________________
હોય તે સ્વાભાવિક છે. ધર્મી રાજાઓને યુદ્ધ કરવાં પડતાં, પણ તેઓ હદયમાં રહેલા ધર્મના પ્રતાપે યુદ્ધનાં અનુમોદનથી સદાય કંપતા રહેતા : પણ આજના અહિસાના નામે લોકપૂજા લૂંટતા એવા અનુકમ્પાહીન પણ હોય છે કે-મુખેથી યુદ્ધનો વિરોધ કરવા છતાં પ્રસંગ પામી એના પ્રશંસક તથા પ્રેરક પણ બને ! એટલું જ નહિ, પણ પાછા એમાં ધર્મ પણ મનાવે, એવી જાતિના એ અહિસાના ઠેકેદાર હોય છે. એ માનવોમા માનવતાનો વાસ હશે કે નહિ, એ પણ વિચારણીય વસ્તુ જ છે. એવાઓની મહત્ત્વાકાંક્ષા આદિ એવું કારમું હોય છે કે-તેઓ અવસર આવ્યું અનકમ્પાનું પણ લીલામ કરતા હોય, તો તેમાં સુજ્ઞોને લેશ પણ આશ્ચર્ય થાય નહિ. એવાઓની અહિસાને ચકોર રાજ્યાધિકારિઓ પણ હૃદયમાં રહેલી સિકભાવનાને ઢાંકવા માટેના બુરખા તરીકે ઓળખી ચૂકેલ હોય છે. માત્ર અજ્ઞાન અને દુન્યવી સ્વાર્થથી પ્રેરાએલા નો જ એવી અહિસાની વાતોથી મુંઝાઇ જાય છે અને અહિસંક તરીકે ઓળખાવાતી પણ વસ્તુત: હિસંક એવી કાર્યવાહીને ધર્મ રૂપ માની લેવાની ભૂલ કરે છે. આ રીતિએ પણ અનુકમ્પાની કતલ થઇ રહી છે, એ સમજવાની ખૂબ જ જરૂર છે. હિસંક પ્રવૃત્તિ કરતાં પણ હિસાને અહિસા તરીકે જણાવી લોકહૃદયમાં તેવી માન્યતા દ્રઢ બનાવવી એ ભયંકર પાપ છે, પણ એવાઓને પાપની સાચી દરકાર જ કેટલી હોય છે ? પાપભીરુ તરીકે પોતે પોતાની જાતને ઓળખાવવી એ એક વાત છે અને પાપભીરૂ બનવું એ બોજી વાત છે. જે કોઇ પોતાને પાપભીરૂ તરીકે ઓળખાવે, તે સર્વ પાપભીરૂ જ હોય, એમ માની લેવાની ઉતાવળ કરવા જેવું નથી. કોમળ અને કઠોર હૃદય :
દયાળુ હૃદયને જાણવાનું સાધન આ- “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો સદાચાર છે. બળવાનને નમી પડનારા અને સત્તાધીશો આગળ કોમળ શબ્દો બોલનારા દયાળુ જ હોય એમ માની લેવા જેવું નથી. એવાઓ તો ઘોર ઘાતકીઓ પણ હોઇ શકે છે. ઘાતકી મનોદશા ધરાવનારા આત્માઓ પણ બળવાનો સમક્ષ નમૂદશાને ધરનારા હોય છે. બળવાન મારવા આવે ત્યારે પીઠ ધરનારા મળવા કઠીન નથી. સમર્થ આગળ એક ધોલ ખાઇને બીજો ગાલ ધરનારા આ જગતમાં જરૂર મળી શકે છે. સત્તાધીશોની ગોળીઓ ખાવાની વાત કરનારા પણ અનુકમ્પાશીલ જ હોય, એમ માનવાને લલચાવા જેવું નથી. સત્તાધીશોના જુલ્મને શાંતિથી સહવાની સલાહ આપનારા પણ, શાકભાજીની વાડીમાં વાંદરાઓ શાકભાજી ખાઇ જાય, એથી એને મારી નાખવાની સલાહ આપવાજોગા કસાઇઓ રા પણ કંપ્યા વિના બની શકે છે ! “મચ્છર આદિથી રોગ થાય છે-એમ જણાવી એ જીવોને મારી નાખવાની સલાહ પણ એવાઓ ઘણી જ ધીઢાઇથી આપી શકે છે ! “કુતરાં ભસીને ઉંઘ બગાડે છે અને કદાચ હડકાયાં થાય તો જાનને પણ જોખમમાં મૂકે એવો સંભવ છે, માટે તેઓને દયાળુઓ પાળવા ઇચ્છે તો પાળવા દેવાં, નહિ તો મારી નાખવામાં હરકત નહિ' –એવી સલાહ પણ એવાઓ હસતાં હસતાં આપી શકે છે ! અને ઉંદરો આદિ પણ ઉપદ્રવ રૂપ હોવાથી તેઓને પણ જીવતા ઉકાળી શકાય અને પછીથી ઘાસતેલ છાંટી બાળી શકાય એમાં હરકત નથી, એમ પણ એવાઓ કહી શકે છે. આવા માણસોમાં અનુકમ્પાનું અસ્તિત્વ માનનારા પણ કારમા અજ્ઞાનથી પીડાતા અને અનુકમ્પાહીન બનેલા જ હોઇ શકે છે. માંસાહારી પ્રજા માટે માંસ પણ ઉપયોગી છે, એવી એવી વાતો બોલવી, એ આજના દયાના પેગમ્બર તરીકે પોતાને મનાવતા આત્મા માટે મુશ્કેલ નથી. ખરેખર, આ જ કારણે કહેવાનું મન થાય છે કે-એવા અનુકમ્પાહીન હૃદયને ધરનારા આત્માઓનાં બીજા સુંદર લખાણો અને સુંદર ભાષણોથી દોરવાઇ એવાઓને દયાળુ માનતાં બચવું એ ઘણું જ શ્રેયસ્કર છે. દીન અને અનાથ ગણાતા આત્માઓ તરફ તેઓનું વર્તન કેવું છે, એના
Page 132 of 234