SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇતાહોય છે. ધર્મને તો પ્રાય: એવાઓ માનતા જ નથી અને માને તોય ફાવતી રીતિએ જ. દેવ, ગુરૂ અને ધર્મની સાથે જેઓની આ દશા હોય, તેઓ અન્યો સાથે ઔચિત્ય પૂર્વની નમનશીલતા રાખી શકે, એ કયી રીતિએ સંભવિત થાય એવું છે? સ. બને જ નહિ. આથી ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે “લોકપ્રિયતા' ગુણને મેળવવાને માટે અભિલાષી બનેલા આત્માઓએ, લોકવિરૂદ્ધ કાર્યોનો પરિત્યાગ કરવા પૂર્વક ત્યાગમય દાનના અને “ઉચિત પ્રતિપત્તિ' ૩૫ વિનયના ઉપાસક બનવા સાથે, ઉત્તમ પ્રકારના સદાચારોના પણ ઉપાસક બનવું ‘લોકાપવાદભીરૂતા, દીન અને અનાથોના ઉપકારનો પ્રયત્ન, કૃતજ્ઞતા, સુદાક્ષિણ્ય, સર્વત્ર નિન્દાનો સંત્યાગ અને સાધુપુરૂષોમાં વર્ણવાદ'- એ સદાચારોની સાથે “આપત્તિમાં અતિશય અદીનતા એ રૂપ સદાચાર જેટલો જરૂરી છે, તેટલો જ “સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા' રૂપ આ સદાચાર પણ જરૂરી છે. “આપત્તિમાં અતિશય અદીનતા' નામનો સદાચાર અને એની સાથે “સંપત્તિના સમાગમમાં ઉચિતપણાવાળી નમનશીલતા' નામનો સદાચાર જેનામાં હોય, તે ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતાને જરૂર મેળવી શકે છે. શરત એટલી કે-તેવો કોઇ પાપોદય હોવો જોઇએ નહિ. ન દીન બનો-ન ઉધ્ધત બનો આપત્તિ મ અવિવેન્નેિ અતિ દીન બનાવે છે, તેમ સંપત્તિ પણ અવિવેનેિ ઉધ્ધત બનાવે છે. આપત્તિમાં દીન ન બનવું અને સંપત્તિમાં ઉધ્ધત ન બનવું, એ સામાન્ય કોટિના સદાચારો નથી. મહાપુરૂષોના સદાચારો આગળ આ સદાચારો ભલે સામાન્ય મનાતા હોય, પણ સામાન્ય મનુષ્યોની દ્રષ્ટિએ તો આ સદાચારો ઘણી જ ઉન્નત કોટિના છે. આપત્તિ વેળાએ પણ સુસ્થિત રહેવું અને સંપત્તિવેળાએ પણ ઔચિત્ય પૂર્વની નમનશીલતા ગુમાવવી નહિ, એ વાત ઘણી મોટી છે, પણ એટલી જ જરૂરી છે. આત્માના આનંદ ખાતર અને ધર્મને પામી તથા આરાધી અનંત આનંદના સ્વામી બનવા માટે, આપત્તિમાં અદીન અને સંપત્તિમાં ઉચિત રીતિના નમનશીલ બનવાની તો ખૂબ જ જરૂર છે. આના વિભવસંપન્ન માણસોની હાલત જોનારને, ડગલે ને પગલે તેમની ઉધ્ધતાઇનાં દર્શન થયા વિના ન રહે, એવું ભાગ્યે જ બને. ઉધ્ધત બનેલા શ્રીમંતોને દીન અને અનાથનાં દર્શન ખૂબ જ ગરમ બનાવી દે છે. ઉધ્ધત બનેલા શ્રીમંતોને એમ જ લાગે કે- “દીન અને અનાથો એટલે એદીઓ જ.’ જાણે પોતે જ આવડતવાળા છે, પરિશ્રમી છે અને સઘળું કરવાને શકિતમાન છે, એવી તો એ ઉધ્ધતોની મનોદશા ઘડાઇ જાય છે. તેવા કોઇ અવસરે તો પુણ્ય અને પાપની વાત સાંભળતાંની સાથે જ તેઓલાલચોળ બની જાય છે. પરલોને સુધારનાર અને મુકિતને પમાડનાર ધર્મની વાતો, એ ઉધ્ધોતોને હમ્બગ જ લાગે છે. એવાઓ અજ્ઞાન લોકમાં ભલે મોભો ભોગવે, પરંતુ શિષ્ટ લોકના મનમાં તો એવાઓની કાણી કોડી જેટલી પણ કિંમત હોઇ શકતી નથી. એવાઓ માટે ધર્મની પ્રાપ્તિ મોટે ભાગે શક્ય નથી. પાપાનબન્ધી પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ આત્માને ઉધ્ધત બનાવ્યા વિના રહેતી નથી. આથી વિવેકીઓએ એવા પુણ્યથી અને એવા પુણ્યથી મળેલી સંપત્તિથી સાવધ જ રહેવું જોઇએ. સંપત્તિ પુણ્યથી મળે છે અને પુણ્યથી ટકે છે તથા ભોગવાય છે : એમ છતાંય અંતે એને છોડીને તો અવશ્ય વું પડે છે, માટે એના મદમાં આવી ઉધ્ધતબનવું એ ભયંકર બેવકુફી છે. આથી કબીક કાજી કબહીક પાજી, એ સબ પુગલકી બાજી Page 137 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy