________________
દ્રવ્ય, પુત્ર અને કળશાદિક ના મોહમાં વ્યામૂઢ થયા સત્તા મૃત્યુને પાસે આવેલું જોઇ મુર્છિત થઇને ઢળી પડ્યા. તે વખતે મુશળ જેવી પાણીની ધારાવડે વર્ષાદ વરસવા લાગ્યો, અને તત્કાળ તેઓના દુર્ભાગ્ય યોગથી વહાણ જળવડે પૂરાઇ ગયું. પ્રાંતે પુણ્યહીન પ્રાણીના મનોરથ જેમ ભગ્ન થાય તેમ પાંચે વહાણો તરતજ ભગ્ન થઇ ક્યાશેષ થઇ ગયા. તે વખતે વહાણમાં બેઠેલા સર્વ લોકો સમુદ્રમાં કર્મના યોગથી હાહારવ કરતા તેજ ક્ષણે જળશરણ થઇ ગયા. ભવીતવ્યતાના યોગથી અભવ્યાદિ પાંચે પુરૂષોને પોતપોતાની સ્ત્રી સહીત એકેક પાટીયું પ્રાપ્ત થયું. તે પાટીઆની સાથે તેઓ સજોડે વળગી પડ્યા. સમુદ્રના અતિ ઊછળતા જળ ક્લોલમાં આમ તેમ અથડાતા, પીડાતા અને અનેક પ્રકારના જળચર જીવોથી ભક્ષ કરતા તે પાંચે પુરૂષો સાત દિવસે પોતપોતાની સ્ત્રીઓ સહીત કંથારી કુડંગ નામના દ્વીપને ક્વિારે નીકળ્યા.
સમ દુ:ખવાળા પાંચે એક સ્થાનકે સાથેજ નીકળવાથી ખુશી થયા અને હજુ આપણું પુન્ય જાગૃત છે એમ પરસ્પર હેવા લાગ્યા. વસ્ર ન હોવાથી લજાતા અને રહેવા યોગ્ય સ્થાનક શોધવા માટે તે દ્વીપમાં ભટકતા તે પાંચે જ્હાઓને ઘરની આકૃતિવાળા પાંચ વૃક્ષો નજરે પડ્યા. તેમાં કૌવચના વૃક્ષની નીચે અભવ્ય પોતાની નરકગતિ નામની સ્ત્રી સહિત હર્ષિત થઇને રહ્યો. કંથારી વૃક્ષની નીચે દુર્ભાવ્ય પોતાની તિર્થંગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો, બદ્રી વૃક્ષની નીચે ભવ્ય પોતાની નરગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો, ઉંબરાના વૃક્ષની નીચે આસત્રસિદ્ધિ પોતાની સ્વર્ગગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો અનેકરણીસાર વૃક્ષની નીચે તદ્નસિદ્ધિ પોતાની સિદ્દિગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો. આશ્રય સ્થાન મળી જવાથી કાંઇક નિવૃત્ત થયેલા તે પાંચે દંપતિઓ કોઇક ખાબોચીયાઓમાં ભરાઇ રહેલું ખદિરજળ બહુ તૃષાતુર હોવાથી પીવા લાગ્યા અને ક્ષુધાતુર થવાથી કપિથ્થાદિના ફળો ખાઇને પોતાની સ્ત્રીઓ સહીત પ્રાણ વૃત્તિ કરવા લાગ્યા.
તેમાંનો અભવ્ય અને દુર્ભવ્ય એ બે તો ત્યાં નિરંતર હર્ષિતપણે સુખને માનતા સતા રહ્યા, ભવ્ય તો સુખ કે દુઃખ કાંઇ ન માનવા લાગ્યો. આસત્રસિદ્ધિ દુ:ખીપણું માનવા લાગ્યો અને તદ્ભવ-સિધ્ધિ તો અત્યંત દુ:ખીપણું અનુભવવા લાગ્યો. એકદા અનુકુળ પવને કરીને ત્યાં સર્વે વૃક્ષો પલ્લવીત થઇ ગયા તે જોઇને અભવ્ય બોલ્યો કે - અહો આપણા શુભયોગથી જુઓ કેવા પુષ્પ ફળનો ઉદ્ગમ થયો છે. દુર્ભાવ્ય પણ તેના વાક્યને અનુમોદન આપતો સતો પ્રમોદવાનુ થઇ રહ્યો. ભવ્ય તો તે વચનો સાંભળીને હર્ષ કે વિષાદ કાંઇપણ અનુભવ્યાવિના સ્થિર રહ્યો. આસત્રસિદ્ધિ અને તદ્ભવસિદ્ધિ તો બોલ્યા કે આવા ઉજ્જડ દ્વીપમાં અતિ તુચ્છ ફલાદીનું આસ્વાદન કરવું અને ક્મીષ્ટજળનું પાન કરવું તેજ જો હર્ષનું સ્થાનક હોય તો પછી વિષાદનું સ્થાનક બીજું શું વ્હેવાય ? માટે આમાં ખુશી થવા જેવું કિંચિત્ પણ નથી. આ પ્રમાણેના ભાવને ધારણ કરતા પોતપોતાના નિવાસ સ્થાનરૂપ વૃક્ષની ઉપર ‘ભાંગેલા વહાણના ઉતારૂં અહીં છે' એવી નિશાની સૂચવનારા નિશાનો બાંધીને તેઓ રહેવા લાગ્યા.
એકદા સુવિત્ત નામનો કોઇ વહાણવટી તે રસ્તે નીકળ્યો. તેણે પૂર્વોક્ત નિશાનીઓ જોઇને આ દ્વીપમાં કોઇક ભગ્નપોતના ઉતારૂઓ છે એમ જાણ્યું એટલે મહા કૃપાળુ હૃદય હોવાથી તેણે નાવ મૂકીને પોતાના માણસોને તેઓને લેવા માટે મોક્લ્યા. તેઓએ કીનારે ઉતરીને પાંચે જ્હાઓને સુવિત્ત નામના સાંયાત્રિકે તેડવા મોક્લ્યાની હકીકત કહી બતાવી અને કહ્યું કે “મહા દુ:ખના સ્થાનભૂત આ દ્વીપમાં રહીને તમે ફોકટ વિનાશ ન પામો અને અમારી સાથે ચાલો, જેથી અમારા પ્રવણમાં બેસારીને તમને તત્કાળ આ સમુદ્રનો પાર પમાડીએ.” તેડવા આવેલ માણસના આ પ્રમાણેના વચનો સાંભળીને અભવ્ય બોલ્યો
Page 12 of 234