________________
કરવામાં રકત હોય છે, તેઓ ખરેખર કોઇ જૂદી જ મનોદશાવાળા હોય છે. એવી અયોગ્ય મનોદશાને તજી દેવી, એ ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવા “લોકપ્રિયતા' નામના ગુણને મેળવવાને માટે અતિશય આવશ્યક છે. શિષ્ટજનોમાં અપવાદને પેદા કરનારાં નિધ કાર્યોનો ત્યાગ કેવળ અપવાદના ડરે જ કરવાનો છે એમ નથી, પણ અહીં એની પ્રધાનતા છે એમ સમજવાનું છે. શિષ્ટ લોકમાં અપવાદ થાય, એ ધર્મી અગર તો ધર્મના અર્થી આત્માને પસંદ હોય જ નહિ, એટલે લોકાપવાદભીરૂતા એ પણ એક જાતિનો સદાચાર જ છે. એ સદાચારને સેવનારો આત્મા કાંઇક પણ સારી મનોવૃત્તિને ધરનારો હોય જ છે અને એથી તેનામાં બીજા પણ અનેક સદાચાર સહેલાઇથી આવે છે. બીજો સદાચાર-દીનોદ્ધારનો આદર :
“લોકપવાદભીરૂતા” એ જેમ પહેલો સદાચાર છે, તેમ “દીન અને અનાથોનો ઉદ્ધાર કરવામાં આદર' એ બીજો સદાચાર છે. “લોકપ્રિયતા ગુણને મેળવવા માટે આ સદાચાર પણ કેટલો જરૂરી છે, એ વિચક્ષણોને સમજાવવાની જરૂર પડે એમ લાગતું નથી. દીન અને અનાથ એવા આત્માઓ ઉપર ઉપકાર કરવાની, એટલે કે-એવાઓ દીનદશા અને અનાથદશાથી પર થઇ જાય એમ કરવાની મનોદશા ત્યાગ રૂપ દાનના સેવકની અને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના ઉપાસની ન હોય, એ બનવા જોગ જ નથી. જેઓ આજે પોતાની જાતને ધર્મી મનાવે છે અને શકિતસંપન્ન છે, તેઓમાંના પણ જ્યારે દીનો અને અનાથો તરફ ઘણાભરી નરે જોતા જોવાય છે, ત્યારે તો તેઓ શાણા આત્માની દ્રષ્ટિએ ઘણી જ નિષ્ઠ કોટિના ભાસે છે. દીન અને અનાથો એ જાણે માણસો જ ન હોય, એવું વર્તત એ માણસજાતને ન છાજે એવો એક ભયંકર જાતિનો અનાચાર જ છે. દીન અને અનાથ દશાને ભોગવતા આત્માઓની દીનદશા અને અનાથદશા જેઓનું હદય પીગળાવતી નથી, એવા આત્માઓ ધર્મની પ્રાપ્તિ માટે લાયક હોય એ સંભવતું નથી. એવા નિર્દય આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બને, એ કલ્પના જ વાહીયાત છે. દીનો અને અનાથોને જોઇને આર્ટ હૃદયવાળા બનવાને બદલે જેઓ તિરસ્કારયુકત બને છે, તેઓ માણસો નથી પણ માણસના રૂપમાં રહેલા ભયંકર જાતિના રાક્ષસો છે, એમ કહેવું એમાં જરાય અતિષશયોતિ જેવું નથી. અનુ કમ્પા, એ તો આર્યહૃદયનો અલંકાર છે. દીન અને અનાથ અત્માઓના ઉદ્વારનો આદર ખ્યા વિના એ અલંકારનું અસ્તિત્વ જ નથી હોતું. અનુકમ્પા, એ સદાય આર્યહૃદયને આર્ટ બનાવી રાખે છે. શિષ્ટ આત્માઓ સદાય અનકમ્પાભાવથી ઓતપ્રોત હોય છે. અનુકમ્પાથી ઓતપ્રોત એવા હૃદયના સ્વામી બનેલા શિષ્યોની પ્રીતિ કદી જ અનુકમ્પાના વૈરિઓ ઉપર ઢળતી નથી. અનુકમ્પાના વૈરિઓ ગમે તેવા હુંશિયાર આદિ હોય, તે છતાં પણ શિષ્ટો તેમને શ્રાપ રૂપ ગણે છે. આજના યુગમાં મનુષ્યદયાના નામે આ અનુકમ્પાની કારમી કતલ થઇ રહી છે. આજે શુદ્ર જીવોને જાણે જીવવાનો હક્ક જ ન હોય, એવી જાતિની મનોદશાને આજના શિક્ષિત ગણાતા ગુલામો સેવી રહ્યાા છે. ક્રોડોની સંખ્યાવાળા હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરવાની વાતો કરનાર પણ આજના કેટલાક આગેવાન ગણાતા આદમીઓ, મુદ્ર જીવોના વિનાશમાં જાણે પાપ જ ન માનતા હોય, એવા નિષ્ફર હૃદયના સ્વામી બનેલા જોવાય, ત્યારે સહજ રીતિએ એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે-આવાઓ હિન્દુસ્તાનનો કયી જાતિનો ઉદ્ધાર કરવા માગે છે ? કૂતરાં મારવાં, વાંદરાં મારવાં, વાછરડા મારવા, ઉદરો મારવા કે અન્ય ક્ષુદ્ર જંતુઓના સંહાર કરવા, એ તો એમને મન જાણે રમત જ હોય એવું બની ગયું છે. આવા લોકોના અંત:કરણમાં અનકમ્પા હોવી કે સાચા રૂપમાં માનવદયા પણ હોવી, અ વાત કોઇ પણ રીતિએ બંધબેસતી લાગતી નથી. એવાઓ અવસર આવ્યે માનવોની કતલનાં કામોની પણ અનુમોદના કરવાનું કામ કરતાંય ન કંપે, એવા જ અનુકમ્પાહીન હૃદયને ધરનારા
Page 131 of 234