SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અવજ્ઞાદિ ભાવથી રહિતપણે શ્રી જિનેંદ્રદેવો જેવા દેવાધિદેવનાં દર્શન, પૂજન અને સેવન કરવામાં આવે, તો એથીય આત્માની દશામાં સુધારો થયા વિના રહેજનહિ સાચા ત્યાગી સરૂઓના વન્દન આદિમાં પ્રવૃત્ત થવાથી, તેવા મહાપુરૂષોના પરિચય યોગે સુંદર લાભ થયા વિના રહે નહિ : અને અહિંસામય ધર્મનો વાસ જે કુલમાં હોય, તે કુલમાં રાત્રિભોજનનો ત્યાગ, અભક્ષ્યભક્ષણનો ત્યાગ, અપેયના પાનનો ત્યાગ અને કોઇની પણ લાગણી ન દુ:ખાય એવું વર્તન-એ આદિ જ આચારો હોય, એ સ્વાભાવિક છે. આવા ઉત્તમ કોટિના કુલાચારોનું પાલન કરનારા, શિષ્ટ સમાજમાં વિના પ્રયત્ન પ્રિય બને અને એનો પરિણામે સધ્ધર્મનું પાલન સ્વાભાવિક બને, એ વાત વિવાદ વિનાની જ છે. આમ હોવા છતાં પણ સ્વતંત્રતાના નામે સ્વછંદતાના ઉપાસક બનેલાઓને આ ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વમુલાચારોના પાલન -રૂપ સદાચારનું આસેવન અરૂચિકર લાગે છે. આથી તેઓ ધર્મથી અવિરૂદ્ધ એવા કુલાચારોના પાલન વિરૂદ્ધમાં વારંવાર લખે-બોલ્યું જાય છે. એવાઓના પ્રચારથી સ્વચ્છન્દતા વધે નહિ, એની બને તેટલી કાળજી રાખવી જોઇએ. પોતે તેવા કુલાચારોના પાલનમાં સુસ્થિત બનવું અને બીજાઓને પણ કુલાચારપાલનમાં સુદ્રઢ બનવાની પ્રેરણા કરવી. ઉત્તમ કુલાચારોને તજી દઇ સ્વેચ્છાચારી બનવાથી આ લોકમાં પણ કેટલી બધી હાનિ થાય છે, તે જોવા માટેનાં ઉદાહરણો આજે તો ઘણાં મળી શકે તેમ છે. ઉત્તમ કુલાચારોને તજી સ્વચ્છન્દસેવી બનેલા કેટલાકોની આજે જે દશા છે, તે તો કોઇને પણ કંપારી ઉપજાવે એવી છે. સ્વતંત્રતાના નામે ઉત્તમ પણ કુલાચારોને તજી સ્વચ્છંદી બનેલાઓ, પોતાના જીવનને કેવું વિચિત્ર અને વિષમ બનાવી રહ્યા છે, એ આજે વિવેક્વન્ત વિચારશીલોના ધ્યાનબહાર ન જ હોઇ શકે. ધર્મથી અવિરૂદ્ધ કુલાચારોથી વિરૂદ્ધ વર્તનારાઓ આજે મર્યાદાહીન બનેલાઓ હોઇ,તેઓ કોઇ પણ જાતિની હિતશિક્ષા સાંભળવાજોગા પણ રહ્યા નથી. ઇતરકુલના પણ આચારસંપન્ન માણસો આજે વડિલોના ઉપાલંભો સાંભળી શકે છે, જ્યારે જૈનકુળમાં જન્મેલા પણ શુદ્ધ કુલાચારોથી પર બનેલાઓ આજે મધુર શબ્દોથી અપાતી હિતશિક્ષાને સાંભળવાજોગા પણ રહ્યા નથી. આથી જ કહેવું પડે છે કે-આ અગીયારમો આચાર, જેઓ ધર્મને પામવાની અને પાળવાની લાયકાત મેળવવા માટે શિષ્ટ સમાજમાં પ્રિય બનવા માગે છે. તેઓ માટે ખરે જ કલ્પતરૂ જેવો છે. આવો સદાચાર પણ ઓને ન રૂચે, તેઓ ખરે જ ઉત્તમ કુલને પામવા છતાં પણ જરૂરી ઉત્તમતા ગુમાવીને જ આવ્યા છે : અન્યથા, સૌ કોઇ સજ્જનના હૃદયને આનંદિત કરે એવા પણ શહ કુલાચારો જીવનમાં જીવવાની ઇચ્છા થાય નહિ, એ ન બને એવી બીના છે. બારમો સદાચાર-અસત્રયપરિત્યાગ : હવે બારમો સદાચાર, “અસદવ્યયનો પરિત્યાગ કરવો.” -એ બારમો સદાચાર છે. પુરૂષાર્થમાં અનુપયોગી એવો જ વ્યય, તેને અસવ્યય કહેવાય છે. લક્ષ્મી ત્યાજ્ય છે એ વાત નિ:શંક છે, છતાંય એનો એવી રીતિએ વિયોગ નથી કરવાનો, કે જે પુરૂષાર્થમાં અનુપયોગિપણાના યોગે અસુંદર તરીકે ઓળખાય. ત્યાજ્ય એવી પણ લક્ષ્મીનો વિયોગ પુરૂષાર્થમાં અનપયોગી થાય એવી અસુંદર રીતિએ ન કરવો, એ આ બારમા સદાચારનો પરમાર્થ છે. આ સદાચારનો પ્રેમી લક્ષ્મી દ્વારા જેમ સ્વચ્છંદી સ્વપરનો નાશ કરે છે, તેમ સ્વપરના નાશનો પ્રેમી નહિ થાય. આવા આત્મા પાસે લક્ષ્મી પણ એવી જ આવે, કે જે ભયંકર જાતિના પાપના કામમાં વપરાય નહિ. આવો આત્મા પોતાની લક્ષ્મીદ્વારા કોઇને આપત્તિમાં મૂવાનું પાપ કે પોતાના આત્માને અનેક કારમાં પાપોમાં યોજવાનું પાપ આચરતો નથી. સ્વચ્છંદી બનેલા શ્રીમંતો અને શ્રીમંત કુટુમ્બોના નબીરાઓ આજે લક્ષ્મી દ્વારા શું શું કરે છે, એ કાંઇ છૂપું નથી. શ્રીમંત અને શ્રીમંત કમ્બોના નબીરાઓ જો પોતાની લક્ષ્મીનો અસદુવ્યય કરતા અટકે, તો પણ આજે Page 142 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy