________________
હૃદયમાં રાખી શક્યો નહિ. જો કે-તેણે અન્ય કોઇને એ વાત નથી કરી, પણ કોઇ એક દિવસે ઓછી મતિવાળા તેણે હસીને પોતાની માતાને જ પૂછયું કે
“હે માતા ! શું એ સાચું છે કે-તેં મારા પિતાને કુવામાં નાખ્યા હતા ?” પોતાના પુત્રનો આવો પ્રશ્ન સાંભળીને, તેની માતા આશ્ચર્ય પામી અને તેણી પોતાના પુત્રને પૂછે
“હે પુત્ર ! તું આ વાત કયી રીતિએ જાણે છે? અર્થાત્ તેં આ વાત શાથી જાણી !” પોતાની માતાએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તે પુત્ર પણ કહે છે કે“મને આ વાત મારા પિતાએ જ કહી છે : આ વાત હું મારા પિતાના વચનથી જ જાણું છું.”
પોતાના પુત્રના આ કથનથી ગોશ્રી ખૂબ જ લજ્જાને પામી. વિચાર કરો કે-ગોશ્રીનું હૈયું કેવું પરિવર્તન પામી ગયું છે ! તે સમયે જે ભયંકર કૃત્ય આચરતાં પણ ગોશ્રીને સંકોચ નહોતા થયો, તે જ કૃત્યની વાત સાંભળતાં પણ આજે તે ખૂબ જ લજ્જાને પામે છે. ગોશ્રી એવી તો ભારે લજ્જાને પામી કે-તેના યોગે તેણીનું હૃદય ધસ દઇને ફુટી ગયું અને હૃદય ફૂટવાથી તેણી મૃત્યુ પામી. આથી એકદમ ઘરમાં હાહાકાર મચી ગયો.
એ હાહાકારને સાંભળીને વિજ્યશ્રેષ્ઠી પણ ત્યાં આવ્યા અને અચાનક ગોશ્રીનું મૃત્યુ શાથી થયું. -તેની તપાસ કરતાં, તેમણે સાચી હકીકત જાણી એ જાણીને તેમને ખૂબ જ વિષાદ થયો અને દુ:ખથી તે ઝરવા લાગ્યા. તેમને લાગ્યું કે- “આ મારો જ દોષ છે હું ગંભીરતા જાળવી શક્યો નહિ, તેનું જ આ ફલ છે. ખરેખર, હું ખૂબ જ તુચ્છ આશયનો માણસ છું.” આમ તે પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી પોતાની પત્નીના મૃતકાર્યને કરીને તેમણે પોતાના આત્માને શુદ્ધ બનાવવાને માટેનો, દીક્ષા ગ્રહણ કરીને ભરચક પ્રયત્ન આદર્યો.
મોક્ષે નહિ જવામાં સહાયભૂત ગુણોનું વર્ણન
દુષમકાલના જીવોનું ગુણવર્ણન : એ જ કારણે પરમ ઉપકારી મહાપુરૂષ કહે છે કે
"मन्ने कलिकालनिआ सेवयजणवच्छला अचलचित्ता ।
निल्लोहा य अकिविणा, साहसिया नेरिसा पुट्वि ।।३।।" “હું માનું છું કે-કલિકાલના જીવો “રાગાદિ સેવન પ્રત્યે વત્સલ છે, મિથ્યાત્વાદિકમાં અચલચિત્ત છે, સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે, ગર્વાદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે અને ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન કરે તેવા સાહસિક છે :' પૂર્વના જીવો એવા પ્રકારના ન હતા.” મોક્ષમાં જતાં રોક્વાર અને સંસારમાં રાખનાર- ૧. સેવન-વત્સલતા, ૨. અચલચિત્તતા, ૩. નિર્લોભતા, ૪. અકૃપણતા અને ૫. સાહસિકતા : આ પાંચ ગુણો દુ:ષમકાળના જીવોમાં રહ્યાા છે. પહેલો ગુણ સેવન પ્રત્યે વત્સલતા સેવક કોણ ? રાગાદિ સેવકો ! રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ વિગેરે સેવકોને ? મોહરાજાએ પોતાના એ સેવકોને આત્માની સેવા માટે સેવક તરીકે સોંપ્યા છે. એ સેવકો પ્રત્યે આ કલિકાલના જીવોનું એટલું બધું વાત્સલ્ય છે, કે જેનો સુમાર નહિ. મોહે સમર્પેલા સેવક પ્રત્યેના પ્રેમમાં દુ:ષમકાલના જીવો જરા પણ ખામી નથી આવવા દેતા. એથી જ સેવકનવત્સલ કહા. બીજા ગુણ તરીકે “અચલચિત્તતા' જ્હી : તે ક્યાં ? મિથ્યાત્વાદિ પ્રત્યે ! ગમે તેટલા પ્રયત્નો કરો પણ
Page 122 of 234