________________
સ્વપરના આનંદના પરમ શત્રુઓ છે. ક્લહને અને આનંદને શીતોષ્ણ જેટલો વિરોધ છે. જેમ શીત જ્યાં હોય ત્યાં ઉષ્ણ નથી રહી શકતું, તેમ જ્યાં ક્લહ હોય ત્યાં આનંદ રહી શકતો જ નથી. આ કારણે પ્રમોદમાં મગ્ન રહેવાને ઇચ્છતા આત્માઓએ ક્લથી સર્વથા દૂર જ વસવું જોઇએ.
શ્રી વિજ્ય એ પણ જાણતા હતા કે- ‘ક્ષમાપ્રધાન બનવા માટે ક્રોધનો પરિત્યાગ એય અતિ
આવશ્યક છે. ક્રોધ એ સંસારસમુદ્રના પ્રવાહ જેવો છે. સંસારની વૃદ્ધિ માટે ક્રોધ એ પ્રબલ કારણ છે. એ વાતમાં શ્રી વિજ્યને સજ્જ પણ શંકા ન હતી. એ જ કારણે જેઓને ક્ષમાપ્રધાન બનવાની શ્રી વિજ્ય સલાહ આપતા, તેઓને કોઇ પણ રીતિએ ક્રોધ ન કરવાની પણ શ્રી વિજ્ય અવશ્ય સલાહ આપતા. ક્રોધ એ ચારે પુરૂષાર્થોનો નાશક છે અને સેંકડો દુ:ખોનું કારણ છે, એ વાત પણ શ્રી વિજ્યના અંતરમાં બરાબર સ્થિર થઇ ગઇ હતી. એ ક્રોધ વિના ક્લહ એ સંભવિત નથી, એ જ કારણે તે લોકોને સલાહ આપતા હતા કે-ક્રોધથી બચવું હોય તો ક્લને તજ્યા વિના છૂટકો જ નથી. જેમ રા ંસો ક્લુષિત જ્વનો ત્યાગ કરે છે તેમ તમે લોકો ક્લહનો પરિત્યાગ કરો, એમ ભારપૂર્વક શ્રી વિજ્ય લોકોને ણાવતા. ક્ષમાપ્રધાન બનવા માટ ક્રોધ અને ક્લથી દૂર રહેવું એ અતિ આવશ્યક છે, એ વાત તો અત્યંત સ્પષ્ટ છે : પણ ક્રોધ અને લહનો ત્યાગ કરવો એ કાંઇ સામાન્ય વસ્તુ નથી. ક્રોધ અને ક્લહનો ત્યાગ કરીને ક્ષમાપ્રધાન બનવું હશે, તો એ માટે હૃદયને ઘણું જ સ્થિર બનાવવું પડશે. હૃદયની શુતા વિના અન્યના અપરાધને હૃદયમાં રાખવો એ શક્ય નથી. પોતાના દોષને છૂપાવવાની જેટલી વૃત્તિ જ્ગતના જીવોમાં હોય છે, તેટલી જ નહિ પણ તેથીય અધિક વૃત્તિ બીજાના દોષને પ્રગટ કરવાની હોય છે. આવા આત્માઓ લહ અને ક્રોધથી બચવા ધારે તો પણ બચી શકતા નથી.'
આથી શ્રી વિજ્ય સૌને હેતા કે-સૌના પણ અપરાધને જાણ્યા છતાંય બોલવા કરતાં નહિ બોલવામાં જ સારૂં છે અને પૂછવા કરતાં ન પૂછવું એ જ સારૂં છે. નહિ બોલવામાં અને નહિ પૂછવામાં શ્રેષ્ઠતા એવી છે કે-એથી કલહ થતો નથી અને ક્રોધથી બચી જ્વાય છે તેમજ પરિણામે ક્ષમાપ્રધાન બનાય છે. ગતના ક્ષુદ્ર માણસોની બીજાના દોષને જાણવાની વૃત્તિ ઘણી સતેજ હોય છે. અન્યનો દોષ જો પોતે જ પોતાની મેળે ન જાણી શકે, તો તે જાણવા માટે અન્યોને પૂછવાની વૃત્તિ ખૂબ જ રહે છે. એ વૃત્તિ પ્રાય: તુચ્છ મતિવાળાઓની જ હોય છે. એવા આત્માઓને એવીવાતો સાંભળવામાં ઘણો રસ હોય છે. હિતકર વાતોમાં એવાઓને જેટલો ટાળો આવે છે, તેટલો જ એવાઓને એવી વાતોમાં રસ આવે છે. અન્યના દોષોને સાંભળવાની વૃત્તિ નિપુણમતિવાળામાં તો ન જ હોવી જોઇએ, પણ કદાચ આવી જાય તો એવા આત્મા માટે પણ શ્રી વિજ્ય એ સલાહ આપતા કે- ‘એવી અપરાધની વાત પૂછવા કરતાં નહિ પૂછવી એ જ સારૂં છે.’
ક્રોધ અને કલહની વિષમતા તેમજ ક્ષમાની શ્રેષ્ઠતાને બરાબર સમજ્નાર શ્રી વિજ્ય જ્યારે જ્યારે કોઇને પણ વિવાદ કરતા જોતા, ત્યારે ત્યારે તે તેવાઓને જોઇને પ્રિય વચનો બોલતા અને પોતાનાં પ્રિય વચનો દ્વારા તેઓને શાંત કરતા. શ્રી વિજ્ય કહેતા કે-સ્વન સંબંધી પણ વિપ્રિય જોયું હોય તોય તેને હૃદયમાં ધરી રાખવું, પણ બહાર ન બોલવું : કારણ કે-બોલવા કરતાં નહિ બોલવું એ જ સારૂં છે : એટલું જ નહિ,પણ બીજાને એ સંબંધમાં પૂછવું પણ નહિ : કારણ કે-પરને પણ પૂછવા કરતાં નહિ પૂછવું એ જ સારૂં છે : અને એવી વાતો સાંભળવી પણ નહિ : કારણ કે-એવી વાતો સાંભળવા કરતાં નહિ સાંભળવી સારી છે. આ રીતિએ વિપ્રિયને જેઓ બોલતા પણ નથી, અન્યોને પૂછતા પણ નથી અને વગર પૂછ્યું કોઇ હે તોય તેને સાંભળતા પણ નથી, તેઓનો સ્વનભાવ સુખાવહ થાય છે.
Page 120 of 234