________________
સમર્પાયેલા સેવક રાગાદિ વિષે ઉપદ્રવ મચાવ્યો માટે પ્રેમ ન જાળવી શક્યા. અને માટે જ સંસારમાં રહી શક્યા નહિ. તમે બહાદૂર ! પેલા આત્માઓને મોહે સંઘર્યા નહિ અને તમને છોડે નહિ ! તમે માલીકનો એવો પ્રેમ મેળવ્યો છે કે-ખામી નહિ. તમારામાં એ યોગ્યતા અખંડપણે આવી છે. પૂર્વપુરૂષોમાં એ ગુણ નહોતો. પૂર્વના પુણ્યપુરૂષોને રાગાદિક સર્વ પ્રકારે અનુકૂળ હોવા છતાં તથા ઋદ્ધિ અને સિદ્ધિનો સુમાર ન હોવા છતાં, તેઓ તેની પ્રત્યે વત્સલતા ન રાખી શક્યા અને આજના જીવો પાસે તુચ્છ સંપત્તિ પણ રીતસરની નથી હોઇ શકતો. તે છતાં તેઓ પોતાની રાગાદિ પ્રત્યેની વત્સલતા નથી છોડી શકતા. એ કાંઇ નાનીસુની આધીનતા નથી. મોહરાજાની મુત્સદ્દીગીરીમાં ફસી જઇને ખોટી મમતાને આધીન થનારા મુદ્ર સંપત્તિમાં મોટાઇ માનવાના વ્યસની થઇ જાય છે, એટલે એ મોટાઈમાં તેઓનું સઘળું જ સત્ય હરાઇ જાય
છે.
મોહ૨ાજનો પ૨વા૨ પ્રત્યેક સકર્મક જીવને એક ચિત્તવૃત્તિ રૂપી મહાટવી છે. તેમાં પાંચ પ્રમાદસ્થાનો રૂપી “પ્રમત્તતા' નદી છે. મદ્યાદિ પ્રમાદોનાં આસેવન રૂપ “તદ્વિલસિત' નામનો પુલિન છે. પ્રમાદત્યાગના ઉપદેશ ઉપર અશ્રદ્ધાન રૂપ ચિત્તવિક્ષેપમંડપ છે. વૃદ્ધાવસ્થામાં પણ વિરતિનો અનંગીકાર તે રૂપ તણાવેદિકા છે. ક્વલ યત્નના અભાવે ધનાદિનો નાશ થાય છે, તે વિપર્યાસવિષ્ટર છે ગર્વાદિએ નિવારણ કરવા છતાં ભુકતોચ્છિષ્ટ ભોગોને વિષે પ્રવૃત્તિ, તે અવિદ્યાગાત્રયષ્ટિ છે. સન્નિપાત તે મહામોહ છે. મહામોહના સમાન ગુણવાળી મહામોહની ડાબી બાજુએ બેઠેલી મહામૂઢતા નામની મહાદેવી છે. તેની નજીક જ અત્યંત કૃષ્ણ વર્ણવાળો સર્વાધિકારી મિથ્યાદર્શન મંત્રી છે. તેના અર્ધાગે રહેલી કુદ્રષ્ટિ નામની તેની ભાર્યા છે. જમણી બાજુએ મહામોહનો રાગકેશરી નામનો જ્યેષ્ઠ પુત્ર છે. તેની જ નજીક લાલ વર્ણવાળા દ્રષ્ટિરાગ, સ્નેહરાગ અને કામરાગ નામના તેનાં ત્રણ મિત્રો છે. રાગકેશરીના સમાન ગણવાળી મૂઢતા નામની તેની ભાર્યા છે. ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લોભ રૂપ તેના આઠ અપત્યો છે. ડાબી બાજુએ મહામોહનો નાનો પુત્ર દ્વેષગજેન્દ્ર અને એની ભાર્યા અવિવેકિતા છે. ચાર પ્રકારના ક્રોધ અને ચાર પ્રકારના માન, એ આઠ તેના પુત્રો છે. મહામોહની પેઠે લાલ વર્ણવાળો, પુવેદ, સ્ત્રીવેદ અને નપુંસક્વેદ નામના ત્રણ પુરૂષોથી યુકત અને રતિભાર્યાથી પરિવરેલો કંદર્પ નામનો મંડલિક છે. એની નજીક મૂછતા નામની ભાર્યાથી યુકત હાસ્ય નામનો સુભટ છે. તેની પાસે અરતિ નામની સ્ત્રી છે. તેની નજીક હીનસત્વા નામની ભાર્યાથી યુકત સાત પુરૂષોથી વિટાયેલો ભય નામનો યોદ્ધો છે. તેની આગળ ભવાવસ્થા નામની ભાર્યાથી યુકત શોક નામનો ભટ છે. તેની પાછળ જુગુપ્સા નામની સ્ત્રી છે. વેદિકાની નજીક બેઠેલો સ્પર્શનાદિ પાંચનો પિતા અને રાગકેશરીનો મંત્રી ભોગતૃષ્ણા નામની પોતાની ભાર્યાની સાથે બેઠેલો વિષયાભિલાષ છે. તેની નજીક દુષ્ટાભિસન્ધિ આદિ સુભટો બેઠેલા છે. મહામોહરાજનું આ અંગત સૈન્ય છે. વિલોકમંડપમાં બીજા સાત રાજાઓ છે. તેમાં પહેલો મતિજ્ઞાનાવરણાદિ પાંચ પુરૂષોથી પરિવરેલો જ્ઞાનસંવરણ રાજા છે, બીજો નિદ્રાપંચક અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર મળીને કુલ નવ પુરૂષોથી વિટાયેલો દર્શનાવરણ નામનો છે, શાતા-અશાતા સહિત ત્રીજો વેદનીય નામનો છે, ચોથો દેવ, મનુષ્યાદિ ચાર પરિકરવાનો આયુ નામનો રાજા છે, બેંતાલીશ પુરૂષોથી પરિવરેલો પાંચમો નામ નામનો રાજા છે, ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર નામના બે પુરૂષોથી યુકત છઠ્ઠો ગોત્ર નામનો રાજા છે અને દાન-લાભાદિ પાંચ પુરૂષો સહિત સાતમો અંતરાય નામનો રાજા છે. એ બધા નો દ્રોહી છે. સર્વજ્ઞાગમથી ભાવિત પુરૂષો જ માત્ર તેને જીતી શકે છે. બીજા બધાઓ તેનાથી જીતાઇ જઇ આ ભવચક્રપુરમાં અનંત કાળ સુધી અનેક પ્રકારનાં કષ્ટોને પામે છે.
Page 124 of 234