________________
લોકપ્રિયતા’ ગુણ માટે ધર્મને છોડવાનું કે અધર્મને આચરવાનું હોય, એ સંભવિત જ નથી. જે ગુણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે છે, તે ગુણ માટે ધર્મને છોડવાનું અને અધર્મને આચરવાનું હોય જ નહિ. લોકપ્રિયતા ગુણને મેળવવા માટે ત્રણ પ્રકારનાં લોકવિરૂધ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂપ દાન, “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય અને સદાચારપરતા' રૂપ શીલને ઉપકારિઓએ વર્ણવેલી રીતિએ જીવનમાં જીવનારો આત્મા, શિષ્યલોકમાં પ્રિય બન, એ વાતમાં શંકા રહે એવું છે ?
સ. જરા પણ નહિ, પણ આ કામ સહેલું નથી.
આ ઉત્તર ઘણી જ સમજથી ભરેલો છે. સાચા હદયપુર્વક સાંભળનારના અને સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળાઓના ઉત્તર હમેશાં સમજથી ભરેલા હોય છે. “આ કામ સહેલું નથી.' -એમ કહેવામાં ઉડી વિચારણાના દર્શન થાય છે. સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળા આત્માઓ હેયને તજવાના અને ઉપાદેયને અંગીકાર કરવાના વિચારમાં મસ્ત બનવાથી, વર્ણવેલી વસ્તુઓ જીવનમાં ઉતારવી, એ કેટલી મુશ્કેલ વસ્તુ છે એને બરાબર સમજી શકે છે. હવે અમલની વાત. અભ્યાસ યોગે મુશ્કેલ પણ સહેલું બને છે, એ તો જાણો છો ને ?
સ, જરૂર.
અતિશય મુશ્કેલ લાગતી વસ્તુઓ પણ અભ્યાસથી સાધ્ય છે, એમ સમજનારા આત્માઓએ તો સદાચારોને આત્મસાત બનાવવામાં આવતી મુશ્કેલીઓને ગણકાર્યા વિના અને મુશ્કેલીઓને પરિણામે રહેતી ઉણપોથી મુંઝાયા વિના, જીવનને સદાચારમય બનાવવાનો પ્રયત્ન કર્યો જ જવો જોઇએ. પ્રયત્ન કરતાં કરતાં તો આ સદાચારો સ્વાભાવિક જેવા બની જશે. પછી તો એમ થશે કે- “આટલું ય આપણામાં ન હોય તો આપણામાં અને પશુમાં ફેર શો ?' અથવા - “આપણામાં અને અજ્ઞાનોમાં ભેદ શો ?' આત્માનો એવો અવાજ પણ ક્રમે ક્રમે અનાચારોથી સર્વથા મુકત અને સદાચારોના પરિપૂર્ણ ઉપાસક બનવામાં સહાયક થશે. જે જે કાર્યો મુશ્કેલ હોય છતાં આચરણીય હોય, તે તે કાર્યો કરવામાં આવતી મુશ્કેલીથી ગભરાવાનું હોય નહિ. મુશ્કેલી ખાતર સદાચારોને તજાય નહિ અને સહેલાઇ ખાતર અનાચારોનું આસેવન થાય નહિ. તમને લાગી જવું જોઇએ કે- “આ સદાચારોને મારે કોઇ પણ રીતિએ આત્મસાત્ બનાવવા છે અને એ રીતિએ શિષ્ટજનપ્રિયતા પામવા દ્વારા પણ મારે સદુધર્મની પ્રાપ્તિ અને તેની આરાધનાને લાયક બનવું છે.” -આટલો દ્રઢ નિશ્ચય થઇ જતાંની સાથે જ, કેટલીક કલ્પિત મુશ્કેલીઓ તો દૂર થઇ જશે : એટલે પહેલાં દ્રઢ નિશ્ચયવાળા બનો અને સાથે જ સદાચારોને આત્મસાત્ બનાવવાનો પ્રયત્ન આરંભો. એમ કરશો તો તમે તમારા જીવનને ઘણી જ સહેલાઇથી સુધારી શકશો અને પરિણામે સદધર્મની પ્રાપ્તિ તથા આરાધના દ્વારા મુકિતસુખના પણ ભોકતા બની શકશો. લોકપ્રિયતા ન પમાય તોય :
જે આત્માઓ ધર્મના અર્થી હોય, તેઓએ તો લોકપ્રિયતા પામવાનો જે માર્ગ ઉપકારિઓએ ઉપદેશ્યો છે, તેના અમલ માટે સજ્જ બનવું જોઇએ. લોકપ્રિયતા નામનો ચોથો ગુણ પામવા માટેનો ઉપકારિઓએ જે માર્ગ ઉપદેશ્યો છે, તેનો અમલ કરવાને ઉઘુકત બનેલો આત્મા શિષ્ટજનપ્રિય બને જ છે, પણ માનો કે કોઇ તેવા પ્રકારના તીવ્ર પાપોદયના કારણે તેવી લોકપ્રિયતાને ન પણ પામી શકે : છતાં એ વાત તો ચોક્સ જ છે કે-આ લોકપ્રિયતા ગુણ જે હેતુથી પ્રાપ્ત કરવાનો છે, તે હેતુ તો તેવા લોકપ્રિય નહિ બની શકેલા આત્માનો પણ સિદ્ધ થાય જ છે. કોઇ તેવા પ્રકારના અશુભોદયના પ્રતાપે તથા પ્રકારની લોકપ્રિયતાને નહિ પામવા છતાં પણ, એ આત્મા સદધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટેની લાયકાતને
Page 147 of 234