________________
ઉપર જ એમના હદયની પવિત્રતાનો આધાર છે. શકિતસંપન્ના આગળ કોમળ રહેનારા હૃદયથી કોમળ હોય છે, એમ માનનારા સાચા અર્થમાં બુદ્ધિશાળી જ નથી. દીન અને અનાથ આગળ કોમળ હૈયું રાખી શનારા જ સાચા કોમળ હોઇ શકે છે, આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. અહિંસામાં સાચા દિલથી માનનારાઓ, નામના કે અધિકારના મદમાં ચઢી પ્રમાણિક દલીલ કે આધાર વિના મહાપુરૂષો માટે ભૂંડું બોલી, ધર્મી આત્માઓના અંતરને ઘાયલ કરવાનું પાપ કમ્પતાં કમ્પતાં પણ ન કરી શકે. ધર્મશાસ્ત્રોને બાળી મૂકવાનું બોલવું કે મહાપુરૂષો માટે યતા તદ્દા બોલવું, એ દયાળુ હૃદયોનું કામ જ નથી. દયાની વાતો કરનારા જ્યારે સત્તા પામીને જીવની કતલમાં ઉત્તેજના થાય એવું આચરે, ત્યારે પણ ઓને અનુ કમ્પાનો અભાવ ન જણાય, એવાઓને દીવાના જ માનવા પડે. દીન અને અનાથના ઉદ્ધારનો પ્રયત્ન, એ અનુકમ્પાને જોવાનો સાચો અરિસો છે. આ કારણે આ “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો બીજો સદાચાર પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે “લોકપ્રિયતા' નામના આ ચોથા ગુણને પામવા ઇચ્છનારે જરૂર આત્મસાત્ કરવો જોઇએ. ત્રીજો સદાચાર-કૃતજ્ઞતા :
“લોકાપવાદભીરુતા” અને “દીનોદ્વારનો આદર' -આ બે સદાચારો પછી ત્રીજો સદાચાર આવે છે“કૃતજ્ઞતા” એનો ભાવ એ છે કે- “અન્ય કરેલા ઉપકારને બરાબર જાણવો, પણ કદીએ ભૂલવો નહિ.” આ સદાચારને આપણે અહીં વર્ણવતા નથી : કારણ કે-આપણે જે એક્વીસ ગુણોનું વર્ણન કરી રહ્યા છીએ, એમાં આગળ ઓગણીસમાં ગુણ તરીકે “કૃતજ્ઞતા' ને સૂચવેલ છે : એટલે એનું વર્ણન એ પ્રસંગે કરવું વધુ ઠીક થઇ પડશે. ચોથો સદાચાર-સુદાક્ષિણ્ય :
ચોથ સદાચાર છે- “સુદાક્ષિણ્ય' એનો અર્થ છે- “ગંભીર અને ધીર ચિત્તના સ્વામી તથા મત્સરરહિત એવા આત્માનો પરના કૃત્ય માટે સ્વાભાવિક જ આગ્રહ અથવા તો તે માટેની સ્વાભાવિક ઉદ્યોગપરતા.” આ સદાચારનું વર્ણન પણ એક્વીસ ગુણો પૈકીના આઠમા ગુણમાં આવતું હોવાથી, અત્રે મુલત્વી રાખીએ છીએ. પાંચમો સદાચાર-નિન્દાત્યાગ :
પાંચમો સદાચાર છે- “સર્વત્ર નિન્દાનો સત્યાગ.” જઘન્ય કોટિના આત્માઓ, મધ્યમ કોટિના આત્માઓ અને ઉત્તમ કોટિના આત્માઓ, અર્થાત્ - કોઇની પણ નિન્દા એટલે અપવાદ, એનો પરિત્યાગ કરવો એ પણ એક ઉત્તમ કોટિનો સદાચાર છે. આનું વર્ણન તો ઇહલોકવિરૂદ્ધ કાર્યોના વર્ણન પ્રસંગે થઇ ગયું છે. છઠ્ઠો સદાચાર-સાધુપુરૂષોમાં વર્ણવાદ :
છઠ્ઠો સદાચાર છે- “સાધુપુરૂષોમાં વર્ણવાદ' નામનો. આ સ્થાને “સાધુપુરૂષો' એટલે “સદાચાર સંપન્ન આત્માઓ' એમ સમજવાનું છે. એવાઓનો વર્ણવાદ એટલે તેમની પ્રશંસા. આ સદાચાર આત્માની ઉત્તમતાને પ્રગટ કરનાર ગુણોના અર્થી આત્મા માટે ખૂબ જ જરૂરી છે. સદાચારસંપન્ન પુરૂષોની પ્રશંસામાં રસ ધરનારો આત્મા જ પરનિન્દાના દોષથી સારી રીતિએ બચી શકે છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો સ્વભાવ જેનામાં નથી, તે શિષ્ટપુરૂષોમાં પ્રિય બનવો એ શક્ય જ નથી. ત્રણે પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગી, ત્યાગ રૂપ દાનનો દેનારો અને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયનું આસેવન કરનારો આત્મા, જેમ લોકાપવાદભીરૂપણા રૂપ સદાચારને, દીન અને અનાથના ઉદ્ધારના આદર
Page 133 of 234