________________
રૂપ સદાચારને, કૃતજ્ઞતા રૂપ સદાચારને, સુદાક્ષિણ્ય રૂ૫ સદાચારને અને સૌ કોઇની નિદાના સંત્યાગ રૂપ સદાચારને સેવનાર જોઇએ, તેમ આ “સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા' રૂપ સદાચારનો પણ ઉપાસક હોવો જોઇએ. આ સદાચાર આત્મામાં અનુપમ કોટિની સુજનતાને જન્માવનાર છે. સદાચારનો પ્રેમી સદાચારસંપન્ન આત્માઓનો પ્રશંસક ન હોય, એ બનવું જ અશક્ય જેવું છે. આ સદાચાર વિનાનો આત્મા કોઇના પણ અપવાદ રૂપ અનાચારનો ત્યાગી બન્યો રહેવો, એ શક્ય નથી. કોઇની પણ નિદાથી પર રહેનારો આત્મા સહેલાઇથી આ સદાચારનો ઉપાસક બની શકે છે. આ સદાચાર જેને ભારે પડતો હોય, તેને માટે પ્રથમ જે સદાચારો કહેવાયા છે અને આગળ જ્હીશું તે સદાચારો પણ ભારે પડવા એ સ્વાભાવિક જેવી વાત છે. સદાચારી આત્માઓની પ્રશંસા, એ સદાચારસંપન્ન આત્માઓની સદાચારસંપન્નતાને અને સદાચારપ્રેમી આત્માઓના સદાચારપ્રેમને સુજ્ઞાત કરનારી છે. સદાચારનો પ્રેમી અને સદાચારનો ઉપાસક, એ તો સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો પૂજારી હોય જ. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા, એ આત્મામાં સદાચારનો પ્રેમ ન હોય તો એ પ્રેમને જન્મ આપનાર છે અને સદાચારનો પ્રેમ હોય તો એને ખૂબ ખૂબ પુષ્ટ કરનાર છે. સદાચારનો પ્રેમ, એ વસ્તુ જ એવી છે કે-આત્માને સદાચારસંપન્ન આત્માની પ્રશંસા માટે કર્યા વિના રહે જ નહિ. સદાચારનો સાચો પ્રેમ, આત્માને સદાચારસંપન્ન આત્માઓના ચરણકમળમાં ઝુકતો બનાવી દે છે. સદાચારના પ્રેમથી આત્મા સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો વ્યસની બની જાય છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનું વ્યસન, એ કાંઇ ત્યાજ્ય વ્યસન નથી. એ વ્યસન તો કલ્યાણકામી આત્માઓને કલ્યાણની સાધના માટે, સુરતથી પણ અધિક છે. ધર્મના અર્થી આત્માઓએ તો આ “સાધુજનોની પ્રશંસા' નામના સદાચારને ખાસ કરીને આત્મસાત્ બનાવી દેવો જોઇએ. આ સદાચારના પ્રતાપે “લોકપ્રિયતા' કે જે ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે અતિશય જરૂરી છે, તે સહેલાઇથી મળી શકે છે. સાતમો સદાચાર-આપત્તિમાં અતિ અદીનતા :
હવે સાતમો સદાચાર છે- “આપત્તિમાં અતિશય અદીનતા. આ કોઇ સામાન્ય પ્રકારનો સદાચાર નથી. આ સદાચાર તો આત્માને દુ:ખમાં પણ સુખમય બનાવનાર છે. દુ:ખમય દશામાં પણ સુખમય દશા ભોગવવાને માટે આ સદાચાર ખૂબ જ જરૂરી છે. આપત્તિમાં પણ અતિશય અદીનતાને ધરનારા આત્માઓ તો શિષ્ટ લોકમાં ખૂબ જપ્રિય બને, એમાં કાંઇ કહેવાપણું હોય જ નહિ. ખરેખર, આ સદાચાર કોઇ પણ આત્માને આનંદમય રાખનાર છે, આ સદાચાર પામવા માટે સંસારની દુઃખમયતાનો ખ્યાલ હોવો, એ પણ આવશ્યક છે. એ ખ્યાલના પ્રતાપે, સંસારમાં આપત્તિ એ તો એક સ્વાભાવિક છે એમ એ આત્માને લાગે છે. સંસાર પોતાનો સ્વભાવ ન છોડે, તો આત્માએ પોતાનો સ્વભાવ શું કામ છોડવો ? -આ જાતિની મનોદશા વિના “આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ થવો, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. આપત્તિના સમયમાં આત્માઓ કેવી કેવી દીનતાને અનુભવે છે, એ વાત તમારા પણ અનુભવથી પર નથી.
સ. વાત જ ન પૂછો.
કારણ કે-જગત્ આપત્તિઓથી ગભરાય છે, પણ આપત્તિઓનાં જે કારણ, તેના આસેવનથી ગભરાતું નથી. પાપમાં પરાયણ રહેવું અને આપત્તિ ન આવે એમ ઇચ્છવું, એ મૂર્ખતાનું જ લક્ષણ છે. આપત્તિસમયની દીનતા, એ જગતના જીવોની મૂર્ખતા સિવાય અન્ય કશું જ નથી. “આપત્તિ, એ પોતે કરેલ પાપકર્મનું જ પરિણામ છે.'-આ વાત બરાબર સમજાઇ જાય, તો જ એ મૂર્ખતા ટળે, પાપમાં રસ
Page 134 of 234