________________
કે - “હે ભાઇ ! અહીં દુ:ખ શું છે? જો અહીં સ્વયંસિદ્ધ એવું આ વૃક્ષરૂપ ઘર છે. અને અમે સુખે કરીને પુષ્પ ફળાદિનું ભોજન મેળવીએ છીએ. વળી હમણા આ વૃક્ષો પણ બધા પલ્લવીત થયા છે. આ હૃદયને આનંદ આપનારી પ્રિયા નિરંતર સમિપે રહેનારી છે. આ કરતાં સમુદ્રનો પાર પામ્યા પછી અમને વધારે સુખ શું પ્રાપ્ત થવાનું છે? માટે જીવીતના સંદેહવાળા જળ માર્ગમાં હવે શા માટે પ્રસ્થાન કરીએ. આ દ્વીપ મહા શોભનીક છે માટે હું અહીંથી તમારી સાથે કદી પણ આવવાનો નથી.” આ પ્રમાણેના તેના વચનો તેની નરકગતિ નામની સ્ત્રીએ પણ હર્ષિત થઇને માન્ય કર્યા.
દર્ભવ્ય બોલ્યો કે- હું સમુદ્રનો પાર પામવા માટે તમારી સાથે આવીશ ખરો પણ હમણા નહીં. ઘણા કાળ પછી આવીશ. તેની તિર્યમ્ ગતિ નામની સ્ત્રીએ પણ એ વાતને અનુમોદન આપ્યું અને બોલી કે હે નાથ ! તમે બરાબર કહ્યું છે.
ભવ્ય બોલ્યો કે - હે ભાઇ ! હમણા તો તમે જાઓ હું કીનારે આવવા ઇચ્છું છું તો ખરો પરંતુ કેટલાક વર્ષ પછી તમારી સાથે આવીશ. નરગતિ નામની તેની સ્ત્રીએ તે વાત મંજૂર કરી.
- આસન્નસિદ્ધિ બોલ્યો કે- હે ભાઇ ! હું એક વર્ષ પછી તમારી સાથે આવીશ. તેની સ્વર્ગગતિ નામની સ્ત્રીએ આ કથન યુક્ત છે એમ કહ્યું.
આ પ્રમાણેના ચારેના ઉત્તરો સાંભળીને તેમજ તેને સંપૂર્ણ સંમત તેમની સ્ત્રીઓના વિચારો જાણીને આવેલા પુરૂષો વિચારવા લાગ્યા કે - અહો ! અહીં આ દંપતિઓનું પ્રકૃતિનું સાહસ્યપણું બહુ આશ્ચર્યકારી દેખાય છે; કેમકે મન-વચન-કાયાવડે તેઓ એકલ હોય તેવા દ્રષ્ટિએ પડે છે. દંપતિનો સંયોગ દૂરથી આવીને મળે છે તે છતાં ગુણરૂપ અને પ્રકૃત્યાદિકનું સરખાપણુ જ જણાય છે તેમાં વિધાતાની જ કુશળતા સંભવે છે. આ પ્રમાણે વિચારીને તે ચારે પુરૂષોની ઉપેક્ષા કરી, આવેલા પુરૂષોએ તદ્દભવસિદ્ધિને પૂછયું કે “ક્કો હવે તમારો શું વિચાર છે?' તભવસિદ્ધિ બોલ્યો કે- “અહો નિ:કારણ બંધુઓ! આ દુરત એવા કષ્ટ સમુદ્રમાંથી બીલકુલ કાળવિલંબ કર્યા શિવાય મને પાર ઉતારો. અહીં જે સુખ કહેવામાં આવે છે તે મધુલિત ખગ ધારાને ચાટવા જેવું છે. આ સ્થાનક અનેક પ્રકારના કષ્ટને આપનારું છે. અને અહીંનું કથન માત્ર સુખ પણે બહુજ તુચ્છ છે.” આ પ્રમાણેની પોતાના પતિની ઉકિતને સાંભળીને હર્ષ પામી સતી સિધ્ધિગતિ નામની તેની સ્ત્રી બોલી કે - “હે પ્રાણેશ ! મને પણ એમજ રૂચે છે.” પછી તે માણસોની સાથે નાવમાં બેસીને પોતાની સ્ત્રી સહીત તદભવસિધ્ધિ, સુવિત્ત નામના સાંયાત્રીકની સમીપે આવ્યો. તેને પોતાનો વૃત્તાંત હી બતાવ્યો અને તેની સાથે વહાણમાં બેસીને સમુદ્રનો પાર પામ્યો. ત્યાં પોતાના સ્વાવર્ગને મળ્યો અને ચિરકાળ પર્યત સુખનું ભાજન થયો.
આ પ્રમાણેની કથા કહીને ભગવંત બોલ્યા કે - હે વત્સો ! આ દ્રષ્ટાંત જે મેં તમને કહી સંભળાવ્યું તેનો સમ્યક પ્રકારનો ઉપનય હવે હું કહું છું તે લક્ષ્ય પૂર્વક સાંભળો -
આ કથામાં જે અભવ્યાદિ પાંચ કુળ પુત્રો કહ્યા છે તે પાંચ પ્રકારના પાંચ ગતિમાં નારા જીવો જાણવા. જન્મ, રા, મૃત્યુ અને રોગાદિ રૂપ જળ વડે સમગ્ર પણે વ્યાપ્ત આ દુરત અને પારાવાર સંસાર રૂપ સમુદ્ર જાણવો. દુ:ખ, દારિદ્ર, દૌર્ભાગ્ય, રોગ અને ઉદ્વેગાદિ વડે પરિપૂર્ણ મનુષ્ય જન્મ તે કંથારી કુડંગદીપ સમાન જાણવો. નિરંતર દુ:ખને વેદના થકી દુરંત એવી નર્કગતિ અને તિર્યમ્ ગતિ તે કવચ તથા કંથારીના વૃક્ષ સમાન જાણવી. પ્રાણીઓને પાપોદયની પ્રિયતાથી એ ગતિની પ્રાપ્તિ થાય છે અને પ્રાયે પાપાત્મા પ્રાણીઓનેજ એ બંને ગતિમાં પ્રતિબંધ થાય છે. મનુષ્યગતિ ને દેવગતિ જે સુખ દુ:ખ વડે મિશ્ર છે તે બોરડીના તથા ઉંબરના વૃક્ષ સદશ જાણવી. મધ્યમ સુકૃત વડે એ બંને ગતિ પ્રાણીઓ ને પ્રાપ્ત
Page 13 of 234