________________
વિચારપૂર્વક મિતભાષણ કરનાર મોટે ભાગે અહિતબુદ્ધિથી પર બની જાય છે અને એ જ કારણે એવાઓની વાણીમાં અવસરયુક્તતા પરિમિતતા અને હિતકારિતા ઘણી જ સહેલાઇથી આવી શકે છે. એવા આત્માઓ પોતાના વચનને અવિસંવાદી એટલે વિસંવાદ વિનાનું જ રાખનારા હોય, એ પણ નિવિવાદ છે. વિસંવાદ એટલે ખોટું કહીને ભમાવવું તે અથવા ઠગવું તે અને મળતું ન આવે એવું કેવિરોધ આવે એવું બોલવું તે. આવો વિસંવાદ અવસરે વિચારપૂર્વક અને મિત તથા હિતકર બોલનારમાં ન જ આવે, એ વાતસમજાય એવી છે. અવસરે જ બોલનાર અને તે પણ હિતકર અને મિત બોલનાર કદી જ પોતાના વચનને વિસંવાદવાળું ન જ થવા દે. આ નવમો સદાચાર કેટલો ઉત્તમ છે ? -એ સમજાવવાની હવે જરૂર ન રહે, એ સ્વાભાવિક જ છે. આવું બોલનાર એ વર્તનમાં પણ વિવેકી હોય, એમાં કોઇને જ વિકલ્પ ઉઠે તેમ નથી. આ સદાચારથી પરવારેલો આત્મા, ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે જરૂરી એવા ‘લોકપ્રિયતા’ નામના ગુણને પામે, એ પણ શક્ય નથી. આ સદાચારના અભાવમાં બીજા ગુણો હોય, તો તે પણ મોટે ભાગે દોષ રૂપ જ બની જાય છે અને અનેક દોષાના સ્વામી બન્યા વિના આ સદાચારથી વિરૂદ્ધનો આચાર જીવનમાં જીવાવો પણ મુશ્કેલ છે. અવસર વિનાનું, અપરિમિત, અહિતકર અને વિસંવાદી વચન બોલનારા આત્મા અનેક દોષોના સ્વામી હોય એ સહજ છે : એ કારણે અનેક
દોષોથી બચવા માટે અને અનેક ગુણોના સ્વામી બનવા માટે આ સદાચાર ખૂબ જરૂરી છે.
દશમો સદાચાર-વ્રતાદિનો નિર્વાહ :
દશમો સદાચાર છે- ‘અંગીકાર કરેલ વ્રતનિયમાદિનો નિર્વાહ કરવો.' -એ અંગીકાર કરેલ વ્રતનિયમો આદિનો ભંગ કરનાર અનાચારી જ ગણાય. વ્રર્તા અને નિયમોનું યથાસ્થિત પાલન એ જ્યારે સદાચાર છે, ત્યારે વ્રતો અને નિયમોનું અપાલન એ અનાચાર છે. અંગીકૃત વ્રતો અને નિયમોનું પાલન નહિ કરનારા આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બનવા, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. દુર્જનો પણ જ્યાં એવાઓ ઉપર વિશ્વાસ ન મૂકે, ત્યાં સજ્જો તો વિશ્વાસ કેમ જ મૂકે ? ‘લોકપ્રિયતા’ ગુણના અર્થી આત્માએ, અંગીકાર કરેલ વ્રતો અને નિયમોના નિર્વાહ કરવા માટે પણ સદાય સજ્જ રહેવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ અન ધર્મનું પાલન નિર્માલ્ય આત્માઓથી શક્ય નથી. જેઓ સામાન્ય વ્રતો અને સામાન્ય નિયોમોને પણ વાત-વાતમાં ભાંગી નાખે છે, તેઓ યથાર્થ રૂપમાં ધર્મને પામી શકે અને પામેલા ધર્મના પાલનમાં નિષ્રમ્પ રહી શકે, એ ક્લ્પના જ પાયા વિનાની ઇમારત જેવી છે. અગીઆરમો સદાચાર-કુલાચારપાલન :
અગીઆરમો સદાચાર છે- ‘ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વકુલના આચારોનું પાલન.' આ આચાર સન્માર્ગ ઉપર આવવા માટે સુંદર નીસરણી જેવો છે. જૈનકુલમાં જ્મેલા આત્માઓ જો આજે જૈનકુલના આચારોના પાલનમાં સુદ્રઢ હોત, તો પણ જૈન ગણાતાઓનો આજે જે અધ:પાત દેખાય છે, તે કદાચ ન દેખાતો હોત. જેઓ ધર્મને અબાધક એવા પણ કુલાચારને બંધન માની, એના વિનાશમાં જ બુદ્ધિ આદિનો સદુપયોગ માને છે, તેઓ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરનારા છે. જૈનકુલના આચારો એવા છે કે-એ આચારાનું પાલન કરનારા સામાન્ય આત્માઓ પણ, વિના પ્રયત્ને અનેક પ્રકારનાં પાપોથી દૂર થઇ જાય અને સાચા સ્વરૂપે કોઇ પણ જાતિના દમ્ય આદિનો આશ્રય કર્યા વિના જશિષ્ટ સમામાં પ્રિય બની, ધર્મને પામવાની અને પાળવાની ઉમદામાં ઉમદા લાયકાતના સ્વામી બની જાય. જે કુલમાં શ્રી નેિંન્દ્ર દેવ મનાય, સાચા નિગ્રંથ એવા સાધુઓ સદ્ગુરૂ મનાય અને ધર્મ અહિસાયમ મનાય, તે કુલના આચારો નિષ્પાપ હોય, એ વાત તો કોઇ પણ વિચારક સમજી શકે તેમ છે. સમજ્યા વિના પણ જો
Page 141 of 234