________________
અંદાચારનું વર્ણન
દાન ઉભયનું ઉપકારક જોઇએ :
ધર્મના અર્થી આત્માઓએ “લોકપ્રિયતા’ ગુણ પ્રાપ્ત કરવો, એ પણ એક આવશ્યક વસ્તુ છે. આ લોકપ્રિયતા' નામનો ગુણ મેળવવા માટે ઘણું ઘણું કરવું જરૂરી છે. શિષ્ટ લોકમાં પ્રિય બનવા માટે પરનિદ્રા આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો અને ધૂત આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો જેમ તન્વાનાં છે : તેમ દાન, વિનય અને શીલ -આ ત્રણને જીવનમાં જીવવાનાં છે. પરનિન્દા આદિ લોકવિરૂદ્ધ કાર્યો, એ શિષ્ટ લોકોને જ્યારે વિમુખ કરનારાં છે. ત્યારે દાન, વિનય અને શીલા એ શિષ્ટજનોને આકર્ષિત કરનારાં છે. દાન, એ ખરેખર એક એવી વસ્તુ છે કે-એની પ્રશંસા ઉપકારિઓએ અનેક શબ્દોથી વર્ણવી છે. “દાનથી સત્ત્વો વશ થાય છે, દાનથી વૈરો પણ નાશ પામે છે અને દાનથી પર પણ બધુપણાને પામે છે.” આ પ્રમાણે ફરમાવીને, ઉપકારિઓ દાનને સતતપણે સારામાં સારી રીતિએ દેવાની પ્રેરણા કરે છે. દાનને ધર્મના આદિપદ તરીકે પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે. ખરેખર, ધર્મના આદિપદ તરીકે ગણાતા દાનને વિધિપૂર્વક આચરવું જોઇએ. લેનારને અને દેનારને-એમ ઉભયને માટે જે દાન ઉપકારક હોય, એ દાનને વિધિપૂર્વકનું દાન કહેવાય છે. દાન પણ રોગગ્રસ્તને અપથ્ય આપવા જેવું ન જ હોવું જોઇએ અને એ જ કારણે મુસલ અને હલ આદિનાં દાનો નિષિદ્ધ છે. વિધિપૂર્વક દેવાએલું સ્વપર-ઉપકારક દાન દારિદ્રન નાશક બને, એટલે કે-લાભાન્તરાય કર્મના ઉપઘાત દ્વારા આ ભવ અને પરભવમાં વિશિષ્ટ લાભને પમાડી દુર્ગતિનું નાશક બને, એ સ્વાભાવિક જ છે. વિધિપૂર્વકનું દાન
નપ્રિયકર એટલે લોકસંતોષના હેતુભૂત બને તેમજ કીતિ આદિનું વર્ધક પણ બને, એમાંય આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી. જો કે-દાનનો સાચો પ્રેમી શ્રીમંતાઇનો કે કીર્તિ આદિનો અર્થી નથી હોતો : દાન દ્વારા એ કીતિ આદિને કમાવવાની અભિલાષા રાખનારો નથી હોતો, પણ એટલા માત્રથી એ વસ્તુ દાતારને મળતી નથી એવું નથી બનતું. આવા ઉત્તમ દાનની સિદ્ધિ માટે પાત્રાપાત્રનો વિચાર પણ આવશ્યક છે. દયાદાનના કયાંક નિષેધ નથી, પણ મોક્ષફલક દાન કુપાત્ર અને અપાત્રના ત્યાગની જરૂર અપેક્ષા રાખે છે. મોક્ષફલક દાન પાત્રમાં જ હોઇ શકે અને એ પાત્ર ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. યતિઓ, એ ઉત્તમ પાત્ર છે : દેશવિરતિધર શ્રાવકો, એ મધ્યમ પાત્ર છે. અને વ્રતાદિને વિષે નિ:સહ છતાં સમ્યગ્દર્શન ગુણથી સમલંકૃત એવા આત્માઓ, એ જઘન્ય પાત્ર છે. તજવા લાયક જે કુપાત્રો તે કુતીથિકો છે અને અપાત્રો તે હિસાદિ પાપોમાં પરાયણ, કુશાસ્ત્રના પાઠ માત્રથી સદાય પંડિતમાની અને તત્ત્વથી નાસ્તિક પ્રાય: આત્માઓ છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય :
“લોકપ્રિયતા’ ગણના અર્થી આત્માએ દાનની માફક વિનયની ઉપાસના પણ અવશ્ય કરવી જોઇએ. વિનય, એ એવો ગુણ છે, કે જે કર્મક્ષય દ્વારા મોક્ષનો સાધક બને છે. આત્મા જેમ જેમ ઉન્નત બનતો જાય છે, તેમ તેમ તેના વિનયની વિશિષ્ટતા વધતી જાય છે. સામાન્ય રીતિએ “ઉચિત પ્રતિપત્તિ' એ વિનય છે અને એ જ વિનય આ સ્થાને અનંત ઉપકારી શાસકારપરમષિઓએ લીધો છે. ખરેખર, ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય, એ શિષ્ટ લોકોનું આકર્ષણ કરનાર હોઇને, એ ગુણથી સંપન્ન આત્મા શિષ્યલોકમાં અવશ્ય પ્રેમનું પાત્ર થઇ પડે છે. ગબ્ધ વિનાનું ચંદન એ જેમ લોકપ્રિય નથી બનતું, તેમ વિનય વિનાનો આત્મા કદી જ લોકપ્રિય નથી બની શકત. ચંદન ચંદન હોવાથી પ્રીતિનું પાત્ર નથી, પણ તે
Page 125 of 234