________________
અર્ધપુદગલ પરાવર્તકાળ કે એથી ઓછા કાળવાળા પણ બનેલા હોય અને યાવતુ છેલ્લા બે ભવો બાકી રહે અને વ્યવહાર રાશીમાં આવે એવા પણ હોય તે બધા લઘુકર્મી ભવ્યાત્મા તરીકે કહેવાય છે. જેમ મરૂદેવા માતા જેવા જીવો પણ હોઇ શકે છે. આ મરૂદેવામાતાનો જીવ અવ્યવહારરાશીમાંથી એકેન્દ્રિયપણામાં આવ્યા અને ત્યાંથી મનુષ્યપણામાં આવી મોક્ષે ગયા આવા જીવો અવ્યવહારરાશીમાં અનંતા હોય છે. મરૂદેવા માતા જેવા જીવો પાંચ ભારત અને પાંચ ઐરવતમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ પછી પેદા થતાં હોવાથી અચ્છેરા રૂપે ગણાય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તો આવા જીવો અનેક્વાર ઉત્પન્ન થયા જ કરે છે માટે ત્યાં અચ્છેરા રૂપે ગણાતા નથી. આથી અવ્યવહાર રાશીમાં રહેલા આવા જીવોને લઘુકર્મી ભવ્ય જીવો કહેવાય છે.
વ્યવહાર રાશીમાં છ પ્રકારના જીવોમાંથી પાંચ પ્રકારના જીવો હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો અને (૫) દુર્લભબોધિ જીવો હોય છે પણ જાતિ ભવ્ય જીવો હોતા નથી. બીજી રીતે પાંચ પુરૂષની કથાનું વર્ણન કરાય છે.
પાંચ પુરૂષ સ્થા શ્રી આદીશ્વર ભગવંતે જ્યારે પોતાના ૯૮ પુત્રોને સંસાર ત્યાગ કરવા સંબંધી ઉપદેશ કર્યો અને કષાયાદિવડે બાંધેલા કર્મોનો વિપાક બતાવ્યો ત્યારે તેઓ બોલ્યા કે “હે સ્વામી ! આપ તો કર્મનો વિપાક આવો દુ:ખકારક બતાવો છો અને અમને તો સ્ત્રી પુત્રાદિના પ્રેમનો પાસ મહા દુસ્યજ લાગે છે; એક બાજુ દુર્જય એવો મોહ છે અને બીજી બાજુ મહાભયંકર સંસાર છતાં તે તજી શકાતો નથી તેથી અમને તો એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય પ્રાપ્ત થયો છે. હવે અમારે શું કરવું?” ભગવંત બોલ્યા - “હે વત્સો ! સંસારમાં રહેલું વિષયજન્ય સુખ મહાતુચ્છ તેમજ અનિત્ય છે. અને તેના ત્યાગથી પ્રાપ્ત થનારૂં મોક્ષસુખ અનંત અને શાશ્વત છે આ સંસારમાં શુભ અને અશુભ ગતિમાં નારા જીવોની મન વચન-કાયાથી ચેષ્ટા તેને અનુસરતી જ હોય છે. જેને જેટલો મોહ હોય છે તેને તેટલોજ સંસાર હોય છે. સંસારનો ચયને ઉપચય-વૃદ્ધિને હાની મોહના વધારા ઘટાડા ઉપર આધાર રાખે છે. પ્રાણીને સંવેગ રંગની ઉત્પત્તિ તેના પૂર્વકૃત કર્મને અનુભાવે થાય છે. તે ઉપર પાંચ જીવોનું નિદર્શન કહું છું તે સાંભળો -
અનેક અનુભવોવડે સંકીર્ણ સંસારપુર નામના પતનમાં જેમના માતા-પિતા કથાશેપ થયેલા છે એવા પાંચ કુળપુત્રો વસે છે. તેમના (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભવ્ય (૪) આસન્ન સિદ્ધિ અને (૫) તભવ સિદ્ધિ એવા અનુક્રમે પૃથક પૃથક્ નામ છે. તે સંસારરૂપ પતનમાં પાંચ નગરીઓ તેના શાખાપૂર જેવી છે. તેના નરકપૂરી, તિર્યપૂરી, મનુષ્યપુરી, સ્વર્ગપૂરી અને સિદ્ધિપૂરી એવા જુદા જુદા નામ છે. તે પાંચે નગરીમાં મહામોહ, અતિમોહ, સંમોહ, મોહ અને ક્ષીણમોહ નામના પાંચ સાર્થવાહ વસે છે. તે પાંચને અનુક્રમે નરકગતિ, તિર્યગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ નામે પાંચ પુત્રીઓ છે. તે પાંચે સાર્થવાહ પોતપોતાની પુત્રીઓને લઇને તેને ઉચિત વર શોધવા માટે સંસારપુર પત્તને આવ્યા. ત્યાં તે અભવ્યાદિકોને અંદર અંદર ધર્મ વિચાર કરતા દેખીને તેઓ શું બોલે છે તે સાંભળવા માટે તે પાંચે સાર્થવાહ તેમની નજીક આવીને બેઠા.
પ્રથમ અભવ્ય બોલ્યો - “અરે ભાઇઓ ! આ સંસારમાં પુણ્ય, પાપ તે બંનેના ફળ, પરભવ અને કર્મનો બંધ ક મોક્ષ કાંઇ પણ નથી. કર્મબંધની બુદ્ધિએ કરીને શિત-ઉષ્ણાદિ પરિસહ, આતાપના, કેશલોચ અને મલ ધારણ વિગેરે વ્યથા ઓ ભોગવે છે તેમને તે માત્ર કાય કલેશને અર્થેજ થાય છે. તેનું
Page 10 of 234