________________
વખતે આત્મામાં કલેશ ન જન્મે, એ ક્યારે બને ? અસલ વાત તો એ છે કે-આવેલ આપત્તિને સમભાવે સહન કરવી. તેવું સામર્થ્ય ન હોય તો એ શક્ય છે કે-આપત્તિ અસમાધિનું કારણ બને. એવા સમયે સમાધિની રક્ષા પૂરતા બને તેટલા નિર્દોષ ઉપાયો યોજવા, એ જૂદી વસ્તુ છે. આપત્તિના નિવારણનો પ્રયત્ન કરતી વેળાએ પણ જો આંખ સામે સમાધિનું ધ્યેય રહી જાય, તો એ ઉપાયોમાં આત્મા ઘણી ઘણી વિરકતતા જાળવ્યા કરે અને એથી પણ તેને ઘણો લાભ થાય. મૂળ તો સમભાવે સહી લેવાને જ ઉદ્યમશીલ બનવું જોઇએ. જ્યારે સમાધિભંગનો પ્રસંગ લાગે ત્યારે ઉપાયો યોજ્વા પડે, તોય સમ્યદ્રષ્ટિની સંસાર પ્રત્યેની વિરકતતાની જેમ વિરકતતા જાળવવી જોઇએ. યોજવા પડતા ઉપાયોનું ધ્યેય પણ સમાધિ બની જવું જોઇએ : પણ આજે સમાધિની દરકાર કેટલી છે ? આત્માને સમભાવમાં સસ્થિત બનાવવાની કામના કેટલી છે? સમાધિમય દશાનો અર્થી આત્મા કેવું જીવન જીવવાને તલસતો હોય ? શકય હોય ત્યાં સુધી એ પાપને આચરે ખરો ?
સ. આ તો બહુ વિકટ વાત છે.
છતાં અતિશય જરૂરી છે. આ વસ્તુને સમજીને જીવમાં ઉતાર્યે જ છૂટકો છે. આપત્તિમાં અતિશય અદીન બન્યા રહેવું, એ સામાન્ય વસ્તુ નથી. દીન બજે આપત્તિથી બચી જવાય એ શક્ય નથી, એટલે આપત્તિનિવારણનો પ્રયત્ન કરવો પડે તોય તે કરવામાં દીન તો નહિ જ બનવું. ભિક્ષાર્થે નીકળેલા સાધુ જેમ મળે તો સંયમવદ્વિ માને અને ન મળે તો તપોવૃદ્ધિ માને, તેમ આપત્તિનવારણના ઉપાયો યોજવા પડે તોય મન:શુદ્ધિ ખૂબ ખૂબ જળવાઇ રહે, એવી કાળજી રાખવી. આપત્તિમાં અતિશય અદીનતા કેળવવા માટે આવા આવા વિચારોથી ઓતપ્રોત બની જવું જોઇએ, કે જેથી ક્રમે ક્રમે પણ “આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ બની જાય. આ સદાચારને જેણે સુન્દર પ્રકારે આત્મસાત્ બનાવી લીધો હોય, એ આત્મા લોકપ્રિયપણાથી વંચિત રહી જાય, એ શક્ય નથી : એટલે સદુધર્મની પ્રાપ્તિ અને તેના સુન્દર પાલન આદિ માટે લોકપ્રિયતા ગુણને પામવા ઇચ્છતા આત્માઓએ, સદાચારને પણ આત્મસાત્ કરી લેવો એ અતિશય જરૂરી છે. આઠમો સદાચાર-સંપત્તિ વેળા નમ્રતા :
આઠમો સદાચાર છે- “સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા.” આપત્તિના સમયે જેમ અતિશય અદીનતા જરૂરી છે, તેમ સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વની નમનશીલતા પણ જરૂરી છે. આ જ કારણે, સાતમા સદાચાર તરીકે- “આપત્તિના સમયમાં અતિશય અદીનતા' ને વર્ણવ્યા બાદ, ઉપારી મહાપુરૂષ આઠમા સદાચાર તરીકે- “સંપત્તિ સમાગમમાં ઔચિત્ય પૂર્વની નમનશીલતાને' વર્ણવે છે. ખરેખર, સાતમાં સદાચારની જેમ આ આઠમાં સદાચારને પણ ગમે તેવો આત્મા અપનાવી શકતો નથી. વિવેદ્દીન આત્માઓને માટે આપત્તિમાં અતિશય દીન બનવું એ જેમ સ્વાભાવિક છે, તેમ સંપત્તિમાં ઔચિત્યથી પર બની જઇને ભયંકર જાતિના ઉધ્ધતબની જવું, એ પણ તેવાઓને માટે સ્વાભાવિક જ છે. આપત્તિના સમયમાં દીનતાને વશ ન થવું-એ જો કે અતિ મુશ્કેલ છે, પરન્તુ સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વની નમનશીલતા ન ગુમાવવી-એ તો એથી પણ વધુ મુશ્કેલ છે. વિભવનો સમાગમ, વિવેકશૂન્ય આત્માને કોઇ ભયંકર જાતિનું ઔધ્ધત્ય સમર્પે છે. એ સમયે સૌ કોઇએ મને પોતાને અનુકૂળ આવે એવું જ બોલવું જોઇએ, એવી માન્યતાનો એ સ્વામી બની જાય છે. કોઇ પણ પોતાને અનુકૂળ ન બોલે તો એને એ સહજ પણ સહન કરી શકતો નથી. એવાઓએ માનેલા દેવની પાસે પણ એવાઓની ઉધ્ધતાઇનાં દર્શન થાય છે. એવાઓને તો ગુરૂઓ પણ પોતાને ગમતું જ બોલનારા
Page 136 of 234