________________
કુટેવનું કાસળ કાઢો :
વાતો કરવાનું જેઓને કારમું વ્યસન છે, તેઓને આ વાત ન રૂચે એ સ્વાભાવિક છે. પ્રકટ વિરોધ કરવાનું સામર્થ્ય ન હોય એટલે સાંભળી લે એ બને, પણ મનમાં તો લોચા જ વાળે અને એ રીતિએ વિરોધ કરે. દુર્જનો દ્વારા પ્રત્યેક સારી વાતનો વિરોધ થાય છે, તો પછી આ વાતનો પણ વિરોધ થાય, એથી આશ્ચર્ય પામવાનું કશું જ કારણ નથી. વાતોના વ્યસનિઓને આ વાતથી પોતાનું વાણી સ્વાતંત્ર્ય લુંટાતું લાગે, તો એમાં નવાઇ પામવા જેવું નથી : પણ એમાં વાણીનુ સ્વાતંત્ર્ય માનવું એ જ એક જાતિની કારમી મૂર્ખાઇ છે. વાતનું વ્યસન માણસને વાયડો બનાવનારૂં છે. વિના કારણ બોલવાની ટેવ અને પ્રયોજ્ન વિનાની વાત કરવાની ટેવ, એ સ્વપરના આત્માનું અહિત કરનારી કારમી કુટેવ છે. આ નકામી વાતો કરવાની અને વિના કારણ બોલવાની ટેવ જેઓને પડી તે પોતાના આત્મા માટે અને એમના પરિચયમાં આવનારા બીજા પણ સંખ્યાબંધ આત્માઓને માટે શ્રાપ રૂપ જ બની જાય છે. આ કુટેવને આધીન બનેલા સાધુઓ પોતાના સાધુપણાનું લીલામ કરી રહ્યા છે અને સારા ગણાતા ગૃહસ્થો પણ પોતાના સગૃહસ્થપણાનું લીલામ કરી રહ્યા છે. વચનગુપ્તિ અને ભાષાસમિતિ જેવી માતાઓના ઉપાસક મનાતા અને મહાવ્રતોના પાલક મનાતા મુનિઓમાં તો, તેઓ મુનિપણાના સ્વાદથી વંચિત ન હોય તો, આ કુટેવ સ્વપ્રમાં પણ હોવી ન સંભવે. વિના કારણે બોલવાની અને પ્રયોજન વિનાની વાતો કરવાની ટેવને આધીન બનેલાઓ, વચનગુપ્તિ અને ભાષાસમિતિ જેવી માતાઓનો ક્ષણે ક્ષણે વિનાશ કરવામાં ટેવાઇ જાય છે અને એમ કરતાં કરતાં તેઓ પોતાના બીજા મહાવ્રતને પણ ભૂલી જાય છે. પરિણામે એવા મુનિઓ માત્ર વેષધારી જ રહી જાય, એમ બનવું એ જરા પણ અસંભવિત નથી. સાધુપણાના પ્રેમી સાધુઓએ અને સગૃહસ્થોએ તો આ કુટેવનું કાસળ જ કાઢવુ જોઇએ. ધર્મના અર્થી આત્માએ લોકપ્રિયતા મેળવવા માટે આ કુટેવથી બચવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ટેવ કાઢ્યા વિના આ નવમો સદાચાર જીવનમાં જીવાવો એ શક્ય નથી. આ નવમા સદાચારને જીવનમાં જીવવા માટે, સૌથી પ્રથમ બોલવાના અવસર વિના બોલવું જ નહિ, અર્થાત્-વિના કારણ બોલવું નહિ અને પ્રયોજ્ન વિનાની વાતો કરવી નહિ, એવો નિશ્ચય ખૂબ જ દ્રઢ બનાવવો જોઇએ. આટલું જો યોગ્ય રૂપમાં જીવનમાં જીવવાનો નિશ્ચય થઇ જાય, તો એ પછી આ નવમા સદાચારને જીવનમાં જીવવો એ કાંઇ બહુ મુશ્કેલ નહિ રહે : પણ આવો નિશ્ચય થવો અને તેનો જીવનમાં યથાર્થ અમલ થવા, એ ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને વાતોડીયા બની ગયેલા સાધુઓને અને ગૃહસ્થોને માટે તો આ નિયમનો અમલ દુસ્સાધ્ય જ છે. પરિમિત, હિતકર અને અવિસંવાદી બોલવું હોય તો બોલતાં પહેલાં વિચારો :
વિના કારણે નહિ બોલવાના અને પ્રયોજ્ન વિનાની વાતો નહિ કરવાના નિશ્ચય ઉપર આવેલો આત્મા, વિના વિચારે બોલે એ શક્ય જ નથી. વિચાર પૂર્વક બોલવાના સ્વભાવવાળો આત્મા મિતભાષી, હિતભાષી અને અવિસંવાદવાળું જ ભાષણ કરનારો બની શકે છે. મિતભાષણનો અર્થ એવો નથી કે-અમૂક શબ્દો આદિ જ બોલવા, પણ જરૂરથી અધિક ન બોલવું એનું જ નામ મિતભાષણ છે. સદ્વિચારથી જેટલું બોલવા માટે જરૂરનું હોય એટલું બોલવાથી અમિતભાષણપણું આવી જતું નથી. જેઓ મિતભાષણના નામે જરૂરી ભાષણના પણ અખાડા કરે છે, તેઓ તો કોઇ જૂદી જ મનોદશાના સ્વામી છે એમ જ માનવું રહ્યું. જ્ઞાનિઓની આજ્ઞા મુજબનું જેટલું જરૂરી હોય તેટલું, મિતભાષી, વિના સંકોચે બોલી શકે છે. વિચારપૂર્વક બોલનારા જેમ મિતભાષી હોય છે, તેમ હિતભાષી પણ હોય છે. હિતાહિતના
Page 140 of 234