________________
-આ વાત ધ્યાનમાં રાખી, આપત્તિથી ઉદ્વિગ્ન બની અતિદીન બનવામાંથી અને સંપત્તિથી ઉત્સેક્યુકત બની ઉધ્ધત બનવામાંથી બચી- ‘આપત્તિમાં અતિશય અદીનતા' અને ‘સંપત્તિમાં ઔચિત્ય પૂર્વની નમનશીલતા' આ બે સદાચારોને આત્મસાત્ કરી. ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતા મેળવી માનવજીવનને સફલ મનાવવું, એજ શ્રેયસ્કર છે. નવમો સદાચાર-સત્ય અને મિત વચન :
હવે નવમો સદાચાર- ‘અસત્યત્વાદિથી રહિત અને અવસરોચિત મિત-હિત-ભાષણશીલતા' નામનો છે. આસદાચારને આત્મસાત્ બનાવવા માટે માણસે ઘણા ઘણા દોષોને તજ્જા પડે તેમ છે અને ઘણા ઘણા ગુણોને કેળવવા પડે તેમ છે, એટલે આ સદાચાર પણ અતિશય મુશ્કેલ તો છે જ : પણ આની આવશ્યક્તાય જેવી-તેવી નથી. શિષ્ટજ્મપ્રિય બનવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. વાણી જેટલી ઉપકારક થઇ શકે છે, એટલી જ અપકારક પણ થઇ શકે છે. વાણીથી પણ કુલ, શીલ અને જાતિ આદિ ઓળખી શકાય છે. વાણી દ્વારા માણસના સ્વભાવને પણ સારા રૂપમાં પરખી શકાય છે. ભયંકર દમ્ભશીલતાની વાતને બાજુએ રાખીને, આપણે એમ પણ ક્હી શકીએ કે-વાણીથી માણસના અંતરને પણ પીછાની શકાય છે. બોલવાના વ્યસની લોકો આસદાચારને કદી જ જીવી શક્તા નથી. મોઢું છે માટે બોલવું જ જોઇએ, આવી માન્યતાવાળા માણસો આ સદાચારને પામી જ શકતા નથી. એ જ રીતિએ ઓછું પણ યદ્વા-તદ્દા બોલનારા, દાતા આદિ હોયતો તે છતાં પણ શિષ્ટ લોક્માં મિંત વિનાના જ બની જાય છે.
સ.
શિષ્ટ લોક્માં પ્રિય બનવા માટે તા આખું જીવન જ બદલવું પડે, એવું લાગે છે. આથી તો આપણે કહી ચૂક્યા છીએ કે- ‘લોકપ્રિયતા' ગુણ મેળવવા માટે દંભ આદિ અનેક દોષો તવા પડશે. મુખે મીઠા પણ હૃદયથી મેલા આત્માઓની લોકપ્રિયતા કદાચ દેખાતી હોય, તો પણ એ તક્લાદી છે એમ જ માનવું. દુર્જનોમાં જીભની મીઠાશ નથી હોતી એમ નહિ, પણ એમના સહવાસમાં આવનારાઓ પરિચય બાદ તેઓના સંસર્ગથી દૂર જ રહેવાની મનોદશાવાળા બની જાય છે. વાણીમાં મધુરતા-એ ઘણો જ અનુપમ ગુણ છે, પણ એ મધુરતા દમ્ભથી ખરડાયેલી ન જ હોવી જોઇએ. દંભિઓની વચનમધુરતા, એ તો ભદ્રિક આત્માઓ માટે તાલપુટ વિષ કરતાં પણ ભયંકર છે. ભિઓની વચનમધુરતામાં ફસાયેલા આત્માઓ પાયમાલ થયા વિના રહેતા જ નથી. દંભિઓ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગધેડાને બાપ કહેવાજોગી મધુરતાને પણરાખી શકે છે. એવાઓની મધુરતાએ વિષયોની જેમ આપાતરમ્ય હોવા સાથે પરિણામે ઘણી જ ભયંકર પણ હાય જ છે. કેવળ વાણીની મધુરતાથી મોહ પામનારાઓ દુર્જનોના ફંદામાં આબાદ ફસી જાય છે અને પાયમાલ થયા વિના અથવા તો અનેકાનેક રીતિએ પાયમાલ થઇ જ્વા છતાં પણ છૂટી શકતા નથી. કોઇ પણ રીતિએ પૌદ્ગલિક સ્વાર્થ સાધવાને સજ્જ બનેલા આત્માઓ વાણીમાં મધુરતા સારામાં સારી રીતિએ રાખી શકે છે. એવી મધુરતા મારનારી હોવા છતાં, હિતકર ટુ પણ નહિ સહી શક્તારા, એથી લોભાઇ જાય છે અને પરિણામે એ બીચારાઓ એવી મધુરતાથી મર્યા વિના રહેતા જ નથી. બહુબોલા માણસો મોટે ભાગે સ્વાર્થી હોય છે. મૂર્ખાઓ પણ બહુબોલા હોઇ શકે છે. વાતોના શોખીનો પણ આ સદાચારના શત્રુ જ હોય છે. એવાઓને બોલવા માટે અવસર જોવાનો હોતો નથી. વાતોડીયા બનેલાઓને તો કેટલીક વાર તેમની વાતો સાંભળનારા મેળવવા પણ મુશ્કેલ થઇ પડે છે. વ્યસનિઓ જેમ વ્યસનની સામગ્રી નહિ મળવાથી રીબાય છે, એવી જ રીબામણ વાતો સાંભળનારા નહિ મળવાથી વાતોડીયાઓની થાય છે. કોઇ પણ શાણા આત્માએ, આ નવમો
Page 138 of 234