કે-દોષને આવવા ન દે.
બીજોગુણ એ કે-દોષથી બચવાને માટે બનતું કરવા છતાં પણ દોષ આવી જ જાય તો દોષને ટક્વા ન દે. નીતરવા માંડે. ખટકો ચાલુ જ રહે. દોષ નીકળે ત્યારે જ ઝંપે.
ત્રીજો ગુણ એ કે-દોષ એવો આવી ગયો, કજે ઉપાય કરવા છતાં પણ નીકળે નહિ, તો આંખ ઉંચી ન થાય. ઉચું જોઇ ચાલવા ન દે. આડો હાથ ધરવો પડે. આંખ પોતાને બતાવવાને રાજી નહિ. ચોથો ગુણ એ કે-બનતાં સુધી તે સારૂં લાગે તે જૂએ. ઘણા ક્ચરામાં હીરો પડ્યો હોય તો વધારે નજર ત્યાં જાય
અને પાંચમો ગુણ એ કે-ખરાબ લાગતી વસ્તુની સામે આંખ ઠરે નહિ. ખરાબ લાગતી વસ્તુ જૂએ એટલે ઝટ ડોળો ફરે. ટકે તો સારી લાગતી વસ્તુ તરફ, પણ ખરાબ લાગતી વસ્તુ તરફ આંખ ટકી રહે નહિ.
આંખ બધું જૂએ છે એમ જ ન બોલો, પણ આંખમાં કેટલા ગુણો છે એનો વિચાર કરો અને વિચાર કરીને મેળવવા યોગ્ય ગુણો મેળવવાને મથો. આ પાંચ ગુણો આદમીમાં આવી જાય તો ? છે આ ગુણો ? દોષ આવી ન જાય એની કેટલી કાળજી છે ? દોષ આવી ગયા હોય તો તેને કાઢવાની કેટલી ઉત્સુકતા અને મહેનત છે ? દોષ હોય તો મોઢું છૂપાવવાનું કદિ મન થાય છે ? દોષ હોય તેની શરમ છે ? દ્રષ્ટિ પારકા અવગુણ તરફ જાય છે કે પારકા ગુણ તરફ ? અને દ્રષ્ટિ ચોંટે છે ક્યાં ? આ વિચાર કરવા જેવો છે. આ પાંચ ગુણો આજે ધર્મી ગણાતાઓમાં પણ કેટલે અંશે છે ? ધર્મ પામવાને લાયમાં પણ આ ગુણો
Page 148 of 234