________________
રાખનાર ઇચ્છે કે ન ઇચ્છે તો પણ આપત્તિઓ આવવાની જ ! પાપના પરિણામે આવી પડેલી આપત્તિઓને આનંદપૂર્વક સહવાનો નિશ્ચય કર્યા વિના, ભયંકર જાતિની દીનતા આવ્યા વિના રહેતી જ નથી. “આપત્તિમાં, અતિશય અદીનતા' નામના સદાચારને જો જીવનમાં જીવવો હોય, તો- “આપત્તિ એ અકસ્માત નથી પણ પોતે કરેલ અશુભ કર્મના વિપાનું જ પરિણામ છે.” -એ વાતમાં ખૂબ જ નિશ્ચિત બની જવું જોઇએ.
પાપકર્મથી નિવૃત્ત બન્યા વિના આપત્તિથી મુક્ત બનાય, એ વસ્તુ જ શક્ય નથી. આપત્તિથી ડરનારાઓએ પાપથી ડરનારા બની જવું જોઇએ. પાપથી ડરનારા બની નિષ્પાપ જીવન જીવવામાં પ્રયત્નશીલ બનવું, એ ભવિષ્યની આપત્તિને અટકાવવાનો ઉપાય છે અને વર્તમાનમાં આવેલ આપત્તિને સમભાવે સહવી એમાં જ કલ્યાણ છે. ભૂતકાળના પાપના પરિણામ રૂપે આવેલ આપત્તિને સમભાવે સહવી અને જીવન એવું બનાવવું કે જેથી ભવિષ્યમાં આપત્તિ આવે નહિ. આપત્તિને સમભાવે નહિ સહી શકનારાઓ આપત્તિથી બચી જતા નથી, પણ તેઓ જો દીનતાના યોગે દુર્ગાનાદિમાં રત બને છે, તો ભવિષ્યની આપત્તિને વધારનારા બને છે. આ જાતિનો નિશ્ચય થઇ જાય, તો આત્મા આપત્તિના સમયે અતિશય અદીનતાને જાળવી શકે અને પરિણામે આપત્તિ માત્રથી મુકત પણ બની શકે છે.
સ. આવો નિશ્ચય થઇ જાય તો આપત્તિના સમયમાં દીનતા ન જ આવે, એ દેખીતી વાત છે.
એ જ કારણે એવા વાસ્તવિક નિશ્ચયને અપનાવી લેવો એ ખૂબ જ જરૂરી છે. ધર્મના અર્થી આત્માને માટે આવો નિશ્ચય એ કાંઇ મુશ્કેલ નથી. સદ્ધર્મની પ્રાપ્તિ અને સદ્ધર્મના પાલન માટે લોકપ્રિય બનવા ઇચ્છતો આત્મા આવો નિશ્ચય ઘણી જ સહેલાઇથી કરી શકે છે. આપત્તિ જો કરેલ પાપના ઉદયનું જ પરિણામ છે, તો પછી એ સમયે દીનતાનો આશ્રય લેવો એ ઘણું જ અયોગ્ય છે. કરેલ પાપની સજા ભોગવાઇ જવાથી એ પાપ અનેક પાપોને લઇને જાય છે, પણ શરત એટલી કે-એ પાપનો ભોગવટો કરતાં આવડવું જોઇએ. પાપના ઉદયથી આવી પડેલી આપત્તિને સમભાવથી સહાય અને પાપના વિપાનો વિચાર કરી સદાય પાપથી પર રહેવાના ભાવમાં રમાય, તો ઉદયમાં આવેલ પાપકર્મની તો નિર્જરા થાય જ છે, પણ એની સાથે અન્ય પણ અનેક પાપકર્મોની નિર્જરા થાય છે. મહાપુરૂષો તો આપત્તિના પ્રસંગને કર્મક્ષયનો પ્રસંગ માની, ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. એવી પ્રસન્નતા ભોગવવાની તાકાત આપણામાં ન હોય, તો પણ આપણે, કમથી કમ દીનતાથી તો બચી જ જવું.
સ. આપત્તિ સહવાનું સામર્થ્ય તો હોવું જોઇએ ને ?
સામર્થ્ય ન હોય તો કેળવવું જોઇએ. તમે એમ કહી શકશો કે-આપત્તિ આવે ત્યારે હાયવોય કરવા માત્રથી આપત્તિ ભાગી જાય છે ?
સ. એમ તો નહિ, પણ તેના નિવારણ માટે ઉપાયો તો કરવા જોઇએ ને ?
એવા ઉપાયો કરવા પડે, તો પણ એ ઉપાયો એવા તો ન જ હોવા જોઇએ ને કે-જે ઉપાયો આચરવાથી ભવિષ્યની આપત્તિ ખૂબ ખૂબ વધી જાય ?
સ, નહિ જ.
વળી નિવારણના ઉપાયો આચરવા પડે, તો પણ દીન શા માટે બનવું જોઇએ ? માનો કે-તેવા પ્રકારના સામર્થ્યનો અભાવ હોય અને એ કારણે આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા પડ્યા : એ રીતિએ આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા છતાં પણ દીન તો નહિ જ બનવું. આપત્તિના નિવારણ માટે યાજેલા ઉપાયો સફલ નિવડે એવો નિયમ નથી. નિષ્ફલેય નિવડે અને નુકશાનકારકેય નિવડે. એ
Page 135 of 234