________________
ચૌદમો સદાચારપ્રધાનકાર્યમાં આગ્રહ :
હવે ચૌદમો સદાચાર છે- “પ્રધાનકાર્યમાં આગ્રહ’ વિશિષ્ટ કોટિના ફલને આપનારૂં જે પ્રયોજન, તેને પ્રધાનકાર્ય ગણાય છે. આવા કાર્યમાં આગ્રહ, એ પણ સદાચાર છે. “ધર્મકાર્યમાં પણ આગ્રહ ન જોઇએ' એમ કહેનારા અને માનનારા, સદાચારોના સ્વરૂપથી પરિચિત જ નથી, એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. જે કાર્ય ઉત્તમ પરિણામનક હોઇ ઉત્તમ છે, તે કાર્યની સાધનામાં આગ્રહ હોવો, એ પણ સુંદરમાં સુંદર કોટિનો સદાચાર છે. અજ્ઞાન લોકોના વિરોધથી ઉત્તમ કાર્યોને સાધવામાં પણ જેઓનો ઉત્સાહ મંદ પડી જાય છે, તેઓ આ સદાચાર સાધવામાં નાસીપાસ જ થાય છે. શિષ્ટ લોકોની પ્રિયતા એવા નમાલા માણસો નથી મેળવી શકતા અને ધર્મની પ્રાપ્તિ તથા તેના પાલન માટે તો એવા લોકોની પ્રિયતા એ પણ અતિશય જરૂરી છે. જેઓ ઉત્તમ કાર્યોની ઉત્તમતાનો અને ઉત્તમ કાર્યોના પરિણામનો વિચાર નહિ કરતાં, માત્ર અજ્ઞાન લોકોની લાગણીનો જ વિચાર કર્યા કરે છે, તેઓ આ ચૌદમાં સદાચારના આસેવનથી સદાય વંચિત રહે છે. પાપ કરવામાં શિષ્ટ લાથી પણ નહિ કરનારા અને ઉત્તમ કામ કરતાં અશિષ્ટ લોકથી પણ ડરનારાઓ તો આ સદાચારના વૈરિઓ છે, એમ કહીએ તો પણ ચાલે. પોતાના માનપાનાદિ માટે શિષ્ટ લોની લાગણી ઉપર ઘા કરીને પણ ગમે તેવું કામ કરનારાઓ, જ્યારે ઉત્તમ કામ થતું અટકાવવા આદિ માટે દુર્જનોના વિરોધને આગળ ધરે છે, ત્યારે તો તેઓની અધમ મનોદશા સામાન્ય પણ વિચક્ષણોના ખ્યાલમાં આવી ગયા વિના રહેતી જ નથી. આ ચૌદમો સદાચાર લોહેરીથી પર થયા વિના આત્મસાત્ થવો એ શક્ય નથી. પ્રશંસા કરનારાની ખોટી વાતમાં પણ હા કહેનારા અને પ્રશંસા નહિ ક્નારાની સાચી વાતનો પણ વિરોધ કરનારા લોકો, આ ચૌદમા સદાચારને પામે એ વાત જ અસંભવિત છે. આ ચૌદમા સદાચાર ઉપર જેમ જેમ વિચારવામાં આવશે, તેમ તેમ એની ઉત્તમતા વધુને વધુ સમજાશે. અનેક જાતિની દુષ્ટ લાલસાઓના ત્યાગની અને અનેક જાતિના ઉત્તમ ગુણોની અપેક્ષા આ સદાચાર રાખે છે. આ સદાચાર સૌનો ચાહ મેળવવા ચાહનારા કદી જ આચરી શકતા નથી. સૌનો ચાહ મેળવવાની લાલસા, એ એક એવી જાતિનું પાપ છે કે-જે આ સદાચારને કદી જ પામવા દેતું નથી : એમ છતાં પણ પોતાની જાતની વાહવાહ કરાવવાને જ મથનારા કેટલાકો, સમજુ અને વિદ્વાન ગણાતા હોવા છતાં પણ, આ મહાપાપ રૂપ લાલસાનો ત્યાગ કાઇ પણ રીતિએ કરવાને તૈયાર થતા નથી, એ તેઓના કર્મની જ વિચિત્રતા છે એમ માનવું રહ્યું. પંદરમો સદાચાર~માદનું વિવર્જન :
હવે પંદરમા સદાચારનું નામ છે- “પ્રમાદનું વિવર્જન. મદ્યપાનાદિ રૂપ પ્રમાદનું પરિવર્જન, એ અત્યાર સુધીમાં આપણે જે સદાચારોને જોઇ આવ્યા તેના અને હવે પછી પણ જે સદાચારોને જોઇશું તે સદાચારોના સેવન માટે પણ ઘણું જરૂરી છે. આત્માને ઉન્મત્ત બનાવનારી સઘળીય પ્રવૃત્તિઓ પ્રમાદમાં સમાય છે. નશો પેદા કરનારી ચીજો એ જેમ આત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે, એ જ રીતિએ ઉત્કટ વિષયલાલસા, કષાયોની કારમી આધીનતા અને પાપન્યવાતોનો શોખ, એ પણ આત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે. લોકાપવાદભીરૂપણાથી માંડીને જે જે સદાચારો વર્ણવાયા છે અને હજુ બીજા વર્ણવવાના છે તે બધાય સદાચારોના આસેવનમાં પ્રમાદ, એ ભયંકરમાં ભયંકર વિષ્મ રૂપ છે. એનો પરિત્યાગ એ જ આ પંદરમા સદાચારનો પરમાર્થ છે. આમ છતાં પણ પ્રમાદના પૂજારીઓ આ વાતને સીધી રીતિએ સ્વીકારી લે, એ વાત ઘણી જ અસંભવિત છે. પ્રમાદની શત્રુરૂપતાનું ભાન એકદમ સૌને થતું નથી. કાર્ય વણસી ગયા પછી પ્રમાદ ઉપર આંસુ સારનારા આપણા જોવામાં અનેક આવશે, પણ
Page 144 of 234