________________
કાંઇ બીજું ફળ મળવાનું નથી. ક્ષુધા સહન કરવી તે મૃત્યુને માટે થાય છે, તપર્મભોગવંચના માટે છ, દેવ પૂજાદિ ધનહાની માટે થાય છે અને મૌન ધારણ કરવું તે પ્રત્યક્ષ દાંભિકપણું જ છે. ધૂર્ત લોકો ધર્મ ક્થાનું વ્યાખ્યાન મુગ્ધ લોકોને ઠગવા માટે જ કરે છે. તેથી સ્વેચ્છાવડે વિષય સુખનું સેવન કરવું એજ ખરેખરો તત્વ છે.
દુર્ભવ્ય બોલ્યો – ઇંદ્રિયજન્ય સુખોનો ત્યાગ કરીને પરભવમાં સુખ પામવાની આશાએ જે પ્રયત્ન કરવો તે હાથમાં આવેલા પક્ષીને ઉડાડી દઇને તેને પકડવા માટે પાસ નાખવા જેવું છે. તેથી હું તો કહું છું કે જે પ્રાપ્ત થયું હોય તે ભોગવીએ, મનમાં આવે તે ખાઇએ, અનેક પ્રકારના મદિરાદિક જળ પીએ અને આનંદ કરીએ. મને તો આ ધર્મજ ખરેખરો ઇષ્ટ લાગે છે.
ભવ્ય બોલ્યો કે - આ સંસારમાં શોભનીક એવા ધર્મ અને અર્થ બંને વર્ગ સાધવા યોગ્ય છે, માટે અર્ધોઅર્ધ બંનેની સાધના કરવી. કેવળ બેમાંથી એમાં આસકત થવું નહીં.
આસત્રસિદ્ધિ બોલ્યો - સર્વ અર્થનું મુખ્ય સાધન એવો ધર્મજ ચારે પુરૂષાર્થમાં પ્રધાન છે અને સજ્જનોએ નિરંતર ઉદ્યમી થઇને તેજ સેવવા યોગ્ય છે. આજીવીકાદિને અર્થે ગૃહીને ઉદ્યોગ કરવાની જરૂર છે ખરી પરંતુ તેનું પ્રમાણ બાંધીને પરિમિતપણે ઉદ્યોગ કરવો; શેષ સર્વકાળ ધર્મના સાધનમાંજ વ્યય કરવો.
છેવટે નિષ્પાપ બુદ્ધિમાન્ તદ્ભવસિદ્દિ બોલ્યો કે - સર્વદા અવિચ્છિન્ન ઉદ્યોગી એવા ઉત્તમોત્તમ પુરૂષોએ સેવેલો અને સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી આભવ અને પરભવમાં શુભ પરિણામવાળો સાધુ ધર્મજ હિતવાંચ્છુક સર્વ જ્યોએ સર્વદા સેવન કરવા યોગ્ય છે.
આ પ્રમાણેના ક્શનને અનુસારે પાંચે સાર્થપતિઓએ પોતપોતાની ક્થાને યોગ્ય એવા અનુક્રમે પાંચે વર છે એમ જાણ્યું. તેથી તેઓમાંથી એકેને બોલાવીને એકેક સાર્થવાહે પોતપોતાની કન્યા આપતાં કહ્યું કે “આ મારી કન્યા હું તમને પરણાવું છું, માટે તમારે આફ્થી તેની આજ્ઞામાં વર્તવું. આ પ્રમાણે ક્હીને ક્યા આપવાથી તેઓ બહુજ પ્રસન્ન થયા. (૧) મહામોહની પુત્રી નરગતિને અભવ્ય પરણ્યો. (૨) અતિાહની પુત્રી તિર્યંચગતિને દુર્ભવ્ય પરણ્યો. (૩) સંમોહની પુત્રી નરગતિને ભવ્ય પરણ્યો. (૪) મોહની પુત્રી સ્વર્ગગતિને આસત્રસિદ્ધિ પરણ્યો, અને (૫) ક્ષીણમોહની પુત્રી સિદ્વિગતિને તદ્ભવસિદ્ધિ પરણ્યો. આ પ્રમાણે પાંચેને પોતપોતાને યોગ્ય ક્થાઓ પ્રાપ્ત થઇ-ત્યારથી વધુવરને ઉચિત સ્નેહ સંબંધવડે પ્રીતિ યુક્ત મનવાળા થઇને તેઓ રહેવા લાગ્યા અને મહામોહાદિ પણ સ્નેહની બહુળતા હોવાથી પોતાના માઇની પાસેજ રહેવા લાગ્યા. અભવ્યાદિક પાંચેએ પોતાની વલ્લભાઓની સાથે સુખ ભોગવતા સતા એ પ્રમાણે બહુ કાળ નિર્ગમન ર્યો.
એકદા દ્રવ્યોપાર્જન કરવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી, અનેક પ્રકારના કરિયાણા લઇને, પોતપોતાની સ્ત્રીઓ સહિત, અનેક જાતીના કૌતુક મંગળાદિ કરીને સારે દિવસે શુભ મુહુતૅ ઊત્સાહ સહીત તે પાંચે પુરૂષોએ જુદા જુદા પાંચ વહાણમાં બેસી રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્યું. તે વહાણો અતિ વેગવડે સમુદ્રમાં ચાલતાં જ્યારે મધ્ય સમુદ્રમાં પહોંચ્યા તેવામાં એકાએક આકાશમાં જાણે તેઓના દુર્ભાગ્ય ચડીને આવ્યા હોય તેમ વાદળાઓ ચડીને આવ્યા. ઊલ્કાપાતની જેવા વિજળીના ઝબકારા થવા લાગ્યા, ઊર્જિત ગર્જારવના નિર્ધાત થયા અને એક બીજાને દેખી ન શકાય તેવો ગાઢ અંધકાર સર્વ આકાશમાં વ્યાપી ગયો. તે વખતે વહાણમાં બેઠેલા ઉતારૂઓએ જીવીતવ્યની આશા છોડી દીધી. તેમાંથી કેટલાક આભવ પરભવમાં હિતકારી એવું દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગ્યા. અને કેટલાક કાયર મનુષ્યો
Page 11 of 234