________________
સુગંધમય છે માટે જ લોકપ્રિય છે. એ જ સ્થિતિ, વિનય માટે સમજવાની છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયથી હીન આદમી ગમે તેવો રૂડો રૂપાળો હોય કે શ્રીમન્નાઇ, ધીમત્તાઇ આદિને ધરનારો હોય, છતાં શિષ્ટજનોની પ્રીતિનું પાત્ર નથી બની શકતા. આથી જે આત્માઓ સધર્મની પ્રાપ્તિ અને તેના પરિપાલનના હેતુથી લોકપ્રિયતાને પામવાની ઇચ્છાવાળા હોય, તેઓએ તો જરૂર આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયની ઉપાસના કરવી જોઇએ. ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય, એ એટલો જરૂરી અને ઉપકારક છે કે-એનું વર્ણન વાણીમાં ઉતારવું એ પણ મુશ્કેલ થઇ પડે તેમ છે. “પ્રતિપત્તિ' શબ્દના અનેક અર્થો થાય છે : એમાંગૌરવ, ક્રિયા, કર્મ, ઉપચાર, સભ્યતાની ચાલ, શાંતિ, કર્તવ્યતાનું જ્ઞાન, પ્રવૃત્તિ, આપવું એટલે કે બક્ષીસ કરવું તે' -આ અર્થો પણ છે. આ અર્થો સાથે “ઉચિત' વિશેષણ લાગવાથી કેટલી સુંદર વસ્તુઓ સર્જાય છે, એ વાતને વિચારક આત્માઓ ઘણી જ સારી રીતિએ સમજી શકે તેમ છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણી ઘણી વાતો આવી જાય છે. “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયની ઉપાસનામાં રત આત્મા એવો લોકપ્રિય બની જાય છે, કે જેનું વર્ણન વચનાતીત છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય આત્માને નમ્ર આદિ બનાવે છે અને નમતા આદિ ગુણોને ધરનારો આત્મા શિષ્ટ લોકમાં ખૂબ ખૂબ પ્રિય બને, એમાં તો જાણે શંકાને અવકાશ જ નથી : પણ કેટલાક અશિષ્ટો અને અજ્ઞાન એવા લોકો પણ એમના તરફ સન્માનની દ્રષ્ટિએ જોતા થાય અને પરિણામે એવાઓ પણ પોતાની ભૂલને સમજતા થાય, એ અતિશય શકય છે. નમ્રતા આદિ ગુણોના સ્વામી આત્માની તો, અશિષ્ટો અને અજ્ઞાનો ઉપર કેટલીક વાર અજબ જેવી સુન્દર અસર પડે છે. ગૌરવયોગ્યનું સન્માન :
“પ્રતિપત્તિ' નો “ગૌરવ' અર્થ લઇને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયનો અર્થ કરીએ, તો એ સ્પષ્ટ થાય છે કે-એ વિનયને આચરનારો આત્મા ગૌરવને યોગ્ય આત્માઓના ઉચિત ગૌરવને ર્યા વિના રહે જ નહિ. અભ્યત્થાન વિગેરે દ્વારા સન્માન આપવું, એનું નામ ગૌરવ કહેવાય છે. એવું સન્માન આત્મામાં લઘુતા ધર્યા વિના અને બહુમાનને યોગ્ય એવા આત્માઓ તરફ બહુમાન જમ્યા વિના નિષ્કપટભાવે થવું એ શક્ય નથી. આજનાં સંતાનો માતા-પિતાને અને એવા જ ગૌરવને યોગ્ય વડિલોને નમસ્કાર આદિ કરવામાં પણ નાનમ માનતાં અગર તો બેદરકાર દશા ભોગવતાં જોવાય છે, ત્યારે સ્પષ્ટ લાગે છે કે આ ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય લગભગ નષ્ટ થઇ ગયો છે. “ઉચિત પ્રતિપત્તિ રૂ૫ વિનય જ્યારે સારાં સારાં સ્થાનોમાં પણ નથી જોવાતો, ત્યારે ખરેખર ઘણી જ ગ્લાનિ થાય છે. મૂર્તિમંત વિનય રૂપ મનાતા મુનિઓ પણ જ્યારે આ ‘ઉચિત પ્રતિપતિ' રૂપ વિનયથી પર દેખાય, ત્યારે તો વિવેન્નેિ ભારેમાં ભારે ગ્લાનિ થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. ગૌરવને યોગ્ય આત્માઓના ગૌરવને કરવામાં પણ
ઓ શરમાય છે, તેઓને લજ્જાળુ માવના કે પોતાની જાતને મહાન માનનારા માનવા -એનો વિચાર કરવા બેસીએ, તો આપણને જરૂર બીજી જ વાત તરફ ઢળવું પડે. ગૌરવને લાયક આત્માઓના ગૌરવને કરવામાં શરમ, એ ગુણ નથી પણ અભિમાનન્ય એક ભયંકરમાં ભયંકર દોષ જ છે. સંતાનો માતાપિતાદિ ગૌરવા વડિલોના અભ્યત્થાન આદિ ઉચિત વિનયન ચૂકે, શિષ્યો ગુરૂના વિનયને ચૂકે અને નાના મોટાના એવા વિનયને ચૂકે, એમાં શરમ કરતાં પણ અહંકારનો ફાળો મોટો હોય છે. આજે આ
ગૌરવ' રૂપ પ્રતિપત્તિનો લગભગ વિનાશ થઇ ગયો છે. પગારદાર એવો નાનામાં નાનો સીપાઈ પણ શિસ્ત આદિને અંગે, પોતાથી સહજ આગળ વધેલા તરફેય જે ગૌરવભર્યું વર્તન કરે છે, તેનો જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આજનાં સંતાનો અને શિષ્યો આદિના કેટલાક વર્તન માટે ભારે ગ્લાનિ
Page 126 of 234