________________
આ જીવોનું ચિત્ત મિથ્યાત્વાદિકમાંથી રા પણ ચલાયમાન થાય નહિ. મિથ્યાત્વાદિ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ-મન, વચન કાયા-નો અશુભ વ્યાપાર તથા પ્રમાદ : પ્રમાદ એટલે મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા ! ત્રીજો ગુણ નિર્લોભતા કહતો. આ જીવો લોભીયા નહિ. સ્વર્ગાદિ મળે એટલે આનંદ, વધારે લોભ જ નહિ. ચોથો ગુણ અકૃપણતા ! ગર્વાદિક કરવા વડે કરેલાં સુકૃત્યોનો નાશ થાય છે. ‘હું આવો, મેં આમ કર્યું, તેમ કર્યું’ -ઇત્યાદિ કહેવાથી કરેલાં સુકૃત્યો નાશ પામે છે, તે છતાં પણ આ જીવો ઉદાર એવા કે-તેમ કરી તેનો નાશ કરે. એવા કૃપણ નહિ કે-એ નાશ ન થાય માટે ગર્વાધિક ન કરે. પાંચમો ગુણ સાહસિકતા : આ જીવોને સાહસિક પણ કહતા. જેને ભય ન હોય તે જ અયોગ્ય સાહસ કરે, માટે આ જીવો ભય વિનાના. ગમે તેવી આપત્તિ આવે પણ પાપથી જરા પણ ડરે નહિ. પૂર્વના જીવો આથી વિપરીત હતા, માટે એઓને સંસારસુખ મૂકી મૂકીને મોક્ષમાં જવું પડ્યું! જે મોક્ષમાં ગાડી, ઘોડા, મોટર, બંગલા, બગીચા કશુંએ નહિ ત્યાં જવું પડ્યું. આના ગુણવાનોને ત્યાં પડે તેમ છે જ નહિ એ નક્કી થયું. બહુ ગાંડાને ડાહ્યો ન કહેવાય, પણ ખોટું ન લગાડવા “બહુ ડાહ્યો' કહેવાય ! એવી રીતે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બહુ ડાહ્યો કહે, ત્યાં બહુ મર્મો સમજવો ૧ બધા જીવોને જે સુખ જોઇએ છીએ તે સુખ મોક્ષમાં છે, પણ સંસારમાં નથી : માટે અનાદિ નગર યાને સંસારનો ત્યાગ થાય તો મોક્ષે જવાય અને એ સુખ મળે, પણ એ સંસારનો ત્યાગ કરવા માટે પણ આ કહ્યા તે ગુણોનો ત્યાગ કરવો પડે અને એ ગુણોનો ત્યાગ આદુષમકાળના જીવોને માટે દુર્લભ છે. મોહરાજા મહા મુત્સદ્દી છે :
હવે ગ્રંથકાર પૂર્વના મહાપુરૂષોનાં થોડાંક નામો આપે છે અને કહેવાનું કહે છે. શ્રી નેમિનાથસ્વામી. શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી ભરત મહારાજા તથા તેમના ભાઇઓ, શ્રી બાહુબલીજી, શ્રી રામચંદ્રજીના ભાઇ ભરતજી, શ્રી શિવકુમાર, શ્રી પૃથ્વીચંદ્ર, શ્રી થાવસ્યાપુત્ર અને શ્રી જંબુસ્વામી વિગેરે આત્માઓ મોહરાજાએ અનાદિકાલથી સોંપેલા રાગદ્વેષાદિ સેવકોને જાળવી ન શક્યા : કારણ કે-મહાપુરૂષો રાગાદિ પ્રત્યે સેવનવત્સલ નહોતા. તે સેવન પ્રત્યે વાત્સલ્યનો ગુણ એમનામાં નહોતો. ભગવાન્ શ્રી નેમનાથસ્વામી તથા ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના નામથી બધા જ શ્રી તીર્થકર દેવો તથા બીજાઓના નામ વડે બીજા તમામ મોક્ષગામી આત્માઓ લેવા. એ શ્રી તીર્થકરદેવો, શ્રી ગણધરદેવો, પૂર્વાચાર્યો આદિમાં આ સેવકો પ્રત્યે વત્સલતા હતી જ નહિ, પણ દુ:ષમકાળના જીવોને તો તેઓ પ્રત્યે વત્સલતા પૂરેપૂરી છે. રાગદ્વેષાદિ નોકરો છે તો મોહના : પણ આ બધા જીવો મોક્ષમાં ભાગી ન જાય માટે મોહરાજાએ આ બધા પોતાના નામચીન નોકરોને એમના (જીવોના) નોકર તરીકે રાખ્યા છે. મોહરાજા ઓછો મુત્સદી છે? પણ જીવો એવા કે-એ સેવકોને રા પણ તકલીફ ન પડે, એની કાળજી પહેલી રાખે : આપણા આત્માનું ચાહા તેમ થાય તેની પરવા નહિ પણ એને તક્લીફ ન પડવા દઇએ એવા ઉપકારી : આવા સેવન્જનવત્સલ આ કલિકાલના જીવો છે. બધા શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધર દેવો અને બીજા પુણ્ય પુરૂષો તો એવા કે- આવા સેવકોને વગર કારણે લાત મારી મારીને ચાલ્યા ગયા. આ બધા રાજઋદ્ધિ વિગેરે સાહ્યબીમાં હતા, સુખમાં હતા, એમને સુખની કમીના ન હતી, છતાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભાદિ સેવકોને લાત મારીને કાઢ્યા. આ સેવકો અનુકૂળ હતા તોય લાત મારીને કાઢી મક્યા અને પોતે સંસાર છોડી ચાલી ગયા. આજના જીવો તો આ સેવકો ઉલટા પડે તોય ઉલટા એને વળગે છે. પોતાને ખરાબ કરીને પણ રાગાદિકને બરાબર સાચવે છે ! આ ઓછો સદ્ગણ છે? સદ્ગુણ શબ્દ સાંભળી ફુલાતા નહિ હોં ! આ બધા શ્રી તીર્થકરો અને મુકિતગામી જીવોએ, અનાદિકાલથી
Page 123 of 234