________________
સદાચાર મેળવવા માટે વાણીના ઉપયોગના વિષયમાં ખૂબ જ વિચક્ષણ બનવું જોઇશે. સાચા દાતારો, કે જેઓ ઉદારતા ગુણના સ્વામી હોય છે, તેઓ પણ દાન માટે અવસરની અપેક્ષા રાખે છે. એ જ માટે-ઉદાર સારો પણ ઉડાઉ નહિ સારો એવી લોકોકિત છે અને એને શાસ્ત્રનો પણ ટેકો છે. અર્થ સંબંધી ઉડાઉપણા કરતાંય વાણીનો દુરૂપયોગ ઘણો જ ભયંકર છે. મુખવાળાએ બોલવું જ જોઇએ, એવો કાયદો નથી. વિવેકસંપન્ન આત્માઓ જ આ સદાચારને સાચા સ્વરૂપમાં જીવી શકે છે. વિવેદ્દીન આત્માઓ તો આ સદાચારથી સદાય દૂર જ રહેનારા હોય છે, એ નિસ્સન્ટેહ બીના છે. અવસરે બોલવું :
અવસરે બોલાએલી વાણી કદાચ ગુણગણથી રહિત હોય તો પણ વિપરીતતાવાળી ન હોય તો શોભે છે, પણ વિના અવસરે બોલાએલી વાણી ગમે તેવી હોય તો પણ શોભતી નથી. અવસરભાષિપણું આવ્યા વિના આ સદાચારમાં જરૂરી એવા બીજા ગુણો આવી પણ શકતા નથી. અવસરભાષિપણું લાવવા માટે પ્રથમ એ જ નિશ્ચય કરવો જરૂરી છે કે- “વાણીનો પ્રયોગ સ્વપરના હિત માટે કરવાનો છે કે માત્ર જીભ મળી માટે જ કરવાનો છે ?'
સ. આ પ્રશ્ન ભારે છે. બોલતાં પહેલાં આવો વિચાર કરે છે જ કોણ ?
એવો વિચાર નથી થતો, એનું જ એ પરિણામ આવ્યું છે કે-આજે વાણી દ્વારા અનેકોના હિતનો સંહાર થઇ રહ્યો છે. વાણી સ્વપરના હિત માટે અવસરની અપેક્ષા રાખે છે. સાચા વૈદ્યો ઔષધ માટે પણ અવસરની અપેક્ષા રાખતા હતા, જ્યારે આજના ઉપદેશશોખીનો ઉપદેશ માટે અવસરની અપેક્ષા નથી રાખતા. વિના અવસરે બોલાએલી સારી પણ વાત મારી જાય છે, એ વાત શાણાઓએ સમજવાની જરૂર છે. આથી, જેઓ અવસરે પણ જરૂરી અને હિતકર નથી બોલતા, તેઓએ મલકાવવાનું નથી અને આવા શબ્દોનો આધાર લઇને એમ બોલવાનું નથી કે- “જૂઓ અમે કહેતા હતા એવું હવે આમને પણ કહેવું પડ્યું.’ સત્યની કતલ કરનારા આંખો મીંચીને યાહોમ કર્યે જતા હોય, એવે સમયે- “સત્યની કતલ કરનારો મારી ઉપર પણ તૂટી પડશે.” -એવા વિચારથી, સમર્થ એવા પણ જે આત્માઓ સત્યના પક્ષમાં અને અસત્યની સામે નહિ બોલતાં મૌન સેવે છે, તેઓ તો પંચેદ્રિયપણામાં પણ એકેન્દ્રિયપણું અનુભવે છે અને ભવિષ્યને માટે પણ એકેન્દ્રિયપણાની મુસાફરી કરવાની જ કાર્યવાહી કરે છે. પ્રભુશાસનની વચનગતિ અવસરે પણ હિતકર વાણીનો વિરોધ નથી જ કરતી.
આ નવમા સદાચારને આત્મસાત્ કરવા માટે, આત્માએ પ્રથમ તો વિના અવસરે બોલી ન જવાય એવી મનોદશા કેળવવી પડશે. જેઓને વિના અવસરે પણ બોલવાની કુટેવ છે, તેઓને ઘણી વાર પોતાનું કોઇ ન સાંભળે તો પણ બોલ્યું રાખવું પડે છે અને પરિણામે તેઓ એવા બોલતા બની જાય છે કે-તેઓ બોલે છે એ સમયે શાણાઓના મુખ ઉપર પણ સ્મિત ફરકે છે. સાંભળનાર સાંભળવા ન ઇચ્છતો હોય એ છતાંય બોલનારો બોલ્ય રાખે, એ સમયનો દેખાવ ખરે જ દયા પેદા કરનારો હોય છે. બોલવાનો અવસર ન આવે ત્યાં સુધી મૌન જ રહેવું, એવો નિયમ આ સદાચાર માટે અતિશય જરૂરી છે. આવું મૌન આત્માને ઘણા ઘણા ગુણને માટે થાય છે. આવું મૌન કલ્યાણનો કામી જ ધરી શકે. જો આવું મૌન માનવી માત્ર ગ્રહણ કરે, તો બીચારી નિન્દા અને ચાડીચુગલીને તો નષ્ટ થયે જ છૂટકો. વિના કારણે બોલનારાઓ જજગતમાં નિન્દા આદિને જીવંત રાખનાર છે. જો સૌ કોઇ સદાચારને આત્મસાત્ કરવા માટે વિના કારણે બોલવું બંધ કરે, તો નિન્દા આદિની જગતમાં હયાતિ જ ન હોય. જો કે-સઘળા ય માનવીઓ એવું મૌન ઘરે એ સંભવિત જ નથી, છતાંય લ્યાણકમિઓએ તો આવું મૌન કોઇ પણ ભોગે ધરવું જ જોઇએ.
Page 139 of 234