________________
લોકપ્રિયતા પમાડવાની કેટલી બધી તાકત રહેલી છે. આવા વિનયને જો ઉપારિઓની આજ્ઞા મુજબ આત્મકલ્યાણના હેતુથી સેવાય, તો કમીના શી રહે ? પણ આત્મકલ્યાણની ચિન્તા કેટલાને ? આત્મકલ્યાણની ચિન્તા વિનાના આત્માઓ ગમે તેવા શ્રીમંત અગર સત્તાધીશ હોય તો પણ અમૂક અમૂક પ્રકારે તો તેમને વિનયને સેવવો જ પડે છે : પણ સ્થિતિ એ થાય છે કે-તેમને અયોગ્યોનું પણ સન્માન આદિ કરવું પડે છે અને યોગ્યોનું અપમાન કરતાં તેઓ ખચકાતા નથી. આથી તેનો એ વિનય પણ તેમના કારમા અહિતનું જ કારણ બને છે. ખરેખર, અયોગ્ય આત્માઓ પોતાની અયોગ્યતાથી દરેક સારી પણ ક્રિયાને પોતાને માટે ડૂબાવનારી બનાવી દે છે. અયોગ્ય આત્માઓની સારી પણ ક્રિયા તેમના નાશનું કારણ બને, એમાં દોષ તે તે ક્રિયાઓનો નથી, પણ તે તે આત્માઓની અયોગ્યતાનો જ છે. એવી અયોગ્યતા ટાળવાને માટે કલ્યાણના અર્થી આત્માઓએ ખૂબ જ પ્રયત્ન કરવો જોઇએ અને એ માટે મુકિતના ધ્યેયને સુનિશ્ચિત બનાવી દેવું જોઇએ. મુક્તિના ધ્યેયને સુનિશ્ચિત બનાવનારા આત્માઓ ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયની ઘણી જ સુન્દર રીતિએ આરાધના કરી શકે છે. પહેલો સદાચાર-લોકાપવાદભીરપણું :
લોકપ્રિયતાના ગુણ પામવાને માટે ત્રણેય પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનું ફરમાવનાર, પરમ ઉપકારી, શાસકારપરમષિએ ધર્મરત્નના અર્થી આત્માઓને દાન, વિનય અને શીલથી પરિપૂર્ણ બનવાનો પણ ઉપદેશ આપ્યો છે. દાન અને વિનયનો વિચાર કર્યા પછી, હવે આપણે શીલ વિષે પણ કાંઇક વિચારી લઇએ. અહીં “શીલ' નો અર્થ કરતાં ઉપકારી પરમષિઓ ફરમાવે છે કે-શીલ એટલે સદાચારપરતા સદાચાર કાંઇ એક પ્રકારનો નથી. એના પ્રકારો અનેક છે અને ભૂમિકાભેદે અ ભિન્ન ભિન્ન પણ હોઇ શકે છે. આત્મા જેમ જેમ ઉન્નત બને, તેમ તેમ તેના સદાચારો પણ ઉન્નત બને-એ સ્વાભાવિક છે. આ સ્થાને “લોકપ્રિયતા' નામના ગુણ માટે ઉપયોગી થઇ પડે એવા થોડાક સદાચારો આપણે જોઇએ. આપણે આ સ્થાને એવા એવા સમાચારો વર્ણવવા છે, કે જે સદાચારોથી લાકપ્રિયતા ગુણ મેળવવા માટે જે જે વસ્તુઓ પહેલાં વર્ણવવામાં આવી છે, એને ખૂબ ખૂબ પુષ્ટિ મળે. એવા સદાચારોમાં પ્રથમ નંબરનો સદાચાર છે- “લોકાપવાદભીરૂપણું” ખરેખર, આ એક એવો સદાચાર છે કે- જો આ સદાચાર જીવનમાં આવી જાય, તો આત્મા અનેક પ્રકારનાં અકાર્યોથી બચી જાય છે. શાણા લોકોમાં એવા માણસની અપકીર્તિ થાય છે, કે જે માણસ અકરણીય કાર્યોનો જીવનમાં અમલ કરે. “અપવાદ'ના અર્થોમાં-નિદા, અપકીતિ, મિથ્યાવાદ અને કુત્સિત વાકય- આ અર્થો પણ છે. શાણા માણસો દ્વારા તે જ આદમીની નિદા આદિ થવાનો સંભવ છે, કે જે ન કરવા લાયક કાર્યોને કરે. ‘શાણા માણસોમાં મારી નિદો ન થાઓ અથવા અપકીતિ ન થાઓ તથા શાણા માણસોમાં મારો મિથ્યાવાદ ન થાઓ અને શાણા માણસોને મારે માટે કુત્સિત એટલે ખરાબ વાકય બોલવું પડે એવું મારા જીવનમાં કદી પણ ન બનો !' -આવી ઇચ્છાવાળા આત્મામાં જ ‘લોકાપવાદભીરૂપણું” આવી શકે છે. આ જાતિનું ‘લોકાપવાદભીરૂપણું' એ એક એવો સદાચાર છે, કે જે સદાચાર આત્માને અનેકવિધ સદાચારોનો ઉપાસક બનાવી દે છે. ધર્મના અર્થી આત્માઓને મન લોકાપવાદ એ મરણથી નિવિશેષ છે. સજ્જન લોકમાં અપવાદને પેદા કરનારાં કાર્યોનો, ધર્મના અર્થી આત્માઓએ અવશ્ય ત્યાગ કરવો જોઇએ. લોકમાં અપવાદને પેદા કરવાના સ્વભાવવાળાં કાર્યો કરવામાં અને આનંદ આવે, તેઓનું દાન અને તેઓનો વિનય પણ શોભાયુક્ત ન બની શકે એ સહજ છે. ત્યાગવૃત્તિવાળું દાન અને “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય જો સાચા સ્વરૂપમાં આવે, તો લોકાપવાદભીરૂપણું' આવવું એ તદન સ્વાભાવિક છે. જેઓ શાણા લોકોમાં અપવાદ જન્મે એવાં કાર્યો
Page 130 of 234