________________
વ્યવહારના પાલનમાં પણ ખામી જોનારાઓ, શિષ્ટ સમામાં અપ્રિય બને છે અને એથી તેઓ પોતાની મેળે જ સદ્ધર્મને પામવાની અને તેને આરાધવાની પોતાની નાલાયકાત જાહેર કરી દે છે. સત્તરમો સદાચાર-સર્વત્ર ઔચિત્યપાલન :
હવે સત્તરમો સદાચાર છે- ‘સર્વત્ર ઔચિત્યનું પાલન' નામનો ! સ્વપક્ષમાં કે પરપક્ષમાં ‘ઔચિત્યપાલન’ એટલે સારી રીતિના ઉચિત આચારનું પાલન કરવું, એ આ સદાચારનો પરમાર્થ છે. આ ‘સર્વત્ર ઔચિત્યપાલન' રૂપ સદાચાર, એ આત્માને અશિષ્ટ કોટિમાંથી કાઢી શિષ્ટ કોટિમાં મૂક્વાર છે. જ્યાં સુધી આત્મા અશિષ્ટતાને તજે નહિ અને શિષ્ટતાને મેળવે નહિ, ત્યાં સુધી તે શિષ્ટ કોટિમાં મૂકાતો જ નથી. શિષ્ટતાની કોટિમાં આવ્યા વિના, શિષ્ટનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છા વાંઝણી રહેવાને સરજાયલી છે. પોતાના સાથે કે પરના સાથે જીવનમાં ઉચિત આચાર સેવવા માટે કેટકેટલા દોષોથી બચવું જોઇએ, એ તો આ સદાચારના સેવને જ માલૂમ પડે. સ્વેચ્છાચારિઓ માટે અ વસ્તુનો ખ્યાલ પણ શક્ય નથી. સર્વત્ર ઉચિત આચાર અને તે પણ સુંદરમાં સુંદર લાગે તેવી રીતિએ સેવવાને માટે, પ્રથમ તો આત્માએ જીવનમાં ઘણી ઘણી સુંદરતાઓને જીવવા માંડવી પડશે. મન, વચન અને કાયા ઉપર સાચા કાબૂ વિના આ સદાચાર સાધ્ય નથી. આ સદાચારના સેવક્ની અપકીતિ તીવ્ર પાપના ઉદય વિના કદી જ થતી નથી. તીવ્ર પાપનો ઉદય હોય તો જ આવા આત્મા ઉપર કોઇને પણ અપ્રીતિ થાય. દુર્જન આત્માઓ તો હમેશાં અપવાદમાં જ રમે છે, એટલે તેઓની અપ્રીતિનો વિચાર કરવાનો રહેતો જ નથી. બાકી જેઓ પોતાના સાથે કે પરના સાથે ઉચિત આચારો આચરવાનું નથી કરી શકતા, તેઓ શિષ્ટ સમામાં કદી જ પ્રીતિપાત્ર બની શકતા નથી અને ધર્મની પ્રાપ્તિ તથા આરાધના માટે તો આ વસ્તુ પણ ઘણી જરૂરી છે.
અઢારમો સદાચાર-ગર્હિતનો ત્યાગ :
હવે અઢારમો સદાચાર છે- ‘પ્રાણો કંઠે આવે તો પણ ગહિતકાર્યમાં પ્રવૃત્તિ ન જ કરવી.' -એ નામનો ! આ સદાચાર પણ ઘણો જ ઉંચો અને જરૂરી છે. ‘કુળમાં દૂષણ લાગે એવા અનાચારો કરવા કરતાં મરવું સારૂં' -આવી મનોદશા વિના આ સદાચાર જીવનમાં જીવાય એ બનવાજોગ નથી. ‘મરણાંત આપત્તિ આવે એ છતાં પણ કુલદૂષણ આદિ પ્રવૃત્તિઓમાં ન જ પડવું.' -આવો સુનિશ્ચય ધરાવનારા આત્માઓ આ સદાચારને જીવનમાં સારામાં સારી રીતિએ જીવી શકે છે. આ સાદાચારને જીવનમાં જીવનાર આત્માઓ મોટે ભાગે કુલ, જાતિ અને વડિલોના નામને લંક આદિ લાગે, એવા અનાચારોથી ઘણી જ સહેલાઇથી બચી જાય છે. આ સદાચાર તો જીવનમાં સ્વભાવભૂત જ બની જ્વો જોઇએ. આ સદાચાર જેઓ માટે સ્વભાવભૂત બની જાય છે, તઓ શિષ્ટપુરૂષોની ખૂબ જ પ્રશંસાના પાત્ર બની જાય છે.
લોકપ્રિયતા માટે ધર્મને તજાય પણ નહિ અને
અધર્મને સેવાય પણ નહિ :
આટલું વર્ણન સાંભળ્યા પછી હવે આ ‘લોકપ્રિયતા' ગુણના નામે જો કોઇ સધ્ધર્મને છોડવાની કે કોઇ જાતિના અધર્મ આદિને આચરી લેવાની સલાહ આપે, તો તેમ કરવાને તમે તૈયાર ન થાવ એ વાત તો નિશ્ચિત જ ને ?
સ. અમારાથી થાય-ન થાય એ વાત જૂદી છે, પણ હવે અમે તેવી સલાહને વ્યાજબી તો ન
જ માનીએ.
Page 146 of 234