________________
સમાજમાંથી અનેક પ્રકારનાં પાપો ઘણી જ સહેલાઇથી અટકી જાય. શ્રીમંતો પુણ્યના યોગે ઘણે સ્થળે સમાજ આદિમાં આગેવાનસ્થાને હોય છે. તેઓનાં એ પુણ્યની ઇર્ષ્યા કરવી એ પાપ છે. પુણ્યના યોગે શ્રીમંતાઇ મળી છે અને એના પ્રતાપે આગેવાની પણ મળી જાય, એ કાંઇ આશ્ચર્યજનક વસ્તુ નથી. પુણ્યના પ્રભાવે પૈસો અને આગેવાની મળવી, એ તો મામુલી વાત છે : પણ એ પૈસો અને આગેવાની જ્યારે અનેક પાપોની પુષ્ટિમાં અને પાપોના પ્રચારમાં ઉપયોગી થાય, ત્યારે તો જરૂર એ ટીકાપાત્ર પણ ગણાય એવાઓ પુણ્યથી પૈસા અને આગેવાની પામવા છતાં પણ, જો આ સદાચારના ઉપાસકો ન હોય, તો ખરે જ સ્વપરને માટે શ્રાપ રૂપ આત્માઓ છે. એવાઓના હાથે લક્ષ્મીનો અસદુવ્યય એક પ્રકારે નહિ પણ અનેક પ્રકારે થાય છે. જો તેઓ પાસે હિસાબ માગી શકાતો હોય અગર તો તેઓ પોતાના વ્યયનો સાચો હિસાબ પ્રગટ કરતા હોય અગર તેઓ પાસે એમ કરાવી શકાય, તો તેઓ કોઇ પણ સારા સ્થાને પગ મૂકવાની લાયકાત પણ નથી ધરાવતા-એવું ઘણી જ સહેલાઇથી પૂરવાર થઇ જાય. ખરેખર, આ સદાચાર વિના તેઓ સાચા રૂપમાં લોકપ્રિય બની ધર્મની પ્રાપ્તિ અને ધર્મની આરાધના માટે લાયક થાય એ અશકય છે. તેરમો સદાચાર-સ્થાને વ્યય :
બારમા સદાચાર દ્વારા અસવ્યયનો પરિત્યાગ કરવાનું ઉપદેશનાર પરમષિ, તેરમા સદાચાર દ્વારા લક્ષ્મીના વ્યયની ક્રિયા સદાય સ્થાનમાં જ થવી જોઇએ. અસવ્યયના નિષેધ દ્વારા જેમ ઉપકારિઓ ઉડાઉપણાનો નિષેધ કરે છે, તેમ “સદાય સ્થાનમાં જ ઉપયોગ' ફરમાવવા દ્વારા ઉપકારિઓ સાચી ઉદારતાનું વિધાન પણ કરે છે. દેવપૂન આદિ સુંદર ક્રિયાઓ, એ લક્ષ્મીના સદુપયોગનું સુંદરમાં સુદંર સ્થાન છે. લક્ષ્મીના સદુપયોગનાં સુંદરમાં સુંદર સ્થાનો જ એ છે. પોતાની લક્ષ્મીનો એ સંદરમાંસુંદર સ્થાનોમાં જ સદુપયોગ કરનારા આ સદાચારના સાચા ઉપાસકો છે. આવાઓ શિષ્ટ સમાજમાં પ્રિય બની, ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે લાયક બની જવા, એ કાંઇ મોટી વાત નથી. આ સદાચારના ઉપાસકોની પ્રશંસા ન કરે, એવો કમનસિબ તો આ જગતમાં પાપાત્મા જ હોય. ધર્મનો પ્રેમી આત્મા એવી કમનશિબીથી સદાય પર જ હોય છે. ધર્માચાર્યો પણ પ્રસંગ પામીને આ સદાચારના ઉપાસકોની પ્રશંસા મુકતકંઠે કરે છે : એટલું જ નહિ, પણ સાચા ધર્માચાર્યો તો એવાઓના દ્રષ્ટાન્ત દ્વારા અન્ય પણ યોગ્ય આત્માઓ આ સદાચારને આત્મસાત્ કરવા સજ્જ બને, એવી અમીમય પ્રેરણાનાં પાન કરાવે છે. સાચા ધર્મશીલ ધર્માચાર્યો આવાઓની મુકતકંઠે પ્રશંસા કરનારા હોવા છતાં પણ, ભાટવત્તિ તો કદીજ નથી ધરતા. એક માત્ર પોતાની નામનાના લોભથી જ, જેઓ પોતાની સમજવાની શક્તિ હોવા છતાં અને અવસરે સમજાવવા છતાં પણ, આ સદાચારના સ્વરૂપને સમજવાની દરકાર નહિ કરતાં આ સદાચારને સેવવાનો આડમ્બર કરે છે, તેઓને સુધરવાની ચાનક લાગે એવું અવસરે પણ નહિ કરી શકનારા ધર્માચાર્યો, જો આ સદાચારની પ્રશંસા કરવાનો દેખાવ કરતા હોય, તો તેઓ ભાટવૃત્તિના છે એમ જ માનવું રહ્યું. “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારું' -આવી વાતના આલંબનથી ઓ ઇરાદાપૂર્વક વિધિનો અનાદર કરી આદરપૂર્વક અવિધિનું આસેવન કરનારાઓને પણ સારા મનાવવાનો ચેષ્ટા કરે છે, તેઓ તો- “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારૂં” -એવા ઉપકારી મહાપુરૂષોના કથનના રહસ્યને પામ્યા નથી અને પામ્યા છે તો એને છૂપાવવાનું ભયંકર પાપ આચરનારાઓ જ છે. એવાઓ જો ધર્માચાર્ય તરીકે ઓળખાતા હોય, તો તેઓને ધર્માચાર્ય માનવા કરતાં અધમાચાર્ય માનવા, એ જ બંધબેસતું ગણાય, એટલે પ્રશંસા પણ તેના સ્થાને જ હોવી ઘટે. પ્રશંસાના નામે ભાટાઇ કરી પૌગલિક લાલસાને પોષવા મથવું, એ તો કારમું અપકૃત્ય જ છે.
Page 143 of 234